ફક્ત કસરત અને યોગ્ય ડાયટ અપનાવવાથી વજન નહિ ઘટે, સાથે સાથે કરો આ કાર્ય પણ…

જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા.

જો તમે તમારા ડાયેટ પ્લાનને પૂરી રીતે ફોલો કર્યા પછી પણ તમાને વજન ઘટાડવામાં તકલીફ પડી રહી હોય તો સામાન્ય રીતે તમારા ધીમા અને નબળા મેટાબોલિઝમની સમસ્યા હોય તેવું માનવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે મેટાબોલિઝમનો રેટ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. જેનો અર્થ એ થાય છે કે કેટલાકનું મેટાબોલિઝમ બીજા કરતા વધુ ફાસ્ટ હોઈ શકે છે.જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.

મેટાબોલિઝમ ઝડપથી વધવું

તમારા મેટાબોલિઝમની સ્પીડ માટે અનેક પરિબળો કામ કરે છે. જેમ કે તમારુ ડાયેટ, ફિઝિકલ એક્ટિવિટી, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ, બોડી સાઇઝ, ઊંમર, જાતી અને જીન્સ આવી અનેક બાબતો પર મેટાબોલિઝમની સ્પીડ વેરી કરે છે. માટે જ ઊંમર વધવાની સાથે લોકોમાં વજન વધે છે અને તેમના મસલ્સ ઢીલા પડે છે અને ચરબીના થર જામે છે.

શું છે મેટાબોલિઝમ

મેટેબોલિઝમ એટલે કેમિકલ રીકેશન જે તમારા જીવંત કોષમાં થાય છે આ પ્રક્રિયા દરમિયાન કોષ જુરુરી ઉર્જા મેળવે છે. તેના રેટ પર નક્કી થાય છે કે કેટલી કેલરી તમારી બર્ન થશે. જોકે સારી બાબત એ છે કે મેટાબોલિઝમની સ્પીડ વધારવા માટે તમે કેટલીક વસ્તુઓ કરી શકો છો. તમારા દૈનિક જીવનમાં આ તમામ એક્શનને એડ કરવાથી તમારો મેટાબોલિઝમ રેટ ચુસ્ત રહે છે અને તેના કારણે ચરબી અને કેલરી બર્ન થાય છે.

પૂરતા પ્રમાણમાં પ્રોટિન

તમારા શરીરમાં ચરબી નહીં પરંતુ હેલ્ધી વેઇટ મેઇન્ટેન કરવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટિન ખાવું ખૂબ જરુરી છે. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી તમને તરત પેટ ફૂલ થયાનું અનુભવાશે. આ સાથે જ સૌથી મહત્વની વસ્તુ કે પ્રોટિન તમારા શરીરમાં કેલરી બર્ન થવાની પ્રક્રિયાના રેટમાં વધારો કરે છે. વધુ પ્રોટિન યુક્ત ખોરાક મેટાબોલિઝમને વેગ આપે છે, ભૂખને ઘટાડે છે અને વજન ઉતારવામાં મદદરુપ થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો

જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

ખોરાકમાં ફાઇબરયુક્ત ખોરાક પર ધ્યાન આપો

નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, જે ફૂડમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય તે તેમારું મેટાબોલિઝમને વધારે છે. હકીકત એ છે કે બોડી ફાઇબરને પચાવી શકતું નથી. પરંતુ જ્યારે તમે તેને ખાવ છો ત્યારે બોડી પહેલા તેને પચાવવાનો પ્રાયસ કરે છે અને ત્યારબાદ તેને મળવાટે બહાર કઢવાની પ્રોસેસ કરે છે. આ બધામાં બીજા ફૂડ કરતા વધુ એનર્જી વપરાય છે. જેના કારણે તમારા મેટાબોલિઝમમાં વધારો થાય છે. જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

ગ્રીન ટી પણ મદદ કરશે

તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

પ્રોસેસ ફૂડથી દૂર રહો

તમે સાંભળ્યું જ હશે કે વધુ પ્રમાણમાં પ્રોસેસ ફૂડ લેવાથી તમારું મેટાબોલિઝમ ઘટે છે અને તમારી વજન ઉતરવાની પ્રોસેસને પાટા પરથી ઉતારી શકે છે. પ્રોસેસ ફૂડમાં સુગર, સોલ્ટ અને અનહેલ્ધી ફેટનું પ્રમાણ વધુ હોય છે. તેની જગ્યાએ આખું અનાજ, નટ્સ, કઠોળ, દાળ અને પ્રોટિનના સોર્સ હોય તેવી ફૂડ આઈટમને ખોરાકમાં સામેલ કરવી જોઈએ.

દરરોજ શારીરિક એક્ટિવિટી

જેમ કેટલાક ફૂડથી તમારુ મેટાબોલિઝમ વધે છે. તેમ ફિઝિકલ એક્ટિવિટી તમારા મેટાબોલિઝમ રેટને મેઇન્ટેન કરવામાં મદદરુપ થાય છે. તમારી ઊંમર જેમ વધુ તેમ તમારા માટે એક્સર્સાઇઝ મેટાબોલિઝમને મેઇન્ટેન કરવા માટે વધુ જરુરી બની રહેશે. જો તમે હેલ્ધી બોડી ધરાવતા હોવ તો ઓછામાં ઓછું રોજની 150 મિનિટ એરોબિક એક્ટિવિટી કરવી જોઈએ. જેમાં વૉકિંગ, સાઇકલિંગ અને સ્વિમિંગનો સમાવેશ થાય છે.

પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી

ખોરાક અને એક્સર્સાઇઝની જેમ તમારું શરીર ફેટ ફ્રી રહે તે માટે પૂરતી ઊંઘ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પૂરતી ઊંઘ ન લેતા હોવ તો તેની અસર તમારા આરોગ્ય પર દેખાય છે. તમને હ્રદય રોગ, ડાયાબિટિઝ, વજન વધી જવું અને ડીપ્રેશન જેવી અનેક બીમારી થઈ શકે છે. સામાન્ય રીતે એક પુખ્ત વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જોકે કેટલી ઊંઘને પૂરતી કહેવાય તે દરેક વ્યક્તિએ અલગ હોય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ
તો બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,104 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>