શું ક્રિકેટના આવા કેટલાક વિચિત્ર નિયમો વિશે તમને ખબર હતી?
ક્રિકેટ તો તમે દરરોજ જોતા હશો… પણ એના આવા કેટલાક નિયમો જાણો છો જે તમે ચોંકાવી જ દેશે.
એક વાર જરૂર વાંચજો.
૧. જો કોઈ પણ ફિલ્ડર, એમ્પાયરની પરવાનગી લીધા વગર ગ્રાઉન્ડની બહાર જાય તો સામે વાળી ટીમના ૫ રન વધી જાય.
૨. જો બોલ ગ્લવ્સ ઉપર અડે અને એ સમયે ગ્લવ્સ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક ન હોય તો તેણે નોટ આઉટ આપવામાં આવે. શ્રીલંકાના હેરાથ સાથે આવી ઘટના તાજેતરમાં જ બની ચૂકી હતી.૩. ક્રિકેટના કોઈ પણ પ્રકારના ફોરમેટમાં સ્ક્વેર લેગની ઉપર ૨થી વધારે ફિલ્ડર કદીય ન ઊભા રાખવામાં આવે. કારણ કે આવું કરવાથી બધા બોલર ફક્ત બાઉન્સર બોલ જ નાખે જે બેટ્સમેન માટે જોખમ ભર્યું સાબિત થઈ શકે છે.
૪. જો બેટ્સમેન પીચના ડેન્જર એરિયામાં ૨ વાર દોડે તો સામે વાળી ટીમના સ્કોરમાં ૫ રન ઉમેરાઈ જાય છે. રવીન્દ્ર જાડેજા એ આવી ભૂલ ન્યુ ઝીલેન્ડ સામેની ટેસ્ટમાં કરી હતી.
૫. જો ખેલ દરમિયાન બોલ, જમીન ઉપર પડેલા કોઈ પણ ગ્લવ્સ અથવા હેલ્મેટ અથવા એવી કોઈ પણ વસ્તુને અડે, તો બેટિંગવાળી ટીમને ૫ રન વધારાના મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭માં ધોનીના ગ્લવ્સને બોલ અડવાથી ૫ રન સામેવાળી ટીમમાં ઉમેરાયા હતા.
૬. ફિલ્ડીંગ દરમિયાન ગ્લવ્સ પહેરવાનો અધિકાર ફક્ત વિકેટકીપર જોડે જ છે. બીજો કોઈ પણ ફિલ્ડર ગ્લવ્સ પહેરે તો જે તે ટીમએ ૫ રનની પેનલ્ટી ભોગવવી પડે છે.
૭. એક વાર બેટ્સમેનને આઉટ જાહેર કર્યો પછી, ફિલ્ડીંગ ટીમનો કેપ્ટન એમ્પાયરની પરવાનગી લઈ એ અપીલ પછી લઈ શકે છે અને બેટ્સમેનને પાછો બોલાવી શકે છે. ધોનીએ ઈયાન બેલને રન આઉટ પછી પાછો બોલાવ્યો હતો.
જો તમને આવો કોઈ નિયમ ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો હોં….