દીકરી અને વહુમા કેટલો ફેર? આ લેખ વાંચો પછી કોઈ દીકરી જીવનભર નહિ થાય દુઃખી…

આવો જાણીએ દીકરી અને વહુમાં શું અંતર હોય છે? આ લેખ વાંચ્યા બાદ જીવનભર કોઈ પણ દીકરી નહિ થાય દુઃખી.

જન્મ સમયે કોઈ પણ બાળકી કોઈના ઘરની દિકરી હોય છે. જયારે તે મોટી થાય છે ત્યારે તે બીજાના ઘરની વહુ બને છે. અને સાથે સાથે એક કોઈ ની પત્ની પણ બને છે. પછી દીકરા ની વહુ આવે ત્યારે સાસુ બને છે. નણંદ બને છે, ભાભી બને છે. વ્યક્તિત્વ એક જ છે પણ સમય સાથે તેનું સ્વરૂપ બદલાતું જાય છે.

જો દીકરી એ કુળની વંશ હોય, તો વહુ પણ એ કુળનો વંશ જ કહેવાઈ છે.

જો દીકરી સવારે મોડી ઉઠે તો ચાલે અને જો વહું સવારે મોડી ઉઠે તો ન ચાલે આવું કેમ ?

જો દિકરી પેન્ટ પેરે તો ચાલે, કારણ કે તે મોર્ડન જમાનાની છે અને જો વહુ જીન્સ પેરે તો સમાજમાં સારું ના લાગે આવું શું માટે. ?

દીકરીને પરીક્ષા હોય તો વાંચવા દે અને વહુ ને પરીક્ષા હોય તો કામ કરી ને વાચવા નું, આવું કેમ ?

દીકરીનનું જમવા નું બનાવેલું ખરાબ હોય તો ચાલે અને વહુએ જમવા નું ખરાબ બનાવ્યું હોય તો તરત જ કહી દે કે તારી માં એ આટલું પણ નથી શિખડાવ્યું.

જ્યારે દીકરી સાસરે જાય ત્યારે તેની માં તેને રોજ ફોન કરે. પરંતુ વહુ પિયર જાય ત્યારે કેમ ફોને કરતાં નથી.

મહેમાન ઘરે આવે ત્યારે દીકરીને બદલે તેની મમ્મી પાણી આપે તો કોઈ કાય ના પૂછે પરંતુ જ્યારે વહું પાણી ના આપે તો ત્યારે તેને 10 પ્રશ્નો પુછવામાં આવે છે.

દીકરી જ્યારે નોકરી પરથી આવે ત્યારે માં તરત જ બોલે કે બેટા આરામ કર. જમવાનું થાય એટલે તેને બોલવું પરંતુ વહું ને જોબ પરથી આવીને જમવાનું બનાવું પડે છે.

દીકરી કામ કરે તો તેના વખાણ થાય અને વહુ થી એક કામ બાકી રહી ગયું હોય તો તેને મેહણા ટોણાં મારવા માં આવે છે.

દીકરી બીજાને ટાઇમ ના આપે તો કોઈ કાઈ ના બોલે પરંતુ જ્યારે વહુ આવું કરે તો તરત જ કહેશે તુ અમને ટાઈમ આપતી નથી.

દીકરી બીમાર પડે ત્યારે તેને બહુ સરસંભાળ લેવામાં આવે પરંતુ જ્યારે વહું બીમાર પડે ત્યારે તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી.

દીકરી જ્યારે રડે ત્યારે તેના આંસુ ની વેલ્યુ થાય છે પરંતુ વહુ ના આસુની કોઈ કદર પણ કરતું નથી.

દીકરી ઉપર આપણે કોઈ પ્રકારની આશા રાખતા નથી તો વહુ માટે કેમ આટલી બધી આશાઓ રાખીએ છીએ.

દિકરી જ્યારે દુખી થાય ત્યારે માબાપના આંખમાંથી આસુ આવી જાય છે તો વહુ દુખી હોય ત્યારે કેમ આસુ નથી આવતા. એવું કેમ ?

મા દીકરીની ભૂલો નથી શોધી શકતા તો વહુઓની નાની નાની ભૂલના શા માટે ટોણા મારવા જોઈએ.

ઘરમાં આવેલી વહુ ને નિયમો માં ન બાંધો, છોકરીમાં મેચ્યોરિટી તો હોય જ તો તમે કેમ તેને બાંધવા માંગો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,207 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>