આજે જે લોકો ની ચરબી ખૂબ વધારે હોય તે સવારનો નાસ્તો નથી કરતા. આ લોકો એવું વિચારે છે કે સવારનો નાસ્તો નહિ કરે તો તેમનું વજન ઘટશે. પણ તેને જણાવી દઈએ કે સવારનો નાસ્તો ન કરવાથી ઘણા બધા નુંકશાન થાય છે. વધુ ચરબી વાળા વલોકોએ સવારે રાજા જેવું ભોજન, બપોરે મધ્યમ ભોજન અને રાત્રીના સમયે ભિખારી જેવું ભોજન કરવું જોઈએ. તો મિત્રો સવારના સમયે નાસ્તો કરવો બહુ જરૂરી છે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે સવાર નો નાસ્તો જરૂરી છે. નાસ્તો ન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નીચે મુજબ દુષ્પ્રભાવ પડે છે.
જો તમે સવારનો નાસ્તો નહીં કરો તો એ.સી.ડી.ટી. થશે. આખી રાત પેટ ખાલી રહે છે જેથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. આ પેટ ના એસિડનું કામ છે જમવાનું પચાવવાનું. પણ જો તમે પેટ માં કઈ નાખતા જ નથી તો તે એસિડ એ.સી.ડી.ટી. વધારે છે.
સવારનો નાસ્તો ન કરવાથી શરીરની મેટાબોલીઝમ સીસ્ટમ ધીમી પડે છે. તેથી શરીરની કેલેરી બર્ન કરવાની કેપેસીટી ઓછી થઇ જાય છે. અને વજન વધતું જાઈ છે.
જો સવારે નાસ્તો નહી કરો તો હાર્ટ એટેકની સંભાવના વધશે. ફોરેન અભ્યાસ મુજબ નાસ્તો ન કરતા લોકોને હાર્ટએટેકની સમસ્યાનો ખરો 27% સુધી વધી જાય છે. અને નાસ્તો ન કરવાના કારણે વજન વધે છે. જેના કારણે હાર્ટ પર તેની ગંભીર અસર પડે છે.
સવાર નો નાસ્તો ન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી શકે છે. તેથી આખો દિવસ એનર્જીની કમી રહે છે. જે થી થાક પણ ખુબ લાગે છે.
મગજને પર્યાપ્ત ન્યુટ્રીશન કે એનર્જી મેળવવા માટે સવારે નાસ્તો કરવો જરૂરી છે. તેથી મગજના ફંક્શન બારોબાર રીતે કામ કરી શકતા નથી. અને તેની અસર તમારા કામ પર પડે છે.
શિકાગો યુનિવર્સીટીના રીચર્સ પ્રમાણે નાસ્તો ન કરવાથી વ્યક્તિને ખૂબ વધારે ભૂખ લાગે છે. જેથી ભૂખ લાગવાના કારણે લોકો ફાસ્ટફૂડ ખાઈ લેતા હોય છે. અને આવા નાસ્તા થી ડીપ્રેશન જેવી ઘણી બીમારીનો ખતરો વધી શકે છે.
સવાર નો નાસ્તો ન કરવા ના કારણે શરીરને બધા પ્રોટીન મળતા નથી. જેથી વાળ ખરવાનું શરુ થઇ જાય છે. તો સવારે નાસ્તો ક્યારેય ન ભૂલવો.
સવારે શુ નાસ્તો કરવો…
તમારો સવારનો નાસ્તો હેવી અને પોષક યુક્ત હોવો જોઈએ. માટે સવારના નાસ્તામાં તમે ભાખરી કે રોટલી, તેની સાથે ઘી માખણ લઇ શકો. પણ હા વધારે પડતો મીઠો પદાર્થ લેવો નહીં. આ સિવાઈ તમે સવારે સલાડ, દાળ, પૌવા, મકાઈ, દહીં, તાજા ફળનું જ્યુસ, દૂધ, ફણગાવેલા કઠોળ જેવો કોઈ પણ નાસ્તો લઈ શકો છો. જેથી શરીરને દરેક પોષક તત્વ મળી રહે છે.