ઘઉંના લોટમાંથી બનતા ચીઝી સમોસા ખાસ તમારી માટે, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો જોઇને…

ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવેલ આ સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને મિનિટો માં બની જાય એવા સરળ છે. બાળકો તો શું મોટા પણ હોંશે હોંશે ખાશે આ સ્વાદિષ્ટ સમોસા .
 
નોંધ ::
• હેલ્થ ને ધ્યાન માં રાખી મેં ઘઉં નો લોટ વાપર્યો છે. આપ ચાહો તો મેંદો અથવા બનેં મિક્સ કરી શકો.  મેં અહીં સ્ટફિંગ માં અમુલ નું પ્રોસેસ્ડ ચીઝ વાપર્યું છે. આપ ચાહો તો મોઝરેલા ચીઝ અથવા બંને મિક્સ કરી ને અથવા પનીર સાથે પણ ઉમેરી શકો.  મેં અહીં એકદમ સરળ અને ફટાફટ બનતું સ્ટફિંગ વાપર્યું છે , આપ આપની ઈચ્છા મુજબ બનાવી શકો.
 
  • રીત ::
 
  • લોટ માટે
 
  • • 3 વાડકા ઘઉં નો લોટ,
  • • 2 ચમચી રવો,
  • • 1/4 ચમચી અજમો,
  • • મીઠું,
  • • 5 થી 6 ચમચી તેલ,
 
સ્ટફિંગ માટે
 
  • • ખમણેલું ચીઝ,
  • • થોડી બારીક સમારેલી કોથમીર,
  • • ઓરેગાનો,
  • • ચીલીફલેક્સ,
  • • ચાટ મસાલો,
  • • મીઠું (જો જરૂર લાગે તો),
 
રીત ::
_20180711_163919_wm
સૌ પ્રથમ આપણે લોટ તૈયાર કરીયે . મોટી થાળી કે બાઉલ માં લોટ , રવો , મીઠું અને તેલ લો. સરસ રીતે મિક્સ કરો . થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને થોડો કઠણ કણક તૈયાર કરો. ઢાંકી ને 10 થી 15 મીનિટ સાઈડ પર રાખી દો.
_20180711_164635_wm
હવે તૈયાર કરીએ સ્ટફિંગ. બાઉલ માં ચીઝ ખમણી લો. હવે એમાં કોથમીર , ઓરેગાનો , ચીલીફલેક્સ , ચાટ મસાલો ઉમેરો. ઓરેગાનો ઉમેરતી વખતે હંમેશા હાથ થી મસળી ને ઉમેરવો, સ્વાદ વધુ સારો આવે.
_20180711_183741_wm
 
હવે બનાવિએ સમોસા. લોટ માંથી નાનું લુવું લો અને મોટી પુરી વણો. આ પુરી બહુ જાડી કે બહુ પાતળી ના હોવી જોઈએ. હવે વચ્ચે થી 2 ભાગ કરી દો.
_20180711_185855_wm
 
બંને ખુણા ભેગા કરી દો. અને સરસ કોન જેવો શેપ તૈયાર કરો. 1 ચમચી જેટલું ચીઝ નું મિશ્રણ ભરો . 
_20180711_184535_wm
હવે બધી બાજુ બરાબર બંધ કરી દો. જો પ્રોપર સીલ નહિ કરો તો તળતી વખતે બધું સ્ટફિંગ બહાર આવી જશે.
 _20180711_190546_wm
આ સમોસા ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આંચ બહુ ફૂલ ન રાખવી નહીં તો સમોસા અંદર થી કાચા અને પોચા રહી જશે.
_20180711_190637_wm
 
ગરમ ગરમ પીરસો. સાથે કોથમીર ની ચટણી કે ટામેટા નો સોસ પીરસી શકાય.
_20180711_194046_wm
 
આશા છે પસંદ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,229 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>