ભારત નો આયુર્વેદ જગ વિખ્યાત છે તેમજ રાજીવ દિક્ષિત ના જણાવ્યા પ્રમાણે આયુર્વેદ જીવન માટે અતિ ગુણકારી છે તેમજ મોટા ભાગની બીમારીઓ ની દવા આમાંથી મળી આવે છે. એમના જણાવ્યા પ્રમાણે જ આજે વાત કરવી છે ચુના ની કે જેનાથી ઘણી બધી બીમારિયો માં રાહત મળે છે. તો ચાલો જાણીએ ચુના ના ગુણ વિશે ની મહત્વ ની બાબતો.
૧) નિયમિત પણે સાવ થોડી માત્રા જેમ કે ઘઉં ના કણ જેટલું દહી, દાળ કે ગરમ પાણી મા ભેળવીને પીવડાવવા માં આવે તો બાળક ની લંબાઈ વધે છે.
૨) કમળા ના રોગીઓ માટે અડધો ગ્લાસ શેરડીના રસ મા ઘઉંના દાણા જેટલો ચૂનો ભેળવીને પીવાથી રાહત થાય છે.
૩) મગજ શક્તિ ઓછી તેમજ મંદબુદ્ધિ બાળક ને નિયમિત એક વરસ સુધી ઘઉં ના કણ જેટલો ચૂનો દહી, દાળ કે ગરમ પાણી મા ભેળવીને આપવાથી મગજ શક્તિ સચેત થાય છે.
૪) જે સ્ત્રીઓ માસિકધર્મ માં રેહતી હોય પણ જયારે વધારે ઉમર ની લીધે માસિક ચક્ર બંધ થાય ત્યારે જે તકલીફો થાય તેમાં પણ ચુના નો ઉપયોગ ગુણકારી સબીત થાય છે. માસિક ની અનિયમિતા ને ચુના નિયમિત કરે છે.
૫) ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ નિયમિત ઘઉં ના દાણા જેટલો ચૂનો લાભદાયી છે જે ગર્ભપાત અટકાવે છે તેમજ બાળક બુદ્ધિશાળી અને સ્વસ્થ જન્મે છે.
૬) ચુના થી વિર્ય મા શુક્રાણુ ની ઓછી સંખ્યા માં વધારો થાય છે અને નપુસંકતા જાય છે.
૭) સ્ત્રીઓ માં અંડબીજ ના બનતું હોય તો તે માટે પણ ચુના નુ સેવન ગુણકારી સાબિત થાય છે.
૮) દાંત થી લગતી તમામ બીમારીઓ તેમજ મોઢાં માં પડેલ ચાંદા માં ચૂનો રામબાણ ઈલાજ મનાય છે.
૯) ભાંગેલા હાડકા, કમર ની તકલીફ, સાંધા નો દુખાવામાં અને પગ ના પંજા ના દુખાવામાં પણ ચુના ના સેવન થી રાહત થાય છે.
૧૦) સ્પોન્ડિલાઈટિસ જેવાં ભયંકર રોગ તેમજ મણકા માં થતા ગેપ ને ચુના થી રાહત થાય છે.
૧૧) સવારે ભૂખ્યા પેટે શેરડી, સંતરાના રસ કે દાડમ ના રસ મા ઘઉ ના દાણા જેટલો ચૂનો ભેળવીને પીવાથી લોહી ની ઉણપ માં ઘટાડો થાય છે.