દરેક સ્વામી મંદિરમા મળતા “મગજ ના લાડુ” તો બધાને ભાવે જ છે, તો હવે મંદિર જેવા જ સ્વાદિષ્ટ લાડુ બનવો ઘરે…

તો ચાલો આજે વાત કરવી છે મગજ ના લાડુ કે જે મોટેભાગે બધાં જ સ્વામીનારાયણ મંદિર મા મળતા હોય છે અને તે પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે તેમજ તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ દરેક જગ્યાએ બનતા લાડુ નું બનાવવા ની રીત મુજબ ઘણી જગ્યાએ લીસી લાડુડી હોય તો ઘણી જગ્યાએ દાણાદાર મગજ.

તો ચાલો જાણીએ આ મગજ બનાવવા માટે ની રીત સવ થી પેહલા ચણા નો કરકરો લોટ ૧૫૦ ગ્રામ, બુરું,ખાંડ,ઘી,દૂધ અને એલચી નો ભુક્કો. સવપ્રથમ અહિયાં દોઢ ચમચી દૂધ મા એક ચમચી ઘી ભેળવી તેને વીસ સેકન્ડ માટે ગરમ કરી લેવું. હવે આને ચણા ના લોટ મા ભેળવી દેવું. ત્યારબાદ આ લોટ ને ચાળી લેવો અને ધી નાખી તેને ધીમા તાપે શેકવો. લોટ શેકતા ઉતાવળ ના કરશો અને જયારે આ લોટ નો કલર લાલાસ પકડી લે ત્યાં સુધી શેકવાનો.

આ રીતે શેકાય ગયા બાદ ગેસ ને બંધ કરી દેવો અને હજુ તેને આવી જ રીતે બે મિનીટ સુધી હલાવતા રહેવું. હવે તેમાં એલચી નો ભુક્કો ભેળવવો અને પાછુ સતત બે મિનીટ સુધી હલાવવું. હવે એક મોટા વાસણ મા આ મિશ્રણ ને કાઢી લેવું અને ઠંડુ થવા દેવું. ઠંડુ થયા બાદ તેમાં ખાંડ ભેળવવી. ખાંડ સાવ બારીક દળેલી હોવી જોઈએ તેમજ સ્વાદ અનુસાર ઉમેરી શકો છો.

આ રીતે એક કલાક રાખ્યા બાદ આ તૈયાર મિશ્રણ માંથી લાડુડી વળી જાશે. અહિયાં સાવ નાના-નાના લાડુ બનાવવા અને જો આ મિશ્રણ બનાવતા ગરમ લાગે તો ખાંડ ન ઉમેરવી નહીતર લાડુ સારા નહિ વળે. હવે આ તમારી મગજ ની લાડુડી તૈયાર છે પેહલા ભોગ ધરો અને પછી ચાવ થી ચાખો ઘરે બનાવેલ લાડું,એકદમ સ્વામી મંદિર જેવા જ હશે આ લાડું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,258 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>