દરેક દિકરીએ સમજવી જોઈએ આ ભૂલ, જીવન ખુશ-ખુશાલ બની જશે…

અહિયાં વાત થાય છે એવી દીકરીઓ ની કે જે પિતાના હ્રદય નો અમુલ્ય ટુકડો હોય છે. તો વાત શરુ થાય છે એક જાણીતા શહેરની ગીચોગીચ ભરેલી ઝૂપડપટ્ટી થી અને આ ઝૂપડપટ્ટી મા સિમેન્ટ ના પતરાવાળા મકાન જેવી ઓરડીઓ. દુર થી જોતા આ મકાનો મધપૂડાની માખીઓની જેમ લાગતા હતા. નગરપાલિકા તરફ થી મળતી જીવન જરૂરિયાત ની અમુક સુવિધાઓ જ અહીં હતી છતાં પણ શહેર ની ૩૦ ટકા વસ્તી અહીં રહેતી હતી.

આ વસ્તી વચારે એક દીકરી કે જેણે પોતાના પરિવાર નો વિરોધ કરી પોતાના પ્રેમી એવા પતિ સાથે લગ્ન કરી અહિયાં રહેતી હતી. વાસ્તવિકતા થી અજાણ આ દીકરી એમ સમજતી હતી કે તેનો પરિવાર તેના પ્રેમ ને ક્યારેય નહિ સમજી શકે. તેથી ખુબ જ રૂપારો દેખાતા પોતાના પ્રેમી સાથે તે મોંઘી ગાડી પર પિતા નો માળો છોડી કાયમ માટે ઉડી ગઈ હતી.

નવું-નવું લગ્ન જીવન અને પ્રેમી એવા પતિ સાથે એવા વચનો આપી કે એક બીજા ના સથવારે જીવન ગાળી લઈશું. આવી કસમો ખાનારી દીકરી ની સામે જયારે સમાજ ની સાચી અને દયનીય પરિસ્થિતિઓ તેમજ સમાજ નુ સત્ય બહાર આવે છે ત્યારે માત્ર ને માત્ર પસ્તાવા સિવાય દીકરી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી બચતો.

જયારે પિતા પાસે હતી અને ત્યાં રસોડા મા માટી ના ઘડા નુ પાણી પીવું આવી જીદ પકડતી ત્યારે એવા ઉનાળા મા ભરબપોરે બન્ને ભાઈઓ શહેર મા ઘડો ખરીદવા નીકળી જતા આજે એક દીકરી ને પોતા માટે પીવાનું પાણી ભરવા ભરબપોરે નગરપાલિકા ના ટેન્કર ની રાહ જોવી પડે છે. જયારે પાણી ની રાહ જોતા આ પ્રસંગ યાદ આવ્યો તો તે તેના આંખો ને વહાવતા સાગર ને સમેટી નો શકી અને આ દરિયો તેના ગાલ ને સ્પર્શી રહયો હતો.

આ જોતા જ તેની માં ની ઉંમર ની સ્ત્રીઓ જે આ સમાજ ને સારીરીતે સમજે છે આવીને આ રડતી દીકરીને પૂછ્યું કે બેટા ક્યાં વિચાર મા ખોવાઈ ગઈ કેમ સાવ ગુમસુમ બેઠી છે શું કંઈ તકલીફ છે જો હોય તો કહી દે હું પણ માં સમાન છું ને આટલા શબ્દો મા જયારે માં શબ્દ આવ્યો એટલે તે દીકરી પેલી આવેલ સ્ત્રી ના ખોળા મા માથું મુકીને રડવા લાગી.

થોડીવાર પછી શાંત થઈ ને બોલી કે કાકી મારા થી બહુ મોટી ભૂલ થઈ ગયી છે અને આટલું બોલતા જ તેનું ગળું સિવાય ગયું. ત્યારે પડોશ મા રેહતી સ્ત્રી એ પીવા માટે પાણી આપ્યું કેમકે તેને ખબર હતી કે આજની કુમળી કન્યાઓ કોઈ પણ લાગણીને ઓતપ્રોત થઇ જાય છે પરંતુ લાગણીઓને પચાવી શકવાની તાકાત તેમના મા નથી હોતી.

ત્યારબાદ તે બોલી કે કાકી હવે પ્રેમ શબ્દ નો અર્થ તેને સમજાય ગયો. આજે અમારા લગ્ન ને ઘણો સમય થઇ ગયો છે અને સાચું સુખ તેને કરેલા પરિવાર સાથે વિશ્વાસઘાતે સમજાવી દીધો છે. તેને પોતાનું ઘર છોડવાનો પસ્તાવો થતો હતો. તે પાડોશી મહિલા આ બધું કાઈ પણ બોલ્યા વગર સંભાળતી હતી કેમકે તે પણ એક દીકરી ની મા હતી. તેને એમ થયું કે દીકરી ના બોલવાથી તેનું હ્રદય હળવું થશે.

દિકરી આગળ બોલી એક દિવસ હતો કે જયારે તેને શરદી થાય તો પણ આખો પરીવાર આખી રાત જાગે અને આજે તેને બે દિવસ થી તાવ આવે છે તો પણ કોઈ પૂછતું નથી અને તેને તાવ હોવા છતાં પણ પાણી માટે વલખવું પડે છે. જયારે તે સો રૂપિયા માંગતી તો એક હજાર મળતા, આજે સો માંગે તો પચાસ પણ નથી મળતા. આજે તેને તેના પરિવાર ની બહુજ યાદ આવતી હતી. તેને તેના પિતા અને માં પાસે જવાની વાત કરી.

તેને યાદ આવતું હતું કે તેના પપ્પા રોજ તેના માટે કંઈ ને કંઈ લાવતા અને તેને પસ્તાવો થતો હતો કે તેને તેના પપ્પા સાથે વિશ્વાસઘાત કર્યો. તેમની ૨૦ વર્ષની જે ઉછેરી તેના બદલે તેણે તેમની બાકી રહેલ જીંદગી ને નરક સમાન બનાવી દિધી. તેના પપ્પા રોજ માથે હાથ મૂકી તેના માથા મા વ્હાલ કરીને કહેતા “તુ તો મારો કલેજા નો ટુકડો છે.” પરંતુ તેને તેમને બદનામી સિવાય બીજું કંઈ ના આપ્યું.

તેને તેના માં ના શબ્દો યાદ આવતા હતા કે મારે મારી લાડકી ના ધામધુમ થી લગ્ન કરવા છે. તેને કરિયાવર મા બધુજ દેવું છે જેથી તેની સાસુ તેને કોઈ મેણું ના મારી જાય પરંતુ આજે તો તેને જ તેમને પૂરી દુનિયા ના મેંણા ખાતા કરી દીધા.તેની મમ્મીએ તો તેના લગ્નની માટે કરીયાવર અને દાગીના પણ ખરીદી લીધા હતા. તેના ભાઇ અને પિતાએ તો તેના માટે મુરતિયા પણ જોયા હતા અને બધા તેના લગ્ન ના સપના જોતા હતા પરંતુ તેને તો માત્ર છ મહિના ના પ્રેમ જ દેખાતો હતો.

પડોશી મહિલા ત્યારે બોલી કે બેટા હવે અફસોસ ના કર જે થવાનુ હતું તે થઇ ગયું પરંતુ એક વાત જણાવ કે તે આ છોકરા ને પસંદ કેમ કર્યો. ત્યારે આ દિકરી બોલી કે તેને ફસાવામાં આવી તેની જ બહેનપણી દ્વારા જે રોજ નવા-નવા કપડા,નવી ગાડીઓમાં ફરતી અને એક દિવસ તે તેને પણ સાથે ફરવા લઈ ગઈ અને તેને આ બધું ગમવા લાગ્યું. તેનો જ પુરુષ મિત્ર તેને ગમવા લાગ્યો અને તેવો એક બીજા ના પ્રેમ મા પડી ગયા.

તેણે મને લગ્ન માટે પૂછ્યું અને ના પડતા કીધું કે તે આત્મહત્યા કરશે ત્યારે તે નાદાન હતી અને તેની જાળ મા ફસાઈ ગઇ ને એક દિવસ તેમને કોર્ટ મા જઈ મેરેજ કરી નાખ્યા અને છ માસ બાદ ઘર છોડીને ભાગી ગયા અને અત્યારે તે અહિયાં છે.પાડોશી મહિલા એ તેના પપ્પા નો ફોન નંબર માંગ્યો તો દિકરી બોલી કે કાકી તેના પપ્પાને તેણે ઘણું દુઃખ આપ્યુ છે અને હવે તેના પપ્પા તેને ભુલી ગયા હશે.

તે મહિલાએ કીધું કે માં-બાપ ક્યારે ઉછેરીને મોટા કરેલા બાળકો ને ભુલતા નથી. આ સાથે દીકરીએ મહિલા ને નંબર આપ્યો અને થોડા સમય મા તેના પપ્પા અને ભાઇ આવી પોહચ્યા. આ જોઈ દીકરી રડતી-રડતી દોડીને પિતાને ભેટી ગયી અને પોતાનું માથું પપ્પા ના ખભે મુકી રડી પડી. તે જ સમયે પોતાની દિકરીને લઇ પિતા પોતાના ઘેર આવી જાય છે અને તેની દિકરીના સુખ માટે શું કરવું તેના માટે કામે લાગી જાય છે.

લિ.એક દિકરી વાંચો અને બીજાને પણ વાંચવો..

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,454 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>