Cooking Tips! વાંચો રસોઈ બનાવવાના સરળ ઉપાયો

cooking-tips_big

જયારે કુકિંગ ટીપ્સ ની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે. કેમકે તે ટીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે.

*  ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટાં અને મીઠું નાખી બાફવા મુકો. આ બફાઈ એટલે મિક્સરમાં પીસી તેનું જ્યુસ બનાવી લો. હવે આ જ્યુસને આઈસ ટ્રે માં નાખી તે જામી જાય એટલે જ્યુસથી બનેલ આઈસ ટુકડાને કોઈ પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખી મુકો. હવે આ જ્યુસનો ઉપયોગ તમારે જલ્દીથી સૂપ બનાવવું હોય ત્યારે કરી શકો છો.

*  બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઇ જાય છે. આના માટે એક સ્વચ્છ કપડામાં લોટને નાખી લપેટી લો. હવે આં લોટને કુકરમાં નાખી બે સીટી વગાડવી. આમ કરવાથી લોટ વાસી નહિ એકદમ સ્વચ્છ અને ફ્રેશ થઇ જશે. આ લોટની તમે ગમે ત્યારે રોટલી બનાવી શકો છો.

*  કોઈપણ વાનગી બનાવતા સમયે તે જયારે બનતી હોય ત્યારે ખટાશ વાળી વસ્તુઓ ન નાખવી. આને પહેલા નાખવાથી ભોજન ને કુક થવામાં વધારે સમય લાગશે. તેથી જયારે એમ લાગે કે ભોજન કુક થવા આવ્યું છે ત્યારે જ ખટાશ યુક્ત સામગ્રી તેમાં એડ કરવી.

*  પકોડા કે સમોસાને મુલાયમ બનાવવા માટે તેનું જે બટાટા વાળું મિશ્રણ હોય તેમાં ૨ ચમચી જેટલું ગરમ તેલ નાખી બાદમાં તળવું. આમ કરવાથી પકોડા/સમોસા સોફ્ટ બનશે.

*  જો ભોજન બનાવતી વખતે તે બળી જાય તો તેમાં ૨ ચમચી જેટલું દહીં નાખવું. આનાથી ખાતા સમયે બળેલો કડવો સ્વાદ તમને નહિ આવે.

*  તમારા રસોઈડામાં હંમેશા ૫ થી ૭ બાફેલા બટાટા રાખો. આનાથી તમે જયારે ઈચ્છો ત્યારે બટાટા વાળી હલકી-ફૂલકી વાનગી બનાવી શકો છો.

*  ઘણીવાર ઉતાવળને ઉતાવળમાં વ્યંજન બનાવતી વખતે તેલ, માખણ કે ઘી વધારે પડી જાય છે. તેથી આનાથી બચવા આજનું આધુનિક નોનસ્ટીક પૈન નો ઉપયોગ કરવો. નોનસ્ટીકમાં આ વસ્તુનો વપરાશ ઓછો થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,710 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>