દરરોજ કરો હનુમાનજીના આ મંત્રોનો જાપ, તેમની કૃપાથી જીવન ના દરેક સંકટ થશે દૂર

મિત્રો આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ભગવાન હનુમાન પર વિશ્વાસ ન રાખતો હોય. રામ ભક્ત હનુમાન એક એવા દેવતા છે કે જેઓ થોડી ભક્તિ કરવા છતાં તરત પ્રસન્ન થઈ જતા હોય છે. હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરીને તેને દુઃખ દૂર કરી દે છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજીના અમુક મંત્રોના જાપ કરવાથી તે તુરંત પ્રસન્ન થતા હોય છે. જે વ્યક્તિ ઉપર દુશ્મનો સંકટ હોય તે વ્યક્તિએ હનુમાનજીના આ મંત્રોના જાપ કરવા જોઈએ જેનાથી સંકટ દૂર થઈ જાય છે.

મિત્રો આપણે શું જાણીએ છીએ કે હનુમાન જયંતિ ની ઉજવણી શુક્લ પક્ષની પુનમનાં રોજ કરવામાં આવે છે. આ વર્ષે ૧૯ એપ્રિલે હનુમાન જયંતી હતી. હનુમાન જયંતીના દિવસે અમે જણાવેલા મંત્રના જાપ કરવાથી હનુમાનજી નું સાક્ષાત સુરક્ષાકવચ વ્યક્તિને મળે છે. જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી હનુમાનજીના આ મંત્ર જાપ કરે છે તેનામાં કોઈ બુરી શક્તિ પ્રવેશી શકતી નથી. સાક્ષાત હનુમાનજી ના આશીર્વાદથી ભૂત, પ્રેત અને નકારાત્મક શક્તિઓ વ્યક્તિથી દૂર રહે છે. જો તમે પણ હનુમાનજીના આ મંત્રોનો જાપ કરશો ટો તમે પણ કોઈ જાદુ, ટોણાં કે બૂરી નજરની કોઈ અસર તમને લાગુ નહી પડે.

તો આવો જાણીએ હનુમાનજીના આ મંત્રો વિશે

મંત્ર – ૐ શ્રી હનુમંતે નમ
મિત્રો જે ભક્ત સાચા હૃદયથી અને મનથી ભગવાન હનુમાન ની રુદ્રાક્ષ ની એક માળા દ્વારા ભગવાન હનુમાન ના આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજી નું સુરક્ષાકવચ બની જાય છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ એક કરતા વધારે વખત કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા
દરેક ભક્તોએ હનુમાનજીના આ મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવી પડેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. તમને આમંત્રણ નું રિઝલ્ટ 24 દિવસમાં દેખાવા લાગશે. તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો આવશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!
ઘણી વખત વ્યક્તિને એવું લાગતું હોય છે કે તેના ઉપર ટૂંક સમયમાં કોઈ મુસીબત આવવાની છે. તો આ મંત્ર જાપ કરવાથી તને ઘણો બધો ફાયદો થશે. આ મંત્રના જાપ દ્વારા ખુદ હનુમાનજી તમારા દુશ્મનથી તમારું રક્ષણ કરશે. આ ઉપરાંત તમારે દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને હનુમાનજી ઉભા રહેશે.

મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે
જે વ્યક્તિના મનમાં વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો આવા લોકોએ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા રોજ કરવી જોઈએ. આમ કરવાથી તમારી પ્રબળ ઈચ્છા પૂરી થાય છે.

મિત્રો હનુમાનજીના ઉપરોક્ત મંત્રના ફાયદો મેળવવા માટે તમારે નિયમોનુસાર વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આ માટે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરીને બેસીને દીવો કરવાનો રહેશે. ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવાની રહેશે. પૂજા કરતી વખતે હનુમાનજીનું નામ લઈને તેની સાથે સાથે ભગવાન શ્રી રામ નું પણ સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. આટલું કર્યા પછી તમારે આ મંત્રનો જાપ શરૂ કરવાનો રહેશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,291 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>