સાસુ કરી રહી છે ફરિયાદ પોતાની વહુની, સસરાએ આપેલો જવાબ ખૂબ રસપ્રદ છે…

“સાંભળો તો !”

“કવ સુ સાંભળો તો..! આ જુઓને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બન્ને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે

અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !” સમજુબેને એના પતિ પાસે, દિકરાવહુની ગેરહાજરીમાં, પોતાના પતિ, નવલભાઈને ફરિયાદ કરી !

નવલભાઈએ કહ્યું, “તારી વાત તો ખોટી નહિ જ હોય ! (પોતે એક સફળ પતિ હતા, એની સાબિતી !) હા, પણ, હું વિચારતો હતો કે, મારા પેન્સનનું, આવતા મહિને એરિયર્સ આવવાનું છે, ચાલને, આપણે બંને, કાશ્મીર કે હરદ્વાર જઈએ !” સમજુબેને સમજણવાળી વાત કરી, “ના, હો ! મારે નથી જાવું કાશ્મીર કે હરદ્વાર, બાપા ટાઇઢ કેવી લાગે !”

સમજુ પતિ(!!)એ કહ્યું, “તો પછી, સાઉથ સાઈડ, જાવું ? તિરુપતિ, કેરાલા કે… કન્યાકુમારી ?”

શ્રીમતિ બોલ્યાં, “ના, હો ! પછી, તમને ત્યાં ખાવાનું સદે નહિ, ભૂખ્યા તો રહી નહિ શકો, તમને એ.સી.ડી.ટી. થઈ જાય છે ! અને હાલી હાલીને મારા તો ગોઠણ જ દુઃખી જાય સે ! ઇ તો રહેવા જ દો !”નવલભાઈ કહે, “આપણે ફોરેન ટૂર નથી કરી… હાલ, બેંગકોક, દુબઇ, અરે ખાલી… બાલી જાવું ?”

સમજુ બેન બોલી ઊઠ્યાં, “ના, રે… આપણે તો કાંઈ ‘પીવું’ નહિ ને ખરીદી કરવાનું પોષાય નહિ ને હવે, આ ઉંમરે, આવા ધખાળા ! મારી એક માસીની દીકરીને ઇ ગ્યાતા તી કેતા’તા, ‘ન્યા, હંધેય.. બધા પુરુષો, બળ્યું, પેલું જોવા ને ખાવા પીવા જ જાય સે ! તમે ક્યાં એવું કાંઈ…?”
નવલભાઈ, મલકી રહ્યા, સમજુ બેને આગળ ચલાવ્યું… “સાંભળો તો !! હું, સુ કવ સુ ? હવે, આ ઉંમરે, નથી ખાવા પીવાનું સદતું, નથી, ઝાઝું હાલી શકાતું, અને વરી, નીંદરેય ઘર જેવી ક્યાંય નથી થાતી ! તો, હું એમ કવસું કે, આપળે, આ ક્યાંય ફરવા જવાને બદલે એક હારું ટી.વી,, આપડા રૂમમાં રખાય એવું, લઈ લઈએ તો ? આપણે, જી જોવું હોય, ઇ લાંબા ટાંટિયા કરીને, એય..ને.. આપણા જ બેડમાં પઇડાં પઇડા.. જોયા કરસું.. આપણે તો ક્યાંય જાવું નથી.. આયા જ મથુરા ને કાશી..! આયા જ દુબઇ ને બાલી !”

નવલભાઈ કહે, “જો, મારી સમજુડી. આપણે આપણી યુવાનીમાં જવાબદારી અને આર્થિક સંકડામણના બહાને, હરવાફરવા જઈ ન શક્યાંઅને હવે એ બન્ને પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું પણ હવે ઇચ્છા જ નથી થતી અને શરીરેય સાથ નથી દેતું, બહાર જઈએ તો ફરવાથી આનંદ મળવાને બદલે હેરાનગતિ વધુ અનુભવીએ છીએ. તો, તું જ કહે, આ પેઢીને હરવાફરવાની ઉંમર છે ! એમને આપણા જેટલી જવાબદારી પણ નથી. એ નસીબદાર છે. ફરવા દે ને એમને ! આપણે તો આપણી લાઈફ માણી ન શક્યા !! જીવવા દે એમને, એમની રીતે..! બાકી તું સમજુ જ છો, મારી સમજુ રાણી ! તું કહે ઇ સાચું ! હા, પણ… આપણો દીકરો ને વહુ, વાત કરતાં હતાં, કે મમ્મી, પપ્પા માટે એના રૂમમાં એક ટી.વી રાખવું હોય તો ઓનલાઈન મંગાવી લઈએ ! જો તો…! બારણે, કોઈ આવ્યું લાગે છે !”

મરકમરક હસતાં સમજુબેન દરવાજે ગયા, તો.. આવનાર કહી રહ્યો હતો. “આપનું કુરિયરછે..!! સંભાળીને લઈ લો ! અહીં સાઈન કરી દો !”
સમજુબેન,પતિને કહે, “સાંભળો તો…!” નવલભાઈ ઊભા થઈ ત્યાં ગયા એમણે સાઈન કરી, સમજુબેન જોઈ રહ્યાં. બોક્સ પર લખેલું વાંચવાની કોશિષ કરી..

“43 ઇંચ Ni TV…”

લેખક : દક્ષા રમેશ “લાગણી”

આપનો વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,835 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>