એક પતિ અને પત્ની એકલાં જીવી રહ્યાં છે, જીવનના એક પડાવ પર પહોંચેલ પતિ અને પત્નીની વાત…

“જીવન ચલને કા નામ…”

ધીમેધીમે ચાલતાં પતિ પત્ની, ઘરે પાછા ફર્યાં. કોઈ જ રાહ જોનાર નહોતું. પણ, બપોરે જમીને આરામ કરી, બાજુના બગીચામાં વૉકિંગ કરવા જવું, પછી દિવસ આથમે ત્યાં સુધી બેસીને સાંજે ઘરે પાછા ફરવું, એ દરરોજનો, નિત્ય ક્રમ થઈ ગયો હતો.

શીલાબેને તો વાસ્તવિકતા સ્વીકારી લઈ, શાંતિથી જીવ્યે જતાં હતાં પણ, શૈલેષભાઈને ગળે ઉતરતું નહોતું. આવું તે કઈ જીવન હોતું હશે ?

બબ્બે દીકરા હોવા છતાં, વાંઝિયા જેવું જીવન જીવી રહ્યા હોવાનું તેઓ અનુભવતા હતાં. શિલાબેન સમજાવતાં કે દીકરાઓ ભલે ને દૂર પરદેશ જઈ વસ્યા, તેઓ સુખી છે તો આપણે વધારે સુખી !

પણ, ના, શૈલેશભાઈને એક વાત કોરી ખાય જતી કે અગવડ સગવડ ભોગવીને એક જ આશાએ પતિપત્ની એ દિવસો કાઢ્યા હતાં કે કાલે છોકરાઓ મોટા થશે ને એય ને કામ કરશે, કમાશે, વહુ લાવશે. આપણે તો પછી લહેર જ લહેર !

બધું થયું, છોકરાઓ મોટા થયા, કામ ધંધે લાગ્યા. પરણાવ્યા, વહુઓ લાવ્યાં. પણ, લહેર ન આવી… કેમ કે એક દીકરો ઓસ્ટ્રેલિયા અને બીજો કેનેડા સ્થિર થયો. પતિપત્ની, બન્ને અહીં રહી ગયાં. સવારે છાપું વંચાઈ જાય પછી, શૈલેષભાઇ વિચારતા હતા, દિવસ જાણે કે લાંબા થઈ ગયા હોય તેવું કેમ લાગે છે ? ગેલેરીમાં બેસી, શિલાબેન ભાજી વીણતાં હતાં ત્યાં જઈ બેઠા. શિલાબેન, કામ પૂરું કરી જોઈ રહ્યા, શૈલેષભાઇ પણ… એ જોતાં, રોજ… ગાતાં પંખીડા… સરસ જોડલું !

શૈલેષ અને શીલા જેવું જ. અને.. કેવો સરસ માળો બનાવ્યો…! એક એક તણખલું લઇ, લઈ ને.. ઇંડાને સેવી સેવી ને બચ્ચાં આવ્યા..! અને… દાણાં ચણી ચણીને, ચાંચમાં ચાંચ પરોવીને બચ્ચાં મોટાં કર્યાં…

આજે, બચ્ચાનેપાંખો આવી… નર અને માદા પંખી એને ઊડતા શિખવાડતાં હતાં..

શૈલેષભાઇ ગણગણ્યા.. ઊડતા ના શિખવાડાય ! પછી, એકલા અમારી જેમ…! શિલાબેને ઠપકાભરી નજરે એમના સામે જોયું. શૈલેષભાઇ આડું જોઈ ગયા.

શિલાબેન એમના પતિનો ચહેરો એમની તરફ ફેરવીને બોલ્યા,  “છોકરાઓ આપણને તેડાવે જ છે, છતાં આપણે અહીં રહીએ, એ મારી ઈચ્છા છે. એ બધા પણ એમની દુનિયામાં ખુશ છે અને હું તમને એમ કહેવા માગું છું કે આપણે બન્ને, જવાબદારી અને જરૂરિયાત પૂરી કરવામાં એકબીજા સાથે જીવવાનું જ, એકબીજાને પ્રેમથી લાડ લડાવવાનું જ ભૂલી ગયા ! આપણાં છોકરાઓ પાસે જઈને કે એ અહીં સેટ થઈને આપણી સાથે જ રહેતાં હોય તો પણ, આપણે, આપણી લાઈફ જીવી જ ન શકીએ. આપણે આ નવી જનરેશન સાથે તાલથી તાલ મિલાવવામાં આપણું જીવન સંગીત ભૂલી જઈએ. તો આ જિંદગીને એક સમજૌતા માનવાને બદલે, શા માટે હવે તાજગીસભર જીવન ન જીવીએ ? આપણે હવે, જવાબદારી નથી, આર્થિક સંકડામણ નથી. હવે તો, આપણે સ્વર્ગથી સુહાની સફર માણીએ નહિ શા માટે ?”

પણ, શૈલેષભાઇને આ બધું, ગળે ન ઉતર્યું અને તેનું મન કડવાશ છોડી ન શક્યું !

થોડા દિવસમાં, પંખીના બચ્ચાં ઊડતાં શીખી ગયાં અને.. શૈલેશભાઈએ જોયું… એક દિવસ બચ્ચા, ઊડી ગયાં… પછી, પાછા ન આવ્યાં…!

સવારે, ઊઠીને શૈલેષભાઇ… વિચારે… એ જ ખાલીપો… નિરસતા… તેપંખીડા ને જોવા, તેમની વેદના સમજવા બહાર આવ્યા. અરે ! આ શું ?

ગાતાં પંખીડા, તો ચહેકી રહ્યાં હતાં. એ જ મીઠો સૂર, એ જ ચહેક ! એ જ પ્રસન્નતા ! શૈલેષભાઇ, આમ તેમ ઊડતાં પક્ષી યુગલને ગેલ કરતાં જોઈ રહ્યાં… તેઓ અંદર ગયા.

શિલાબેનને આશ્ચર્ય થયું એમને સમજાતું નહોતું, જ્યારે શૈલેશભાઈએ કહ્યું કે, “શીલું, આ પંખીડાઓને ગાતાં જોઈને, આજે મને તારી વાત સમજાય છે. ચાલ પાછાં આપણે, બન્ને, જ્યારે તું પરણીને આવી ત્યારે જીવતાં હતાં એમ ફરીથી આપણે, આપણો જીવનસંસાર ફરીથી, નવેસરથી, બધી, અપેક્ષા, ઉપેક્ષા ભૂલી દુઃખ, ફરિયાદ ફગાવી દઈને, મોજથી, આનંદથી જીવવાનું શરૂ કરીએ ! આપણે, યાર પંખીડાં કરતાં તો વધારે સમજદાર તો, તો જ કહેવાય ને ?”

શિલાબેન જોઈ રહ્યા, શૈલેશભાઈને ગીત ગાતાં. એમણે પણ પોતાનો સૂર પુરાવ્યો.
“જીવનચલને કા નામ…
ચલતે રહો… સુબહ શામ…!”

 લેખક : દક્ષારમેશ “લાગણી”

ખરેખર બહુ સુંદર અને સમજવા જેવી વાત કહી છે દક્ષાબેને… ચાલતા રહો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,595 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>