ચુરમા ના લાડુ – ગણપતિ બાપા ઘરે આવવાના છે તો આ લાડુનો પ્રસાદ જરૂર ધરજો, થશે દરેક મનોકામના પૂર્ણ…

તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય , પણ જ્યાં સુધી આપણી પારંપરિક મીઠાઈ અને વાનગીઓ ન બને , એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય. મને આ મોડર્ન જમાના માં પણ પારંપરિક મીઠાઈઓ વધુ ભાવે.
એવી જ એક મનપસંદ મીઠાઈ છે ચુરમા ના લાડુ.

ઘઉં નો લોટ , ઘી અને ગોળ માંથી બનતી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ કેલરી બહુ હોવાથી ક્યારેક ખાઈ શકાય. .

સામગ્રી ::

• 3 વાડકા ઘઉં નો લોટ,
• 1/2 વાડકો રવો,
• 6 થી 7 ચમચી પીગળેલું ઘી,
• તળવા માટે ઘી,
• 1.25 વાડકો સમારેલો ગોળ,
• 1 ચમચી ઈલાયચી ભૂકો,
• 1/2 ચમચી જાયફળ ભૂકો,
• 1/2 વાડકો અધકચરો બદામ ભૂકો,
• ખસખસ , સજાવટ માટે,

રીત ::

મોટી થાળી માં ઘઉં નો લોટ, રવો અને પીગળેલું ઘી લો. હાથ થી સરસ મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ કઠણ લોટ બાંધો.

20170821_181508_wm

લોટ ના એકસરખા ભાગ કરો અને ફોટો માં બતાવ્યા મુજબ આકાર આપો. .. જાડી કડાય માં ઘી ગરમ કરો. અને એકદમ ધીમા તાપે તળો.

20170821_182811_wm

કડાય માં એકસાથે બહુ તળવા નહીં. અને સાઈડ બદલતી રહેવી જેથી બધી બાજુ એકસરખું તળાય. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો.

20170821_192912_wm

તળાય જાય ત્યારબાદ થોડા ઠંડા કરી અધકચરા હાથ થી ભૂકો કરી , મિક્સર માં એકસરખું ક્રશ કરી લો.. હવે આ એકસરખા ભુકા ને સાઈડ પર રાખી દો. એમાં ઈલાયચી પાવડર , જાયફળ નો ભૂકો અને અધકચરો બદામ ભૂકો ઉમેરો.

20170821_212552_wm

નોન સ્ટીક કડાય માં 3 મોટી ચમચી ઘી ગરમ કરો. એમાં સમારેલો ગોળ અને 1 મોટી ચમચી પાણી ઉમેરો. સરસ રીતે મિક્સ કરો અને એકદમ ધીમી આંચ પર 3 થી 4 મિનિટ માટે શેકો અને સતત હલાવતા રહેવું.

20170821_212450_wm

20170821_212849_wm

હવે આ ઓગળેલા ગોળ ને ચુરમા , ઈલાયચી ભૂકો અને બદામ ભુકા સાથે મિક્સ કરો. ચમચા થી મિક્સ કરવું. થોડી વાર ઠરવા દો.

20170821_213035_wm

હાથ માં થોડા ઘી ના ટીપા લઈ મિશ્રણ માંથી નાના નાના લાડુ વાળો. લાડુ ને ખસખસ માં રગદોળો . તૈયાર છે આપણા ચુરમા ના લાડુ .

img-20170821-wa0050_wm_wm (1)

આશા છે પસંદ આવશે.

નોંધ::
• ચુરમા લાડુ માટે ની રીત અઘરી તો નથી પણ હા બહુ ધીરજ રાખવી.
• આ લાડુ ના પરફેક્ટ texture માટે ઘઉં નો કરકરો લોટ વાપરવો. જો ના હોય તો થોડો રવો ઉમેરી દેવો.
• તળતી વખતે એકદમ સ્લો ગેસ જ રાખવો. વાળેલા લોટ ને બહાર થી બ્રાઉન થાય ત્યાં સુધી તળવું, ઉતાવળ ન કરવી .
• લાડુ વાળતી વખતે જો મિશ્રણ ખૂબ કોરું લાગે તો 1 થી 2 મોટી ચમચી દૂધ નાખી શકાય.
• ગોળ ના બદલે આપ ખાંડ નો ભૂકો અથવા 50:50, ગોળ : ખાંડ વાપરી શકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,354 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>