ચીઝ ગારલીક ટોસ્ટ – બાળકો જ્યારે ગારલીક બ્રેડ ખાવાની જિદ્દ કરે તો ફટાફટ બની શકે એવી રેસિપી છે, નોંધી લો….

ચીઝ તો આજે નાના હોઈ કે મોટા ગમે ત્યારે બધા ને ખાવા માં ખૂબ જ પસંદ આવે છે સાચી વાત ને? તો ચાલો આજે બધા ની મનપસંદ રેસિપી બનાવીએ.

ચીઝમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજ ચીઝના સેવનથી હાડકા મજબૂત બને છે. સાથે જ સાંધાના દુખાવા અને દાંતને લગતા રોગો પણ ઓછા થાય છે. બાળકો જ્યારે ગારલીક બ્રેડ ખાવાનું કયે અને આપણે ટાઈમ ના હોઈ તો આ રેડી બ્રેડ માંથી ટોસ્ટ બનાવી દેવા.

સામગ્રી : 

4 થી 5 ટી સ્પૂન પ્રોસેસ ચીઝ
3 થી 4 નંગ વાઇટ બ્રેડ
1 ચમચી લીલું અથવા સૂકું લસણ ઝીણું સમારેલ
2 થી 3 ચમચી બટર
1 ચમચી કોથમીર

બનાવાની રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં બટર,ચીઝ, સમારેલ લસણ અને કોથમીર ઉમેરી બધું મિક્સ કરો.

હવે બ્રેડ ની સ્લાઇસ પર લગાડી નોનસ્ટિક તવા પર ઢાંકી ને શેકી લો.ચીઝ મેલ્ટ થઈ જશે

મનગમતા શેપ માં કટ કરી ગરમા ગરમ.સર્વ કરો.

આ રેસીપી ખાલી 5 સામગ્રી થી બને છે અને એક દમ ટેસ્ટી લાગે છે

નોંધઃ આમાં તમે ઓરેગાનો અને ચિલ્લી ફ્લેક્સ પણ ઉમેરી શકો. આપના મનગમતા વેજિટેબલ પણ બોઇલ પણ ઉમેરી શકો . બાળકો ને લંચ બોક્સ માં.પણ આપી શકાય. તો બનાવો આ હેલ્ધી નાસ્તો

એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસિપી તમે તમારા ઘરે જરૂર બનાવજો અને કેવો ટેસ્ટ લાગ્યો એ કૉમેન્ટ દ્વારા જરૂર શેર કરજો.

શરીરમાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો ચીઝનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જિમ જતા લોકો પણ પોતાના ડાયટમાં ચીઝ શામેલ કરતા હોય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો. જે લોકો મેદસ્વીતાનો શિકાર છે તેમણે વધારે પ્રમાણમાં ચીઝ ન ખાવું જોઈએ. કારણકે તેમાં સૈચ્યુરેટેડ ફેટ હોય છે. જો આ ફેટ પ્રમાણસર શરીરમાં જાય તો જ સ્વાસ્થ્ય માટે જરુરી છે. તેનો અતિરેક શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,397 views

Leave a Reply

Your email address will not be published.


1 + = 10