દેરાણી અને જેઠાણીનો એક એવો અનોખો સબંધ જે દરેક સ્ત્રી ને ખાસ સમજવો જોઈએ, વાંચો એક અદ્ભુત વાત…

રાધા સીડી ચડીને ઉપર આવી તો જય વિચારોમાં ડૂબેલો બેઠો હતો. રાધા એક આંખે જય ને મનમાં ને મનમાં મલકાતા જોઈ રહી હતી. રાધા એ જય ને ગાલે ટપલી મારીને હસી પડતાં કહ્યું, સવાર ના પહોરમાં ક્યાં ખોવાઈ ગયા, જયભાઈ ? બસ ભાભી એમ જ બેઠો હતો. ક્યાંય ખોવાઈ નથી ગયો જયે જવાબ આપ્યો.

રાધાએ કહ્યું જૂઠું ના બોલો દેરજી મને ખબર છે કે તમારું શરીર અહીં છે પણ મન ક્યાક બીજે છે. હુમ્મ તમારું મન મારી દેરાણી પાસે પહોંચી ગયું છે. બોલો સાચું ને ? આટલાં વરસ થી હું તમને ઓળખું છું દિયરજી ! આ દસ વર્ષમાં હું મારા નાનકડાં દિયરજીના મનના શું છે તે એક એક વાત જાણું છું. બોલો, હું સાચી ને ?આવું સાંભળીને જય મુક્ત મને ખડખડાટ હસી પડ્યો.

જય ની સગાઈ થઈ ગઈ હતી જ્યારે તે દસમા ધોરણમાં હતો અને નાની નણંદ મીરા હજી તો આઠમા ધોરણમાં હતી. રાધા અને વિવેક ના લગ્ન પણ એકવીસ વર્ષે થઈ ગયા હતા. રાધાનાં કુમકુમપગલાં ઘરમાં પડતાજ જાણે રિદ્ધિ-સિદ્ધિના ઘરમાં ઉમટી પડી. બે વર્ષમાં જાણે તો ફર્નિચર, ફ્રીઝ, કલરટીવી પણ આવી ગયા. આડોશી અને સગાંસંબંધી પણ રાધાનાં વખાણ કરતા થાકતા નહોતા. લગ્ન ના ત્રણ વર્ષે પછી રાધા ને એક સુંદર મજાના બાબા ની ભેટ મળી. જેનું નામ યશ રાખું અને પછી પાયલ આવી. ઘર આખું કિલ્લોલ કરતું થઈ ગયું.

વિવેક પણ રાધા થી ઘણો ખુશ હતો. તે કહેતો કે તું આવ્યા પછી તો આ ઘરની રોનક જ ફરી ગઈ છે રાધા. પેલા જ્યોતિષે કહેલું કે તમારો ભાગ્યોદય તમારા લગ્ન પછી જ થશે. સાસુએ કબાટની ચાવી પણ રાધાને આપી દીધી હતી. સગાં સંબંધી માં લગ્નપ્રસંગ હોય તો બધાનાં કપડાં ખરીદવાનો અધિકાર પણ રાધાનો જ. લાડકા દિયરને કઈ કામ કાજ હોય તો તે ભાભીને જ પૂછે એટલે ચાલે. અલબત પોકેટમની પણ ભાભી જ આપે. અને નાની નણંદ મીરા પણ ભાભીને પૂછીને પાણી પીવે. ક્યારેક સાસુ મિરાને વઢે તો રાધા પોતાની લાડકી નણંદની ઢાલ બનીને આડી ઊભી રહી જાય. નેહા કે જે જય ની થવા વાળી પત્ની હતી તે પણ રાધાની જ શોધ હતી. પોતાનાં લાડકડા દિયર જય માટે નેહા યોગ્ય પાત્ર હતી. એમ તો પંદર છોકરીઓ જોઈ પણ રાધાને નેહ ગમી હતી. જય તો તો કહેતો કે ‘ભાભીને જે છોકરી ગમે એ પાક્કી…

જાન્યુઆરી માં જય અને નેહા પરણીય ઊતર્યા. નેહા આવી અને તેને રાધાના હાથમાંથી કામ છોડાવી દીધું અને કહ્યું દીદી, હવે તમારે કશું કામ કરવાનું નથી. બહુ કામ કર્યું, હવે તમારે બા સાથે બેસવાનું અને હરવા ફરવાનું. અને વધેલો સમય મોટાભાઈ સાથે પસાર કરવાનો….શરૂશરૂમાં તો રાધાને બહુ ગમતું. પણ ઘણીવાર તેનું સ્વમાન પણ ઘવાતું. પહેલાં તો જય ઑફિસથી ઘરે આવે ત્યારે રાધાની પાસે બેસીને કહેતો, ભાભી ઑ ભાભી ચા બનાવી આપો ને…ભાભી ભૂખ લાગી છે, જમવાનું આપો ને, ભાભી કપડાંને ઈસ્ત્રી કરી આપો ને, ભાભી પોકેટમની આપોને, ભાભી દબાવી આપો ને માથું દુ:ખે છે.

સમય જતાં મીરાંની સગાઈ નક્કી થઈ. ઘરેણાં અને કપડાં ની ખરીદી કરવાની હતી રાધાને થતું કે કે હમણાં જ બા મને બોલાવીને પૂછશે કે રાધા શું કરશું ? એને બદલે પોતાની જાણ બહાર જ બાએ અને નેહા-મીરાંએ મળીને ખરીદીનું આયોજન કરી તો નાખ્યું અને એક દિવસ લઈ પણ આવ્યા. તે દિવસે સાંજે, નેહા એ બધી ખરીદીની ચીજવસ્તુઓ બતાવવા રાધા ભાભી ને બૂમ પાડી, રાધા આવીને જુવે તો, તમે બધી ખરીદી કરી આવ્યા, મને વાતેય ન કરી ? રાધાએ પૂછ્યું. જવાબમાં મીરાંએ કહ્યું કે રાધા ભાભી, નેહાભાભી સાથે હતા ને એટલે તમને ક્યાં હેરાન કરવા ? જુઓ તો ખરા, નેહાભાભીની પસંદગી કેટલી મસ્ત છે….

રાધાના દિલને ઠેસ પહોંચી. લાગણીને ધક્કો લાગ્યો અને આંખ માથી આસું ટપકી પડ્યા. નેહા તો તેને સાડી બતાવતી હતી. પણ રાધાનું મન તેમાં ક્યાં હતું ? અશ્રુબિંદુ સાડી ઉપર પડ્યા ને નેહા હેબતાઈ ગઈ…અને નેહા ને તેને સાચું કારણ મળી ગયું. નેહા એ ગાંઠ લીધી કે ભાભીને પૂછ્યા વગર એ પાણી નહીં પીવે. રાધા ભારે હૈયે ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ. હજી નેહાનાં, રાધાનાં કપડાંની ખરીદી બાકી હતી અને બંને બાળકોની ખરીદીય પણ બાકી હતી. જમાઈ ની વીટી લેવા માટે સાસુ એ નેહા ને કહ્યું પણ નેહા એ ના પડતાં રાધા નું નામ આપ્યું. નેહા એ કહ્યું કે બા હું ભાભી સાથે જરૂર જઈશ. બીજે દિવસે સવારે રાધા નહાઈ ધોઈ વાળ ઝાટકતી હતી ત્યાં જ, બા તેને બોલાવીને કહ્યું : ‘રાધા બેટા, હજી સુજિતકુમાર માટે એક સૂટનું કાપડ અને વીંટી લાવવાની છે. તમે બેય દેરાણી-જેઠાણીનાં કપડાંય બાકી છે અને છોકરાવનાય કપડાં બાકી છે. તો તમે પોતે જ લઈ આવો. અને એ કામ તમારું છે. અત્યાર સુધી આ બધુ કામ પણ તમે જ કર્યું છે. નેહા નાની છે એને કંઈ ખબર નહીં પડે તો તમે….

‘ના બા. નેહાને બધી ખબર પડે જ છે. હવે તો એ શીખી પણ ગઈ છે. રાધાના ચહેરા પર આછો રોષ ભળ્યો. આ સાંભળી નેહા બોલી ના હો દીદી, આ તો મીરાંબહેનનાં કપડાં લેવાનાં હતાં એટલે જ ગઈ. બાકી આપણું કામ નહીં. પ્લીઝ ભાભી, પ્લીઝ તમે ના આવો તો મારા સોગંદ છે. તમારે આવવું જ પડશે.’ એમ કહી નેહા રાધાની કોટે વળગીને ગદગદ થઈ જતા લાડથી કહ્યું ત્યારે રાધાએ પ્રેમથી સફરજન જેવા લાલ ગાલ ઉપર ચૂંટી ખણતાં કહ્યું : ‘મારી નાની અને ગાંડી દેરાણી તોફાન છોડ, હવે તું નાની નથી. કાલે સવારે તો એક બાળક ની મા બની જઈશ. રાધા એ કહ્યું, ઠીક ચલ, તારી હઠ છે તો હું આવીશ, બસ ?

‘થેંક્યૂ રાધા ભાભી. માય સ્વીટ દીદી. માય લોવલી ભાભી કહેતાં નેહા રાધાના ઉરમાં પોતાનું માથું છુપાવી દીધું અને રાધાનો હૂંફાળો હાથ નેહલની પીઠ પર ફરતો રહ્યો. બંને વચ્ચે ચાલુ થઈ રહેલો નાનો તિરાડ નો રસ્તો લાગણી થી બંધાઈ ગયો અને ફરીથી નવપલ્લિત થઈ મહોરી ઊઠ્યો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,151 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>