ચટપટી મગ દાળ- ટેસ્ટમાં ચટપટી ને ફટાફટ બની જતી આ દાળ એકવાર જરૂર ટ્રાય કરજો !!

જયારે આપણે કાંઇ ચટપટ અને ઝટપટ બની જાય એવું ખાવાની ઇચ્છા થાય તો આપણે વિચાર કરીએ કે શુ બનાવું?
તો હવે આ વિચાર છોડી દો કારણ કે આપણી “રસોઈ ની રાણી” એપ માં આવી ઘણી બધી જાત ની વાનગી મળી જશે.

ચોમાસા ની ઋતુમાં જ્યારે પણ કંઈક ખાવાનું મન થાય તો એમ થાય કે કંઈક ચટપટું અને તીખું મળી જાય તો મજા પડી જાય અને એમ પણ જો ફટાફટ બની જાય તો તો વધારે મજા આવી જાય સાચી વાત ને!

તો ચાલો આજે આપણે અહિં એવી જ એક વાનગી બનાવીએ.

-ચટપટી મગ દાળ-

સામગ્રી:

  • 1 વાટકી મગ ની પીળી દાળ
  • તેલ તળવા માટે
  • 1 નંગ ડુંગળી
  • 1 નંગ ટામેટા
  • 1 નંગ લીલું મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પૂન ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર ગાર્નિંસ કરવાIMG_20180809_175548

બનાવાની રીત:

સૌ પ્રથમ દાળ ને ધોઈ કપડા થી એક્દમ કોરી કરી લેવી.હવે એ કોરી દાળ માં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું. હવે એક પેન માં તેલ ગરમ મૂકો, તેલ ગરમ થાય એટ્લે આ દાળ ક્રિસ્પી થાઈ ત્યાં સુધી તળી લો.હવે તેને ગરણી માં કાઢી તેલ નિતારી લેવું .IMG_20180809_180009હવે એક મોટા બાઉલ માં એ તળેલી દાળ, ઝીણી સમારેલ ડુંગળી,ઝીણું સમારેલ ટામેટા,ઝીણું સમારેલ લીલું મરચું,લાલ મરચા પાવડર,ચાટ મસાલો અને મીઠું જરુર લાગે તો, કારણ કે આપણે દાળ તળવા ટાઈમે નાખેલું છ. આ બધુ સરખી રીતે મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર છાંટી સર્વ કરવું.IMG_20180823_160859

તો તેયાર છે ચટપટી મગ દાળ.

મે અહીંયા બારે જે તૈયાર દાળ મળે છે એ ઉપયોગ કર્યો છે. નોંધ: બારે તૈયાર મગ દાળ મળે છે એમા પણ આ રીતે મસાલો કરી શકાય. આ જ રીતે ચણા દાળ અને દાબેલ ચણા ને પણ આ રીતે બધો મસાલો નાખી ને બનાવી શકાય

રસોઈ ની રાણી : ચાંદની ચિંતન જોશી (જામનગર)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,601 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>