દીકરીના નામ પર ભરો આ ફોર્મ, ભણતરથી લઈને લગ્ન સુધી, બધો જ ખર્ચ આપશે સરકાર

સુકન્યા સમૃદ્ધી યોજના – દીકરીઓ માટે ૨૦૧૫ માં શરુ કરવામાં આવેલી સરકાર ની એક એવી યોજના જેનાથી તેમનું ભણતર અને લગ્ન સુધી ના ખર્ચા માટે બચત કરી શકાય છે.

શું છે સુકન્યા સમૃદ્ધી યોજના?

દીકરીઓ માટે સ્મોલ સેવિંગ સ્કીમ અર્થાત નાની બચત યોજના નું નામ છે. તે દીકરીઓ જેમની ઉમર ૧૦ વર્ષ થી ઓછી છે. જો તમારા ઘર માં, તમારી આસ પાસ પણ કોઈ એવી દીકરી છે જેની ઉમર ૧૦ વર્ષ થી ઓછી છે તો તેમનું એકાઉન્ટ ખુલી શકે છે આ યોજના માં.

કેવી રીતે ખુલશે આ એકાઉન્ટ?

તમારે તમારા નજીક ના પોસ્ટ ઓફીસ માં કે સરકારી બેંક માં જવું જોઇશે. પોસ્ટ ઓફીસ કોઈ પણ હોય શકે છે. સરકારી બેંકો ની સિવાય પ્રાઈવેટ બેંકો માં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સીસ બેંક માં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ત્યાં જઈને, ફોર્મ લઈને, ભરી દો. જે ડોક્યુમેન્ટ માંગ્ય હોય તે લગાવો. તમે તમારી દીકરી માટે આ એકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમે તેના ગાર્ડિયન છો, તો પણ તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો. શરત આટલી જ છે કે દીકરી ભારત ની નાગરિક હોવી જોઈએ.

કયા કયા ડોક્યુમેન્ટ જોઇશે ખાતું ખોલાવવા માટે?

ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આવાસ પ્રમાણ પત્ર, દીકરી નું જન્મ પ્રમાણ પત્ર, આ જન્મ પ્રમાણ પત્ર હોસ્પિટલ, ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે મ્યુનિસિપાલ્ટી દ્વારા બનાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધી યોજના માં એકાઉન્ટ માટે જે ફોર્મ આવે છે તે ફોર્મ પણ જોડવાનું રહેશે. એકાઉન્ટ ખુલી ગયા પછી તેની એક પાસબુક પણ મળશે. તેમાં ખાતા ની બધી જાણકારી હશે. તેને સાંભળી ને રાખવી.

કેટલા રૂપિયા જમા કરી શકાય છે એક વર્ષ માં ?

એક વર્ષ માં ૧.૫ લાખ રૂપિયા થી વધારે આ એકાઉન્ટ માં ન નાખી શકાય. તમારી બે દીકરીઓ છે અને બંને ના અલગ અલગ એકાઉન્ટ છે, તો પણ લીમીટ ત્રણ લાખ નહિ થાય, ૧.૫ લાખ જ રહેશે. જો ભૂલથી પણ એવું થઇ ગયું કે તમે એક વર્ષ માં ૧.૫ લાખ થી વધારે પૈસા જમા કરી દીધા, તો જેટલા એક્સ્ટ્રા પૈસા જતા રહ્યા છે તેમને પાછા કાઢી દ=શકાય છે. તેના પર કોઈ વ્યાજ નહિ મળે. તેના માટે તમારે તમારા પોસ્ટ ઓફીસ કે બેંક ના સંબંધિત અધિકારી ની પાસે જઈને એક એપ્લીકેશન આપવી પડશે. પૈસા કેશ, ચેક, ડીમાંડ ડ્રાફ્ટ, ઓનલાઈન ગમે તે રીતે જમા કરી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,313 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>