દાંતની પીળાશને દુર કરો માત્ર ૫ મિનિટમા, તમારા ટૂથપેસ્ટમા ઉમેરો ફક્ત આ બે વસ્તુઓ

દાંત ની પીળાશ મોટેભાગે બધા ની એક સામાન્ય સમસ્યા છે. ઘણા વ્યક્તિઓ ના દાંત તો મજબુત હોય પરંતુ તેમના પીળા દાંત થી તે લોકો અચકાતા હોય છે અને આમ પણ ચેહરા ની સુંદરતા મા પીળા દાંત એક દાગ સમાન લાગે છે. તો આજે આર્ટીકલ મારફતે વાત કરવી છે એક એવી પદ્ધતિ ની કે જેનાથી પીળા દાંત ચમકશે ચાંદી ની જેમ. તો ચાલો વાત કરીએ આ વિશે.

ડૉ. ગીતાંજલિ શર્મા જે એક આયુર્વેદિક ડૉક્ટર તેમજ તેમને લંડન થી પી. એચડી. ની પદવી મેળવી છે તેમને એક એવા ઘરગથ્થું ઉપચાર વિશે વાત કરી કે જેના ઉપયોગ કરવાથી દાંત ની પીળાશ માત્ર પાંચ મિનીટ કરતા પણ ઓછા સમય મા દૂર કરી શકાય છે. તેમજ આ ઘરગથ્થું ઉપચાર હોવાથી તેની કોઈ આડઅસર પણ જોવા મળતી નથી. આ સાથે તેમને જણાવ્યું કે આ નુસખા ને તમે જાતે ઘરે જ તૈયાર કરી શકો છો.

આ પ્રકાર ના પેસ્ટ કે જેનાથી દાંત ની પીળાશ દુર થશે બનાવવા માટે ઉપયોગ કરો આ ત્રણ વસ્તુઓ

ચણા ના દાણા જેટલી ઘર મા વપરાતી કોઈપણ ટૂથપેસ્ટ, માત્ર એક ચપટી કરતા થોડો વધુ બેકિંગ સોડા અથવા ખાવા મા વપરાતો સોડા, અને એક ચમચી લીંબુ નો રસ

આ પેસ્ટ બનાવવા ની પ્રક્રીયા

એક નાની વાટકી મા ચણા ના દાણા જેટલી ટૂથપેસ્ટ લઇ લો. ત્યારબાદ તેમાં એક થી બે ચમચી લીંબુ નો રસ કાઢી ભેળવી લેવો અને ત્યારબાદ તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલું બેકિંગ સોડા ઉમેરો. હવે આ ત્રણેય વસ્તુઓ ની સારી રીતે ભેળવી લો. જયારે તમે તેને ભેળવતા હશો ત્યારે તેમાં ફીણ દેખાવા લાગશે અટેલે કે તમારી પેસ્ટ બની ને તૈયાર છે.

આ મુજબ ઉપયોગ કરો

હવે આ પેસ્ટ ને દાંત ની પીળાશ દુર કરવા માટે આંગળીનો ઉપયોગ કર્યા વગર ટૂથબ્રશ નો ઉપયોગ કરી તેમાં આ પેસ્ટ ને લઇ દાંત ઉપર હળવા હાથે મસાજ કરો. દાંત ની પીળાશ તેમજ ગંદકી દુર થતી જશે. ત્યારબાદ સાફ પાણી થી કોગડા કરો અને તમને તાત્કાલિક એજ સમયે તમારા દાંત મા ફેરફાર જોવા મળશે. દાંત ની પીળાશ પેહલા કરતા ઓછી થતી લાગશે. આ રીતે અઠવાડિયા મા માત્ર બે વાર આ રીત નો ઉપયોગ કરવાથી થોડા સમય માં જ દાંત ની પીળાશ સાવ દુર થઇ ને તમારા દાંત મોતી જેવા ચમકદાર થતા જણાશે.

Comments

comments


4,911 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 2 =