દરરોજની રસોઈમા વપરાતી એક એવી ઔષધિ જેના સેવનથી થશે અનેક રોગોનો નિકાલ, ફાયદા જાણી ડોક્ટર પણ છે હેરાન…

મિત્રો જો તમે રસોઈ સાથે જોડાયેલા હોય તો તમને ખબર હશે કે રસોઈઘરમાં કામ આવતા મસાલા, શાકભાજી, ડ્રાયફ્રુટ, ફળ નું પોતાનું અલગજ મહત્વ હોય છે. જેનાથી ખોરાગ માં તો સ્વાદ આવેજ છે પણ સાથે સાથે આપના શરીર ના અમુક રોગો પણ દૂર કરે છે. મિત્રો તો આજે આપણે એક એવાજ ઘરેલુ ઔષધિ ની વાત કરવાની છે જેનું નામ છે મીઠો લીમડો. મીઠા લીમડાના પાંદડામાં ઘણા બધા ઔષધિય ગુણ જોવા મળે છે. જેનો સૌથી સારો ઉપાઈ વાળને કાળા કરવામાં થાઈ છે.

મીઠા લીમડાને કઢી લીમડો પણ કહેવાના આવે છે કેમકે તેનો ઉપયોગ કઢી બનાવવામાં થાઈ છે. આ કઢી લીમડો હિમાલયી ક્ષેત્રોને છોડીને આખા ભારતમાં આસાનીથી મળી આવે છે. લીમડામાં રહેલા ગુણોને કારણે એને દરેક શાકમાં નાખી શકાય છે. મીઠા લીમડાના પાનમાં વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે. આ પાંદડાંઓમાં એસેન્સિઅલ ઓઇલ્સ હોય છે.

વાળ માટે આ ઔષધિ રામબાણ ઈલાજ થી કામ નથી. મીઠા લીમડાના પાંદડાઓને પીસીને લેપ બને તેને વાળ માં ઉપયોગ કરવાથી વાળોની જડો મજબૂત થાઈ છે. તેના સેવન થી તમારા વાળ કાળા, લાંબા અને ઘના થશે. ખાસ કરીને લીમડામાં વિટામિન બી1, બી3, બી9, સી, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. જેથી તે વાળ કાળા કરવામાં મદદ રૂપ સાબિત થાઈ છે.

ચાલો જાણીયે આ મીઠા લીમડા બીજા આંઠ ચમત્કારિક ફાયદા.

1. બ્લડ પ્રેસર કંટ્રોલ

જો કોઈ લોકોને high blood પ્રેસર નો પ્રોબ્લેમ હો તો તેને દરરોજ 5-6 પાંદડા સવારે ચાવીને ખાવાથી blood પ્રસર નિયંત્રણમાં રહે છે.

2.એન્ટીઓક્સિડેન્ટ

આ પાંદડાઓ પ્રાકૃતિક એન્ટીઓક્સિડેન્ટ જેવું કામ કરે છ જો તેને સાંજના સમયે ચાવવામાં આવે તો શરીરમાં વિશિષ્ટ પ્રકારની સ્ફૂર્તિ નો સંચાર થાય છે.

3. અતિસારમાં

મીઠા લીમડાના તાજા પાન અતિસારમાં ઘણો લાભદાયક છે.

4. આંખના રોગમાં

મીઠા લીમડાના પાન ને સૂકવીને તેનું સુરણ બનાવી લો અને બાદમાં રોજ પાણી સાથે ગ્રહણ કરવાથી આખ ને લગતા બધા રોગ  માં  મદદ રૂપ સાબિત થાઈ છે.

5. ખરજવામાં

મીઠા લીમડાના બી નું તેલ જંતુનાશક હોય છે, માટે જો તેનો ઉપયોગ ખરજવા માટે કરવામાં આવે તો તે અત્યંત લાભદાયક રહે છે.

6. પાચન ક્રિયા માં

સૌથી પહેલા મીઠા લીમડાને પાણીમાં ઉકાળો અને એમાં એક લીંબુ નીચવિને થોડી ખાંડ નાખો. તમારી ચા બનાવી એક અઠવાડિયા સુધી પીઓ. આના સેવન થી પાચન તંત્ર સ્વસ્થ રહેશે.

7. ચહેરાની ચમક માટે

મીઠા લીમડા થી ચહેરાની રોનક વધે છે. તેને વાટીને ફેસ પેકના બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાઈ છે. જેનાથી ચહેરાની સમસ્યા જેવી કે રુક્ષ ચામડી, ફાઈન લાઈનને દૂર કરે છે.

8. ખીલ

ખીલ દૂર કરવા માટે સૌપ્રથમ લીમડાને પાણીથી બરાબર સાફ કરો અને બાદમાં એને મિક્ષર ગ્રાઈન્ડરમાં દળી નાખો. હવે બનેલા પેસ્ટમાં થોડું લીંબુ નીચવો. આ પેસ્ટ નો ઉપયોગ ચહેરા પર ખીલ વળી જગ્યા પર કરો. 10-12 મિનિટ રાખો અને બાદમાં હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ પ્રક્રિયાને થોડા દિવસો સુધી કરો, ખીલ ધીમે ધીમે ઓછા થશે..

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,340 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>