નોંધ ::
- લોટ માટે
- • 3 વાડકા ઘઉં નો લોટ
- • 2 ચમચી રવો
- • 1/4 ચમચી અજમો
- • મીઠું
- • 5 થી 6 ચમચી તેલ
- સ્ટફિંગ માટે
- • ખમણેલું ચીઝ
- • થોડી બારીક સમારેલી કોથમીર
- • ઓરેગાનો
- • ચીલીફલેક્સ
- • ચાટ મસાલો
- • મીઠું (જો જરૂર લાગે તો)
- રીત ::
સૌ પ્રથમ આપણે લોટ તૈયાર કરીયે . મોટી થાળી કે બાઉલ માં લોટ , રવો , મીઠું અને તેલ લો. સરસ રીતે મિક્સ કરો . થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને થોડો કઠણ કણક તૈયાર કરો. ઢાંકી ને 10 થી 15 મીનિટ સાઈડ પર રાખી દો.
હવે તૈયાર કરીએ સ્ટફિંગ. બાઉલ માં ચીઝ ખમણી લો. હવે એમાં કોથમીર , ઓરેગાનો , ચીલીફલેક્સ , ચાટ મસાલો ઉમેરો. ઓરેગાનો ઉમેરતી વખતે હંમેશા હાથ થી મસળી ને ઉમેરવો, સ્વાદ વધુ સારો આવે.
હવે બનાવિએ સમોસા. લોટ માંથી નાનું લુવું લો અને મોટી પુરી વણો. આ પુરી બહુ જાડી કે બહુ પાતળી ના હોવી જોઈએ. હવે વચ્ચે થી 2 ભાગ કરી દો.
બંને ખુણા ભેગા કરી દો. અને સરસ કોન જેવો શેપ તૈયાર કરો. 1 ચમચી જેટલું ચીઝ નું મિશ્રણ ભરો . હવે બધી બાજુ બરાબર બંધ કરી દો. જો પ્રોપર સીલ નહિ કરો તો તળતી વખતે બધું સ્ટફિંગ બહાર આવી જશે.આ સમોસા ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આંચ બહુ ફૂલ ન રાખવી નહીં તો સમોસા અંદર થી કાચા અને પોચા રહી જશે.
ગરમ ગરમ પીરસો. સાથે કોથમીર ની ચટણી કે ટામેટા નો સોસ પીરસી શકાય.
આશા છે પસંદ આવશે. -
રસોઈની રાણી : રૂચી શાહમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
