૩ ટીસ્પૂન બટર, ૧/૨ ટીસ્પૂન મેંદાનો લોટ, ૧/૨ કપ ગરમ દૂધ, ૩/૪ કપ બાફેલ કોર્નના દાણા,
૧/૩ ટીસ્પૂન ખમણેલું ચીઝ, ૧/૪ કપ બારીક સમારેલ કોથમીર,
૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું,
૧ કપ મેંદાનો લોટ,૩/૪ કપ પાણી, ૨ કપ બ્રેડ ક્રમ્બ્સ.
રીત: એક પેનમાં બટર અને મેંદાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં ગરમ દૂધ નાખી એકદમ ઝડપથી હલાવવું જેથી સોસ ઘાટો (એક ગોળો બનશે) થઇ જાય. હવે ગેસ બંધ કરીને સોસને એક પ્લેટમાં નાખવો.
હવે આ સોસમાં કોર્નના દાણા (બાફેલ, ક્રશ કરેલ), ખમણેલું ચીઝ, બારીક સમારેલ કોથમીર, સમારેલ લીલા મરચાં અને સ્વાદાનુસાર મીઠું નાખી સોસ એકદમ ઠંડો થવા દેવો. પછી આને મિક્સ કરીને નાના નાના બોલ્સ બનાવવા.
ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ અને પાણી નાખી મીડીયમ મિશ્રણ બનાવવું. પછી આ મિશ્રણમાં ચીઝના બોલ્સ બોળવા અને પછી બ્રેડ ક્રમ્બ્સ વાળા કરવા. હવે આ બોલ્સને ધીમા તાપે તળવા અને લાઈટ બ્રાઉન કલરના થવા દેવા. ત્યારબાદ આને ગરમાગરમ સોસ સાથે સર્વ કરવા.