દરેક વ્યક્તિને મૃત્યના ૯ માસ પહેલા જ મળે છે મૃત્યુ ના સંકેત,આવી રીતે ઓળખી શકાય છે આવનાર મૃત્યુને…

આ તો એક સનાતન સત્ય જ છે કે જે જીવ અહિયાં આ ધરતી ઉપર આવ્યો છે તેનું મૃત્યુ નક્કી જ છે. પછી તે દેવ હોય કે દાનવ કે પછી મનુષ્ય કોઇપણ આ કાળ નો ભોગ બન્યા સિવાય રહી શકતું નથી. જે વ્યક્તિ આ દુનિયા મા જન્મ લે છે એણે એક દિવસ આ સંસાર ને ત્યાગી જવાનું જ છે.આ એક અલગ વાત છે કે ઘણા લોકો પોતાનું ચિર આયુષ્ય ભોગવી આ સંસાર છોડે છે.

જેમ આ મૃત્યુ નુ સત્ય છે તેમ આ પણ સનાતન સત્ય છે કે કોઇપણ વ્યક્તિ પોતાની મૃત્યુ ના રહસ્ય ને જાણી શક્યું નથી તેમજ કોઇપણ આ મૃત્યુ ક્યારે આવશે એ પણ જાણતું નથી. પરંતુ જયારે વ્યક્તિ ની મૃત્યુ નો સમય નજીક આવે છે ત્યારે તેને ઘણા ખાસ સુચન જરૂર થી મળવા લાગે છે. આમ તો મૃત્યુ નું નામ સાંભળતા જ રુંવાડા ઉભા થઇ જાય છે પણ દરેકે એક દિવસ આ સંસાર છોડી ને જવાનું જ છે. તો ચાલો હવે વાત કરીએ મૃત્યુ પેહલા મળતા સંકેત વિષે વિસ્તારથી કે જે મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને મળે છે.

૧. જયારે કોઇપણ વ્યક્તિ નો મૃત્યુ નો સમય નજીક આવે છે તો તેને દરેક વસ્તુઓ બે ભાગ મા ટૂટતી દેખાય છે. આ સિવાય તેને આકાશ મા પિંડ પણ બે ભાગો મા ટૂટતા દેખાય છે. જયારે વાસ્તવિકતા મા આ તેનો ભ્રમ કહી શકાય છે.

૨. અરીસા મા જોતા સમયે પોતાનો ચહેરો ન દેખાય અથવા તો કોઈ બીજા વ્યક્તિ નુ પ્રતિબિંબ દેખાય તો સમજી જવું કે તમારો અંતિમ સમય નજીક આવી ગયો છે.

૩. કોઈપણ વ્યક્તિ ની મૃત્યુ નો સમય નજીક આવતા તેને એવો અનુભવ થાય છે કે તેના પૂર્વજો તેની સાથે છે અને તેને એવો અનુભવ થતો હોય કે એ એકલો નથી.

૪. દરેક વ્યક્તિ માટે તેનો પડછાયો બહુ જ મહત્વ ધરાવે છે કેમકે વ્યક્તિનો પડછાયો તેનો સાથ ક્યારેય નથી છોડતો. પરંતુ જયારે પડછાયો દેખાતો બંધ થઈ જાય તો સમજી જવું કે તમારો અંતિમ સમય નજીક આવી ગયો છે.

૫. જયારે નાક ના બન્ને ભાગ બરાબર કામ કરવા લાગે તો સમજી જવું કે મૃત્યુ નો સમય નજીક આવી ગયો છે. કેમકે સામાન્ય રીતે શ્વાસ દરમિયાન શ્વાસ લેતા નાક નો એક ભાગ ઝડપ થી અને બીજો ભાગ થોડો ધીરે કાર્ય કરે છે. આ સિવાય નાક ની આગળ ની ડાંડી વળતી દેખાય છે.

૬. આ સિવાય જયારે તમને તમારા શરીર માંથી જુદી વાસ આવવા લાગે કે જેનો અનુભવ પેહલા ક્યારેય નો થયો હોય તો સમજી જવું કે તમારી મૃત્યુ નો સમય આવી ગયો છે. કેમકે આ પ્રકાર ની શરીર માંથી આવતી વાસ ને ખરાબ સંકેત માનવામાં આવે છે તેમજ આ જુદી વાસ ને મૃત્યુ ની ગંધ ના નામ થી ઓળખવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,343 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>