દર વર્ષે જમા કરાવો માત્ર ૨૫૦ રૂપિયા અને ૨૧ વર્ષ બાદ મળશે અઢળક રૂપિયા, જાણો આ સરકારી યોજના વિષે…

ભારત સરકારે દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે જેથી કરીને તને ઘર નો બોજ ના સમજવા માં આવે અને તેની સારી પરવરીસ તેમજ સારું શિક્ષણ આપવામાં આવે. થોડા વર્ષો પૂર્વ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ સ્ત્રીઓ માટે એક યોજના ચાલુ કરી હતી કે જેમાં બેંક માં ખાતું ખોલાવી ને દર મહિને અમુક રાશિ જમા કરાવવા પર નિશ્ચિત સમયે મોટી રકમ આપવા માં આવે છે.

તો આ પહેલ બાદ હમણા કેન્દ્ર સરકારે દીકરીઓ ની ભલાઈ માટે બીજી હજુ એક પહેલ કરી છે જેમાં આ વખતે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના ની શરૂઆત કરી છે. જો કે આ યોજના ૨૦૧૬ થી ચાલતી આવે છે પણ કેન્દ્ર સરકારે તેને વધુ સહેલું બનાવી દીધો છે તેમાં હવે હજાર રૂપિયા ની જગ્યાએ માત્ર ૫૦૦ રૂપિયા જ જમા કરાવવા પડશે. સરકાર ના આ પ્રયત્ન થી વધારે લોકો આ યોજના નો લાભ ઉઠાવી શકશે તો ચાલો જાણીએ આ યોજના ના વિશે.

વધુ દર પર મળે છે વ્યાજ

એક અહેવાલ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા માં વ્યાજ દર નું બીજા લઘુ બચત યોજનાઓ અને પી પી એસ ની જેમ દર ત્રણ માસે સંશોધિત કરવામાં આવે છે. આ વખતે જુલાઇ થી લઇને સપ્ટેમ્બર સુધી ત્રણ માસ માટે વ્યાજ વ્યાજદર ૮.૧ ટકા રાખવા માં આવ્યું છે. અરુણ જેટલી ના બજેટ માં તેમણે દર્શાવ્યું હતું કે ૨૦૧૫ શરુ કરેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ૨૦૧૭ સુધી આખા દેશ મા દરેક નાની દીકરી ના નામ પર ૧.૨૬ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેનાથી આશરે ૧૯,૮૧૩ કરોડ રૂપિયા કુલ જમાં થયેલા હતા.

ખાતું ખોલાવવાં માટે શું કરવું

આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબ દીકરી જયારે ૧૦ વર્ષ થી ઓછી ઉંમર ની હોય તો તેના માં-બાપ કાનૂની રીતે તેના નામે ખાતું ખોલાવી શકે છે. આ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા તો બેંક ની શાખા માં જઇને સરળતા થી ખોલવામાં આવે છે તેમજ આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકાર નો ટેક્સ નથી લાગતો. નવા નિયમો મુજબ માત્ર ૨૫૦ રૂપિયા જમા કરાવી ને એક વર્ષ મા દોઢ લાખ મેળવી શકો છો અને જો આ ખાતુ ૨૧ વર્ષ સુધી ચાલું રાખવામાં આવે તો તેમાં ના ધારેલી કિંમત ભેગી કરી શકાય છે.

ક્યા-ક્યા દસ્તાવેજો ની જરૂર પડશે

આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે નીચે જણાવેલા તમામ દસ્તાવેજો ની જરૂર પડે છે. આ બધા દસ્તાવેજો થી તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસ ની શાખા માં પોતાનું ખાતું ખોલાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ ફોર્મ

દીકરી નુ જન્મ નું પ્રમાણપત્ર

દીકરી ના માતા-પિતા નું ઓળખપત્ર જેવું કે પાનકાર્ડ,રેશનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે.

દીકરી ના માતા-પિતા ના રહેણાંકનો પુરાવો

આ યોજના ના ફાયદાઓ

જો જુનું ખાતું હશે તો તેમાં વ્યાજદર ઓછું હોવાથી ઓછી રાશી મળે છે. પણ જ્યારે ૨૦૧૮ ની યોજના મુજબ ખાતું ખોલાવવા થી વ્યાજ નુ દર ૮.૧ ટકા હોવાથી ૨૧ વર્ષ બાદ આ રાશી કાઢવામાં આવે તો આશરે આ રાશિ ૫,૨૭,૦૩૬ રૂપિયા ની નજીક હશે. ૨૧ વર્ષ બાદ જે દીકરી ને નામે ખાતું ખોલવામાં આવ્યું હશે તેને જ આ રકમ પરત આપવામાં આવશે. આ યોજના ગામડા મા રેહતા ઘણા પરિવારો માટે લાભદાયી છે કે જેમની આવક ઓછી હોવાથી માત્ર ૨૫૦ રૂપિયા રોકી ઘણી મોટી રકમ મેળવી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,516 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>