ચહેરાને અતિ સુંદર બનાવવા માટે રાતે નાભીમા નાખો માત્ર બે જ ટીપા, જાણો સુંદરતા મેળવવાનો સરળ ઉપાય

ડુંટીએ થુક મુકને ભાઇ, ડુંટીએ દીવો કર્યો આવી કહેવત ઘણાંએ સાંભળી હશે.પણ આ ડુંટીનો સંબંધ માતા સાથે ડાઇરેકટ છે કે જે આ પૃથ્વી પર લાવવા માટે નો ગેટ બન્યો છે. જન્મ પછી તુરત જ નાળ કાપી નાખીને દુનીયામાં સ્વાવલંબી બનવાનો મનુષ્યનો પહેલો પાઠ અહીંથી શરુ થાય છે.

આ ડુંટીનો સંબંધ ૭૨૦૦૦ નાની મોટી નાડીઓ સાથે છે એટલે કે સર્વરનો મેઇન કનેકશન કેબલ કહી શકાય. આ કેબલ થકી ઘણાં રોગમાં કાબુ પણ મેળવી શકાય.

આધુનિક સમય મા પ્રત્યેક વ્યક્તિ ને સુંદર દેખાવવા ની ઈચ્છા હોય જ છે. યુવક હોય કે યુવતિ તે પોતાની સુંદરતા વધારવા પર ખુબ જ ધ્યાન આપતા હોય છે. તેના માટે નવા-નવા નુસ્ખાઓ અજમાવતા હોય છે. બજાર મા સરળતા થી મળી રહેતી કોસ્મેટિક પ્રોડક્સ નો ઉપયોગ કરે છે,પણ આ વસ્તુઓ ના ઉપયોગ થી ચહેરો સુંદર બને છે પણ એની અસર થોડા જ સમય પુરતી રહે છે. જ્યા સુધી આવા પ્રોડક્સ નો ઉપયોગ ચાલુ રાખો ત્યા સુધી જ તેના ફાયદા થાય છે અને બંધ કરતા માણસ ને સમસ્યા શરૂ થઈ જાય છે.

નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો.

મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

સામુદ્રિકશાસ્ત્રમાં નાભિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. નાભિ પેટની ઉપર આવેલ આપણા શરીરનો ખૂબ જ સુંદર ભાગ છે. આ નાભિ પણ તમારી વાસ્તવિક સ્થિતિ સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવે છે. નાભિ દ્વારા વ્યક્તિત્વનો પરિચય થાય છે.

સવારે સ્નાન કર્યા પછી માથા પર કેસર તિલક લગાવવા જેટલુ જ મહત્વનુ છે નાભિ પર તીલક કરવાનું. હવે તો ડુંટીને શણગારવાની ફેશન પણ આજના યુવાનોમાં ચાલુ થઇ છે.

અત્યાર નું મેડીકલ સાયન્સ પણ હવે માતા ના ગર્ભ માં જયારે બાળક હોય ત્યારે એ જે નાળ સાથે જોડાયેલ હોય છે જેને મેડીકલ ભાષા માં પ્લાસેન્તરા કહેવામાં આવે છે તેના પર ખુબ ઊંડા સંશોધનો કરી ને તેમાથી તે બાળક ને ભવિષ્ય માં કોઈપણ બીમારી આવી હોય તેના પર આ કોષો નું પ્રત્યારોપણ કરી ને સારવાર કરવાની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે.

બજાર માં એવા ઓઈલ પણ મળે છે  જે નાભી ની અંદર આજુબાજુ એક ઇંચ સુધી લગાવવા થી આંખ ની દ્રષ્ટિ વધારે છે ,ચેહરા ની સુંદરતા વધારે છે  અને વિવિધ જાત ના દુખાવા ને દુર કરે છે.

ભુતકાળ મા આવી કોઈ પણ જાત ની પ્રોડક્સ માર્કેટ મા ઉપલબ્ધ ન હતી. છતા લોકો ખુબ જ સુંદર હતા અને તેમની યુવાની નો સમયગાળો ખુબ જ વધુ હતો. પણ અત્યાર ના જમાના મા કેમીકલ હોય એવી બધી વસ્તુઓ નો ઉપયોગ વધતા તે અનેક રોગો જન્માવે છે.

પણ જો તમે તમારા ચહેરા ને કુદરતી રીતે જ સુંદર બનાવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. જે તમારા ચહેરા ને કુદરતી સૌંદર્યતા પ્રદાન કરે છે. આપણા વડવાઓ આયુર્વેદ પર જ આધાર રાખતા અને તેનુ પરીણામ ખુબ જ અસરકારક સાબીત થતુ. તે બધા નુ આરોગ્ય ખુબ જ સારૂ રહેતુ. તમામ લોકો આ આયુર્વેદ પધ્ધતિ નો ઉપયોગ કરી શકે છે જેની કોઈપણ જાત ની આડઅસર જોવા મળતી નથી.

પહેલા આપણા વડવાઓ કેટલીક ઔષધી ના રસ ને પોતાની ડુટી મા લગાવતા જેથી તેના ચહેરા અને શરીર પર એક કુદરતી નિખાર રહેતો અને તેની સુંદરતા મા પણ વધારો જોવા મળતો. આપણા વડવાઓ જે કુદરતી ઔષધી નો ઉપયોગ કરતા તેના વિશે જાણીએ અને આપણા ચહેરા ને પણ ચમક અને સુંદરતા પ્રદાન કરીએ.

લીમડા ના તેલ નો પ્રયોગ:

જે માણસ ને ખીલ ની સમસ્યા હોય તેણે રોજ રાત્રે ઊંઘતા પહેલા નિયમીતપણે પોતાની ડુંટી મા બે બુંદ લિમડા ના તેલ ની નાખવી. આ પ્રયોગ રોજ કરતા ખીલ ની સમસ્યા થી છૂટકારો મળે છે.

અજમવો શુધ્ધ દેશી ઘી:

જે લોકો ની ત્વચા નો કલર થોડો કાળો હોય તેવી વ્યક્તિએ રોજ સુતા પહેલા નિયમીતપણે પોતાની ડુંટી મા માત્ર ધી ની બે જ બુંદ નાખવી. ધીમે-ધીમે તમારી ચામડી મા થયેલ ફેરફાર તમે જોઈ શકશો. જેની સાથે-સાથે તમારા હોઠ ને પણ સુંદરતા પ્રદાન કરે છે.

ઓલીવ ના તેલ નો ઉપયોગ:

જે લોકો ને કુદરતી સુંદરતા અને ચમકદાર ચહેરો જોઈતો હોય તેઓએ રાતે સુવા ના સમયે પોતાની ડુંટી મા ઓલીવ ના તેલ ની માત્ર બે જ બુંદ નાખવી. જેનુ પરીણામ તમને થોડા જ સમય મા મળશે.

કરો પ્રયોગ ગુલાબજળ નો:

ચહેરા પર રહેલ કાળાશ ને દુર કરવા અને ચહેરા ને કુદરતી સૌદર્ય આપવા માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા આ ગુલાબજળ ની બે બુંદ પોતાની ડુંટી પર લગાવવા થી ચહેરા પર રહેલ કાળાશ દુર થાય છે અને ચહેરો નિખરે છે.

વપરાશ કરો બદામ ના તેલ નો:

તમારા ચહેરા ને કુદરતી સુંદરતા પ્રદાન કરવા અને ચમકદાર બનાવવા માટે રાત્રે ઊંઘતા પહેલા બે બુંદ બદામ નુ તેલ તમારી ડુંટી મા ઉમેરો. જેથી તેનૂ પરીણામ તમારી સામે જ હશે.

Comments

comments


5,745 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 32