જમવામાં દહીં નો હોય તો જમવાની શું મજા. લોકો નિયમિત રૂપે ભોજન માં દહીનું સેવન કરતા હોય છે.દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે કેમકે તેનાથી શરીર માં શક્તિ નો સંચાર થાય છે તેમજ શરીર ને ઠંડક આપવાની સાથે તેમાં રહેલ તત્વો પર્યાપ્ત માત્રા માં હોવાથી તે શરીર ને લાભ આપે છે. દહીને ભોજન માં ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.
દહીંમાં સારી માત્રા માં મિનરલ્સ, વિટામીન, કેલ્શિયમ તેમજ સારા બેક્ટેરિયા નું પ્રમાણ વધારે હોય છે અને તેથી જ તે શરીરના સ્વાથ્ય માટે પણ ફાયદારૂપ હોય છે. આમ જોવા જઈએ તો ખાલી દહી આરોગવાથી ફાયદો તો થાય જ છે, પણ જો તેમાં આ નીચે જણાવેલ વસ્તુઓ ઉમેરીને ખાવા માં આવે તો તેના ફાયદા માં ચાર ચાંદ લાગી જશે. તો ચાલો આજે અમે તમને થોડી એવી વસ્તુઓ ની જાણકારી આપીએ કે જે દહીંમાં ભેળવીને ખાવાથી ફાયદો બે ગણા થઈ જાય છે.
આ વસ્તુ ભેળવવાથી થાય છે બમણો ફાયદો :
૧. દહીં માં ભેળવો શેકેલું જીરું :
પાચનક્રિયા ને સરસ રાખવા તેમજ જો ભૂખ નો લગતી હોય તો ભય મુક્ત થઇ જાવ કેમકે દહીં માં કાળા નમક સહિત શેકેલું જીરું નાખીને ખાવાથી ભૂખ માં વધારો થાય છે.
૨. દહીં અને મધ નુ મિશ્રણ :
જો મોઢાં માં ચાંદા હોય તો દહીં અને મધ ને એક સાથે ભેળવીને ખાવાથી ચાંદા મટે છે તેમજ આ એક એન્ટીબાયોટીક ને રીતે કામ કરવાના લીધે શરીર માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
૩. દહીં માં ઉમેરો કાળા મરી :
જો જડાપણું હવે ત્રાસ લાગે છે અને તમે તમારા શરીર ને હવે પાતળું કરવા ઈચ્છો છો તો દહીં સાથે કાળા મરી નો ભુક્કો અને કાળું નમક ઉમેરીને આરોગો. આવું કરવાથી થોડાક સમયમાં શરીર માં રેહલ અનુપયોગી ચરબી ઓગળશે અને શરીર પાતળું પડશે.
૪. દહીં અને સુકા મેવા :
જો શરીર સાવ નિર્બળ હોય તો ખાંડ સાથે દહીંમાં સુકા મેવા ઉમેરીને ખાવાથી શરીરની નબળાઈ દુર થાય છે તેમજ આનું સેવન નિયમિત કરવાથી થોડા સમય માં જ સ્વાસ્થ્ય સુધરતું અને મજબુત થતું જણાય છે.
૫. દહીં-અજમા નુ સેવન :
મસા અને હરસ જેવી દર્દનાક તકલીફો ના કાયમી છુટકારા માટે દહીં સાથે અજમો ભેળવીને ખાવાથી ટુંક સમય માં રાહત થાય છે.