ઘઉંના લોટમાંથી બનતા ચીઝી સમોસા ખાસ તમારી માટે, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો જોઇને…

ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવેલ આ સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને મિનિટો માં બની જાય એવા સરળ છે. બાળકો તો શું મોટા પણ હોંશે હોંશે ખાશે આ સ્વાદિષ્ટ સમોસા .
 
નોંધ ::
• હેલ્થ ને ધ્યાન માં રાખી મેં ઘઉં નો લોટ વાપર્યો છે. આપ ચાહો તો મેંદો અથવા બનેં મિક્સ કરી શકો.
• મેં અહીં સ્ટફિંગ માં અમુલ નું પ્રોસેસ્ડ ચીઝ વાપર્યું છે. આપ ચાહો તો મોઝરેલા ચીઝ અથવા બંને મિક્સ કરી ને અથવા પનીર સાથે પણ ઉમેરી શકો.
• મેં અહીં એકદમ સરળ અને ફટાફટ બનતું સ્ટફિંગ વાપર્યું છે , આપ આપની ઈચ્છા મુજબ બનાવી શકો.
 
રીત ::
 
લોટ માટે
 
• 3 વાડકા ઘઉં નો લોટ,
• 2 ચમચી રવો,
• 1/4 ચમચી અજમો,
• મીઠું,
• 5 થી 6 ચમચી તેલ,
 
સ્ટફિંગ માટે
 
• ખમણેલું ચીઝ,
• થોડી બારીક સમારેલી કોથમીર,
• ઓરેગાનો,
• ચીલીફલેક્સ,
• ચાટ મસાલો,
• મીઠું (જો જરૂર લાગે તો),
 
રીત ::
_20180711_163919_wm
સૌ પ્રથમ આપણે લોટ તૈયાર કરીયે . મોટી થાળી કે બાઉલ માં લોટ , રવો , મીઠું અને તેલ લો. સરસ રીતે મિક્સ કરો . થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને થોડો કઠણ કણક તૈયાર કરો. ઢાંકી ને 10 થી 15 મીનિટ સાઈડ પર રાખી દો.
_20180711_164635_wm
હવે તૈયાર કરીએ સ્ટફિંગ. બાઉલ માં ચીઝ ખમણી લો. હવે એમાં કોથમીર , ઓરેગાનો , ચીલીફલેક્સ , ચાટ મસાલો ઉમેરો. ઓરેગાનો ઉમેરતી વખતે હંમેશા હાથ થી મસળી ને ઉમેરવો, સ્વાદ વધુ સારો આવે.
_20180711_183741_wm
 
હવે બનાવિએ સમોસા. લોટ માંથી નાનું લુવું લો અને મોટી પુરી વણો. આ પુરી બહુ જાડી કે બહુ પાતળી ના હોવી જોઈએ. હવે વચ્ચે થી 2 ભાગ કરી દો.
_20180711_185855_wm
 
બંને ખુણા ભેગા કરી દો. અને સરસ કોન જેવો શેપ તૈયાર કરો. 1 ચમચી જેટલું ચીઝ નું મિશ્રણ ભરો . હવે બધી બાજુ બરાબર બંધ કરી દો. જો પ્રોપર સીલ નહિ કરો તો તળતી વખતે બધું સ્ટફિંગ બહાર આવી જશે.
_20180711_184535_wm
 _20180711_190546_wm
આ સમોસા ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આંચ બહુ ફૂલ ન રાખવી નહીં તો સમોસા અંદર થી કાચા અને પોચા રહી જશે.
_20180711_190637_wm
 
ગરમ ગરમ પીરસો. સાથે કોથમીર ની ચટણી કે ટામેટા નો સોસ પીરસી શકાય.
_20180711_194046_wm
 
આશા છે પસંદ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,602 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>