સસ્કેચવાન – કેનેડા જવા માંગતા મિત્રો માટે આ માહિતી ખૂબ ઉપયોગી અને જાણવા જેવી છે…

હાલમાં ઘણા લોકો કેનેડાની PRની ફાઈલ મૂકી રહ્યા છે તેમજ તે માટે IELTSની તૈયારી પણ કરી રહ્યા છે.ત્યાં જવા માટે IELTSમાં ઓછામાં ઓછા ૭.૫ બેન્ડ (દરેક મોડ્યુલમાં ૭ બેન્ડ) લાવવા અનિવાર્ય છે. પરંતુ હાલમાં કેનેડા જવાવાળા લોકો એટલા બધા વધી ગયા છે કે ઓન્ટારિયો, ઓટ્તાવા જેવા મુખ્ય રાજ્યોમાં સીધું PR મેળવવું અઘરું થઈ ગયું છે. આથી ૨૦૧૬ પછી મુકેલી PRની ફાઈલસ મોટે ભાગેનો વાસ્કોટીયા, સસ્કેચવાન, ક્યુબેક, એલબરટા જેવા રાજ્યોમાં ખુલી રહી છે.

૧

Image source: homeaway

આથી આજે અમે કેનેડાના એવા જ એક રાજ્ય સસ્કેચવાન વિશે કેટલીક માહિતી લાવ્યા છીએ જ્યાં PRની ફાઈલ સૌથી વધારે ખુલે છે.

સસ્કેચવાન વિશેની સારી બાબતો:

૧. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે આરામથી પહોંચી શકો છો. ખાસ કરીને સસ્કાટોનમાં. આ શહેરમાં તમે શહેરના એક છેડેથી બીજા છેડે જતાં ૩૦ મિનીટથી વધુ સમય નથી લાગતો.

૨. અહીંની વસ્તી કેનેડાના બીજા બધા રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછી છે પણ અહીંના માણસો એકદમ ફ્રેન્ડલી અને મદદરૂપ છે.

૨Image source: ytimg

૩. શરૂઆતમાં નાની મોટી જોબ આરામથી મેળવી શકો છો. પરંતુ વધારે સેલરીવાળી અને સારી જોબ શોધવામાં મુશ્કેલી પડી શકે છે.

૪. રજાઈના અને સસ્કાટોન અહીંના ૨ સૌથી મોટાં શહેરો છે.

૫. રહેવાનો ખર્ચો ટોરેન્ટો શહેર જેવો જ છે ફક્ત કાર ઈન્સ્યોરન્સની કિંમતમાં ફરક છે.

૬.અહીંનું સાંસ્કૃતિક મનોરંજન અને રમતગમતની સુવિધા ખૂબ જ સુંદર છે.

૭. સરોવર અને દરિયાકિનારાને કારણે ઉનાળા દરમિયાન આ જગ્યાનું કુદરતી સૌન્દર્ય અનહદ વધી જાય છે.

૩

Image source: leaderpost

સસ્કેચવાન વિશેની ખરાબ બાબતો:

૧. અહીંનું વાતાવરણ એક ખરાબ બાબત ઘણી શકાય. એક વર્ષ દરમિયાન આ જગ્યાએ – (માઈનસ) 60થી માંડીને +૩૫ ડીગ્રી સુધી તાપમાન જાય છે.

૨. જો તમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો આ જગ્યા તમારા માટે થોડી અઘરી સાબિત થઈ શકે છે. જો કે આ સમસ્યા સામે લડવા માટે તમે કોઈ હોસ્પિટલની નજીક રહી શકો છો. જેથી કોઈ પણ પ્રકારની મેડીકલ ઈમરજન્સી સામે આસાનીથી લડી શકાય.

૪

Image source: d36tnp772eyphs

૩.સસ્કેચવાન મોટે ભાગે ખેતી ઉપર આધારિત કહી શકાય.મોટા ૪-૫ શહેરોને બાદ કરતા નાના-નાના ગામડાંઓ અને અમુક નાના શહેરોની વસ્તી ૬૦૦૦થી ૪૦૦૦૦ની વચ્ચે રહે છે. આથી તમને એકલાપણાનો અનુભવ થઈ શકે છે.

૪. જો ત્યાં તમારો કોઈ ઓળખીતું અથવા સંબંધી નથી, તો નોકરી મેળવવી અઘરી સાબિત થઈ શકે છે. સસ્કેચવાનમાં જોબ મેળવવા માટે રેફરન્સ મહત્વનો ભાગ ભજવે છે.

લેખન સંકલન: યશ મોદી

તમારા જે પણ મિત્રો કેનેડામાં છે અને જે મિત્રો ત્યાં જવા માંગે છે તેમને આ માહિતી અચૂક શેર કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,191 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>