દિયર વટુ – આજે એની એનિવર્સરી છે અને રાતના ૧૧ વાગી ગયા તો પણ તેનો પતિ ઘરે નથી પહોચ્યો…

સુરેશ મારા ઘરની બાજુમાં રહે સરળ અને સાદો પણ મજાનો દીકરો ઘરમા માં બાપ અને એક ભાઈ તેની બહેન તેનાથી મોટી એટલે એના લગ્ન થઇ ગયા એટલે એ સાસરે અને સુરેશ કોલેજ પતાવી પછી એક સારી જગ્યા એ નોકરી લાગ્યો બાપા કઈ કામ કરતા નહીં એટલે બધો ઘરનો બોજ સુરેશ ઉપર અને 22 વર્ષ નો સુરેશ ઘરની બધી જવાબદારી લેતો અને એનો નાનો ભાઈ બિન્દાસ કોલેજમાં જાય એટલે ભાઈ પાસે થી પૈસા લઇ મોજ કરે અને શુરેશ પણ કરાવે નાનો છે….. મોટો થશે એટલે આપો આપ જવાબદારી આવે એટલે સુધરી જાય અને સુરેશ એની બધી ઈચ્છા પુરી કરે.

હવે વાત આવી સુરેશ ના લગ્નની અને એને શહેરની એક છોકરી ની વાત આવી અને નક્કી થઇ ગયું અને શુરેશ અને સરલાના લગ્ન થયા ઘરમાં બધા ખુશ નાનો દિયર તો જાણે એનો એવો લાડકો કે ઘરમાં આ બંને ની મસ્તી એટલે જાણે
ભાઈ બેનની મસ્તી અને સુરેશ અને એના માં બાપ પણ ખુશ ઘરમાં બધા સંપીને રેહતા મજા કરતા પૈસા ઓછા પણ ખુશીયો વધુ હતી આજુ બાજુ વાળા પણ કહે ..ગંગા બા તમારા ઘરમાં વહુ સારી આવી છે અને જોત જોતામાં સુરેશ
અને સરલા બધાના માનીતા થઇ ગયા અને લગ્નનું એક વર્ષ પૂરું થવાનું હતું આજે એનમી મેરેજ એનિવર્ષી હતી બંને ખુશ હતા આજે સુરેશ એના સાહેબ પાસે થી થોડા એડવાન્સ પૈસા લીધા હતા મારે સરલાને કાંઈક સારી ભેટ આપવી
છે અને ખુશ થતો ઘરે જવા નીકળે છે.


અને રસ્તામાં બાઇક અચાનક સ્લીપ થઇ જાય છે અને શુરેશ પડી જાય છે અને જેવો પડે છે તેવીજ પાછળથી આવતી મોટર કાર ના પીડા તેના માથા ઉપર થી જતા રહે છે અને શુરેશ ત્યાંજ ઢળી પડે છે આબાજુ સરલા આજે સરસ તૈયાર થઇ સુરેશ ની આવવા ની રાહ જોવે છે હજી 8 વાગે આવશે હું જમવાનું રેડી કરી દવ અને બધાને જમાડી દવ અને હું અને શુરેશ સાથે જમીશું અને એ ખુશ થતી એની રાહ જોવે છે 9 વાગ્યા હજી કેટલી વાર 11 વાગ્યા હવે તો એનો બધો બધો મૂડ જતો રહ્યો અને ઉલ્ટાની ગભરામણ થાવનું ચાલુ થઇ ગયું શું થયું હશે?????કઈ રસ્તામાં ના ના એવું ખોટું ના વિચારાય આવશે મોડા મોડા પણ આવશે બા અને બાપુજી ચિંતામાં અને 12 વાગે દિયરને વાત કરે છે કે તમે ક્યાંક જોઈ આવો તમારા ભાઈ કોઈ મુસીબત માં તો નથીને???અને એનો દિયર પોતાના ભાઈ બંધ સાથે લઇ જ્યાં ભાઈ નોકરી કરે છે ત્યાં જાય છે ત્યાંથી એવી ખબર આવે છે કે એતો 6 વાગ્યાના જ નીકળી ગયા છે અને ત્યાંજ ખબર પડે છે કે બાજુમાં એક ભાઈ ને અકસ્માત થયો છે અને એને સરકારી દવાખાને લઇ ગયા છે અને સરલા નો દિયર રામુ હજી તો માંડ 20 વર્ષ નો થયો છે અને એની સમજ પણ ઓછી પણ આજે જાણે એ મોટો થઇ ગયો અને સીધો દવાખને જોવા જાય છે અને ત્યાંજ ખબર પડેછે કે એ ભાઈ તો ત્યાંજ એક્સપાયર્ડ થઇ ગયા છે અને એ જેવો જોવા જાય છે

ત્યાંજ એનું રહદય એક ધબકાર ચુકી જાય છે અને એ પોક મૂકી રડે છે ભાઈ તું અમને છોડી ક્યાં જતો રહ્યો હવે હું બા અને ભાભી ને શું જવાબ આપીશ અને બધી કાર્યવાહી કરી ઘરે જાય છે અને સવારે 6 વાગે એ ભાઈની લાશ લઈને જ
ઘરે આવે છે ઘરમાં રોકકળ થાય છે અને સરલા તો જાણે શૂન્ય મસ્ક બની જાય છે નથી રડી શકતી બસ ફાટી આંખે શુરેશ ને જોયા જ કરે છે અને બધા કહે છે એને રાડાવો એને આઘાત લાગ્યો છે રડવાથી મન હળવું થાય અને ત્યાંજ
એ આક્રન્દ કરે છે.

હવે તો જિંદગી ભર રડવાનું જ છે અને બધી વિધિ પતાવી સરલા ના માતા પિતા એને એમના ઘરે લઇ જાય છે અને ત્યાં થોડા દિવસ રહે તો એને શુરેશ ની યાદ ઓછી આવે પણ એવું શું શક્ય હોય??/?/ અને એ બસ સુન મૂન થઇ ગઈ
છે કોઈની સાથે બોલવું પણ એને ગમતું નથી અને એ વાતને પણ આજે 2 માસ થઇ ગયા છે અને સરલાની તબિયત સારી ના હોવાથી ડોક્ટર ને બતાવવા જાય છે ત્યાં ખબર પડે છે કે એને સારા દિવસો છે અને એ પ્રેગનેટ છે અને ઘરમાં
બધા મુંઝવણ માં મુકાય છે કે આ આવનાર બાળક નું શું કરવું અને એના સાસરે જાણ કરે છે અને એના બા કહે એ બાળકને જન્મ આપો એ મારા શુરેશ ની નિશાની છે અને બાનો સપોટ મળતા સરલા એ બાળકને જન્મ આપવા
તૈયાર થાય છે અને આબાજુ બાપુજી રામુ ની લગ્નની વાતો કરે છે કે હવે એને પરણાવી દઈએ અને ત્યાંજ બા કહે છે

કે એવું નાથાય કે સરલાનેજ ફુલહાર કરી પાછી લાવી દો એટલે એના બાળકને બાપ મળે અને સરલા ને પતિ અને એને એનું એજ ઘર પાછું મળે એટલે રામુને પૂછવામાં આવે છે કે તારી મરજી છે એ શું બોલે !!!તમે કરો એ ખરું પણ હું મારા ભાભી ને મારી પત્ની તરીકે કેવી રીતે સ્વીકારું એના મનમાં અનેક જાતના વિચાર આવે છે કે મારી જિંદગી શું ???મારે ભોગ આપવાનો મારી લાઈફ નો અને એ કમને રાજી થાય છે આ બાજુ સરલાને આ વાતની ખબર પડે ત્યારે એ ઘસીને ના પાડે છે ના મારો દિયર મારા કરતા 2 વર્ષ નાનો છે હજી છોકર રમત છે એણે કોઈ જવાબદારી જ નથી લીધી એને શું આવડે અને હું આર્ને મારા પતિ તરીકે કેવી રીતે સ્વીકારું મારા શુરેશ ની જગ્યા એનો ભાઈ કેવીરીતે લઇ શકે ????અને ના પાડે છે અને અહી એને પુરા મહીને બેબી નો જન્મ થાય છે બેબી બિલકુલ શુરેશ જેવી અને સરલા જાણે એને શુરેશ પાછો મળ્યો હોય તેવો આંનદ થાય છે

અને પોતાની દીકરીને છાતીએ લગાવી કહે આજથી તારો બાપ અને માં પણ હું અને સરલાને ઘરે બા બાપુજી અને રામુ દીકરીને જોવા જાય છે અને બા એને ખોળામાં લઇ ખુબ રડે છે મારો સૂર્યો આવ્યો છે આતો અને સરલાને આજીજી કરે છે રામુ જોડે લગ્ન કરવાની કે બેટા સમજી જા આને બાપ અને તને ભર્યું ભાદરૂ ઘર મળશે

અને બધાની સમજાવટ પછી એ માંની જાય છે અને રામુ અને સરલાના ફુલ હાર થાય છે આ દિયર વતુ બધાને ગમે છે પણ સરલાને આ સ્વીકારવા માં વર્ષો નીકળી જાય છે અને રામુ પણ એવુજ વિચારે છે કે જ્યાં શુધી તમે દિલથી મને
નહિ સ્વીકારો ત્યાં સુધી તમારી અને મારી વચ્ચે મર્યાદા ભંગ નહી થવા દવ અને સરલા પાછી એજ ઘર એજ બધા પણ એકજ દુઃખ કે આ ઘરમાં બે વાર પરણી આવી પણ બને પતિ અલગ અલગ અને દિવસો પસાર થાય છે અને રામુ
નોકરી લાગી જાય છે ઘરની જવાબ દારી ઉપાડી લે છે

એક મસ્તી ખોર અલ્લડ રામુ એક દીકરી નો બાપ બની જાય છે અને એક દિવસ અચાનક સરલા ને તાવ આવે છે અને રામુ તેની પાસેજ રહે છે પોતા મૂકે માથું દબાવે અને એની પાસેજ બેસે છે ડોક્ટર ને બોલાવી લાવી છે અને ડોકટર
કહે છે સારું કર્યું તમે પોતા મુક્યા એટલે તાવ કંટ્રોલ માં રહ્યો કોણ છે આ અને એ બેન તમારા શું થાય????અને ત્યાંજ રામુ કહે છે એ મારા પત્ની છે અને સરલા ત્યાંજ મનમાં નક્કી કરે છે કે આટલો સંયમ રાખનાર પતિ મને બીજો નહી મળે આ રામુ ધારત તો મને ના સ્વીકારત પણ એણે ઘર માટે મારી માટે અને મારી દીકરી માટે ભોગ આપ્યો છે તો મારે પણ કાંઈક વિચારવું જોઈએ અને એ એક દિવસ પોતાનું તન મન બધું રામુ ને અર્પણ કરે છે અને જે પરિસ્થિતિ આવી છે એનો સહર્ષ સ્વીકાર કરે છે ..

આજે રામુને ત્યાં દીકરા નો જન્મ થાય છે પહેલા એક દીકરી તો હતીજ અને હવે દીકરો પણ છે અને બધા ખુશ છે બા બાપુજી આજે બધું ભૂલી બંને બાળકોને મોટા થતા જોવે છે અને મનમાં ભગવાન નો આભાર માને છે આજે રામુની
દીકરી 20 વર્ષ ની અને દીકરો 15 નો છે સરલા ભગવાન જે કરે છે તે સારા માટે એમ વિચારી ભગવાનના નીર્ણય ને સાચો માંની પોતાની આ ફેમીલી માં ખુશ છે.એણે સુરેશ ની યાદોને દિલના કોઈ ખૂણા માં બંધ કરી મૂકી દીધી છે….

લેખક : નયના નરેશ પટેલ..
આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,437 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>