ચીઝ ગાર્લિક મસાલા રવા ઉતપમ – ચાલો આજે ન્યુ અંદાજમાં સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવીએ……

આપણે ગુજરાતી લોકોએ સાઉથ ઇન્ડિયન ફૂડને એકદમ સારી રીતે અપનાવી લીધુ છે. બ્રેકફાસ્ટ હોયકે ડિનર સાઉથ ઇન્ડિયન ફૂડ આપણો ખૂબજ સારો હિસ્સો બની ગયો છે પછી તે ઢોસા હોય કે ઇડલી કે પછી મેંદુવડા એક પણ ગુજરાતીનું ઘર એવુ નહીં હોય કે જ્યાં સાઉથ ઇન્ડિયન ફૂડ ના બનતુ હોય. તો ચાલો આપણે પણ આજ એક સરસ મજાની સાઉથ ઇન્ડિયન આઇટમ શીખીએ. તો ચાલો બનાવીએ.

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ રવો,
  •  જરૂર મુજબ ખાટી છાશ,
  •  મીઠું સ્વાદઅનુસાર,
  •  લાલ મરચું એક ચમચી,
  •  લસણની ૬ થી ૭ કળી,
  •  ૨ મોટી ડુંગરી ,
  •  ૨ ટમેટા,
  •  ૧ નાનું કેપ્સિકમ(ઓપ્સનલ),
  •  થોડીક કોથમીર,
  •  ૧૦૦ ગ્રામ (૪ ક્યુબ) ચીઝ,
  •  તેલ.

રીત:

૧. રવાની અંદર જરૂર મુજબની ખાટી છાશ અને સ્વાદઅનુસાર મીઠું નાખીને ઇડલીનું રાખીએ તેટલુ જાડુ ખીરું રાખીને સાત થી આઠ કલાક પલાળી રાખવું.૨. પલાળેલા ખીરામાં સાત થી આઠ કલાકમાં સરસ મજાનો આથો આવી જાસે.

૩. ડુંગરી,ટમેટા,કોથમીર અને કેપ્સિકમને(જો નાખવુ હોય તો) એકદમ ઝીણા ઝીણા સુધારી લેવા.૪. સાત થી આઠ કળી લસણમાં એક ચમચી લાલ મરચુ,સ્વાદઅનુસાર મીઠું અને થોડુંક પાણી એડ કરીને મિક્ષરમાં સ્હેજ પતલુ પીસી લેવુ.૫. રેડી કરેલા ખીરામાં ઝીણા સમારેલા ડુંગરી,ટમેટા,કોથમીર અને કેપ્સિકમ(જો નાખવુ હોત તો) એડ કરીને મિક્ષ કરી લેવા.૬. એક લોઢીમાં એકાદ ચમચી તેલ પાથરીને તેના ઉપર ઉતપમનું ખીરું રાઉન્ડ શેઇપમાં પાથરી લેવું.૭. એક સાઇડ ઉતપમનુ પડ ચડી જાય એટલે બીજી સાઇડ તેલ લગાવીને ઉતપમને ઉથલાવીને ચડી ગયેલ સાઇડ ઉપર લસણની રેડી કરેલ ચટણી એક ચમચી લગાવી દેવી.૮. બેય સાઇડ ઉતપમ સરખુ ચડી જાય એટલે જે સાઇડ લસણની ચટણી લગાવી હોય તે સાઇડ થોડુંક ચીઝ બધી બાજુ ફરતું ખમણી લેવું.લ્યો તૈયાર છે અપણા એકદમ યમ્મી ચીઝ ગાર્લિક મસાલા રવા ઉતપમ ખરેખર ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગસે સંભાર તથા ટોપરાની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,430 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>