દર મહીને ફક્ત આ એક આયુર્વેદીક પેસ્ટ લગાવવાથી વર્ષો સુધી વાળ રહેશે કાળા અને થઈ જશે એકદમ ભરાવદાર

મિત્રો , વિશ્વ નો કોઈપણ વ્યક્તિ એવો ના હોય કે જેને તેના વાળ ધોળા થતા સારા લાગે. હાલ , અકાળે વાળ ધોળા થઈ જવા ની સમસ્યા ખૂબ જ ફેલાયેલી છે. જો એકવખત ધોળા વાળ થવા માંડે તો તે ફરી કાળા થઈ શકતા નથી. માટે આપણે આપણા વાળ ની યોગ્ય સાર-સંભાળ લેવી આવશ્યક છે. જો તમે વાળ ની યોગ્ય સાર-સંભાળ રાખો તો તમે વાળ નુ પ્રાકૃતિક સૌંદર્ય અને મજબૂતાઈ લાવી શકો.

જો તમારુ જીવન ભાગદોડ ભરેલુ હોય અથવા વાળ ની યોગ્ય સાર-સંભાળ ના લેવાતી હોય અથવા પ્રદૂષણ ના લીધે પણ તમારા વાળ અકાળે ધોળા થવા માંડે છે. ઘણા લોકો આ ધોળા વાળ થવા ની સમસ્યા ને દૂર કરવા માટે વાળ ને ડાઈ અને કલર કરાવે છે. પરંતુ , તે કઈ આ સમસ્યા માટે નુ યોગ્ય સોલ્યુશન નથી. હાલ , તમને આ લેખ મા અમુક એવા ઘરગથ્થુ નૂસ્ખા વિશે જણાવીશુ જે તમારા વાળ ને કાળા રાખવા મા સહાયરૂપ બનશે.

હાલ લોકો મા આધુનિક જીવનશૈલી ના લીધે યુવાવસ્થા મા જ વાળ ધોળા થવા ની સમસ્યા ઉદ્દભવે છે. આ ધોળા વાળ ની સમસ્યા ને દૂર કરવા માટે લોકો કેમિકલયુક્ત કલર નો યુઝ કરે છે અને તેના યુઝ થી વાળ બમણી ગતિએ ધોળા થવા માંડે છે. તો તમે કહેશો કે આ સમસ્યા મા થી મુક્તિ મેળવવા માટે કરવુ તો શુ કરવુ ? હાલ અમે તમને અમુક એવા પ્રાકૃતિક નૂસ્ખાઓ વિશે જણાવીશ જેના ઉપયોગ થી તમારા વાળ લાંબા સમયગાળા સુધી કાળા રહેશે.

આ નૂસ્ખો તૈયાર કરવા માટે નીચે મુજબ ની સામગ્રીઓ ની આવશ્યકતા પડશે.

સામગ્રી :
મહેંદી પાવડર – ૪ ચમચી , કાળી ચા – ૨ ચમચી , લીંબુ નો રસ – ૧ ચમચી , આંબળા નો પાવડર – ૧ કપ.

વિધિ :

સૌપ્રથમ મહેંદી પાવડર મા યોગ્ય માત્રા મા પાણી ઉમેરી તેમને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ અન્ય દિવસે આ મિશ્રણ મા ઉકાળેલી ચા ની ભૂક્કી ઠંડી થયા બાદ ઉમેરવી. ત્યારબાદ તેમા લીંબુ નો રસ અને આંબળા નો પાવડર ઉમેરી આ મિશ્રણ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરવુ. ત્યારબાદ આ તૈયાર થયેલી પેસ્ટ ને તમારા માથા પર બ્રશ ની સહાયતા વડે લગાવવી.

આ પેસ્ટ ને એવી રીતે લગાવવી કે જેથી તે વાળ ના જડમૂળ સૂધી પહોચે. આ પેસ્ટ તમારા વાળ મા લગાવ્યા બાદ તેને ૧ કલાક ના સમયગાળા સુધી સુકવવા દો. ત્યારબાદ કોઈપણ પ્રકાર ના શેમ્પુ નો યુઝ કર્યા વિના સ્વચ્છ અને તાજા પાણી થી તેને ધોઈ નાખવા.

આ પેસ્ટ કોઈ પ્રકાર ની હેર ડાઈ તો નથી. પરંતુ ,તમારા વાળ પર અસર હેર ડાઈ જેવી જ કરે છે. આ ઉપરાંત આ મિશ્રણ ની એક વિશેષતા એ પણ છે કે તેના થી કોઈપણ પ્રકાર ની આડઅસરો થતી નથી. જો તમે આ આયુર્વેદીક હેર ડાઈ મહીના મા એક વખત માથા પર લગાવશો તો તમારા વાળ કાળા , ઘટ્ટ અને આકર્ષક બનશે.

Comments

comments


3,530 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6