BUDGET 2019 of MODI 2.O

➡તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી વધી.

➡મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે અમુક પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાશે.

➡સોના-ચાંદીની આયાત મોંઘી : વિદેશમાંથી દેશમાં આયાત થતી સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરવામાં આવી.

➡પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો.

➡ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝઃ ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ

➡વિદેશથી આયાત કરાયેલી પુસ્તકો ઉપર 5 ટકા ડ્યૂટી લાગશે.

➡બજેટ Live :રૂ.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.

➡5 કરોડથી વધુ આવક પર 7% સરચાર્જ

➡વાર્ષિક 2થી 5 કરોડની આવકના સ્બેલમાં પણ સરચાર્જમાં 3 ટકાનો વધારો.

➡દેશના ઘનાઢ્યો પર પરનો ટેક્સ સરચાર્જ વધ્યો. વાર્ષિક રૂ.2 કરોડથી વધારાની આવક ઉપર સરચાર્જ વધ્યો

➡નાના દુકાનદારોને ઓનલાઇન પેમેન્ટ ઉપર નહીં મળે છુટછાટ/ રાહતnirmala-sitharaman-meets-president

➡1 કરોડથી વધુના કેશ વિડ્રોલ પર લાગશે ટેક્સ : રોકડથી ડિજિટલ ભારત તરફ વધી રહેલ દેશમાં હવે 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ભરવો પડશે 2% TDS

➡રીટર્ન ભરવા હવે આધાર કાર્ડનો પણ વિકલ્પ: અત્યાર સુધી માત્ર ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી હતુ પરંતુ, હવે આધાર કાર્ડ થકી પણ IT રીટર્ન ફાઈલ કરી શકાશે.

➡લોનના વ્યાજમાં પણ રાહત: 45 લાખ સુધીના ઘર પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્તિ

➡લોનના વ્યાજમાં પણ રાહત: અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે 3.5 લાખ સુધીના વ્યાજમાંથી મુક્તિ.

➡સ્ટાર્ટઅપ્સને એજન્સ ટેક્સમાં મોટી રાહત

➡સ્ટાર્ટઅપ્સને આઇટી વિભાગની કનડગત થશે નહીં, સ્ટાર્ટઅપ્સનું આઇટી સ્ક્રુટિની નહીં થાય. સ્ટાર્ટઅપ્સ સામેના આઇટી વિભાગના કેસોની ઝડપી પતાવટ થશે

➡કોર્પોરેટ ટેક્સમાં રાહત : રૂ. 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવાતી કંપનીઓ માટે 25% કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે.

➡ઇલેક્ટ્રીક વ્હિકલ પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો. ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય

➡એર ઇન્ડિયાને વેચવાની પ્રકિયા ફરી શરુ કરાશે

➡ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ 3.3 ટકા જેટલું થઇ શકે છે..

➡નેત્રહીનો માટે રૂ.5 અને 10નાં નવા સિક્કા બનશે

➡સીધા વેરાની વસૂલાતમાં 78 ટકાનો વધારો

➡દેશનાં કરદાતાઓનો મોદી સરકારે આભાર માન્યો

➡નેશનલ પેન્શન સ્કીમને PFRDAથી અલગ કરાઇ

➡વિદેશી દેવું વધારવાની યોજના : વિદેશી દેવાનો જીડીપી સાથેનો રેશિયો 5%થી ઓછો છે

➡20 રૂપિયાની મૂલ્યના નવા ચલણી સિક્કા બહાર પડાશે.

➡મહિલા સ્વંય સહાયતા સમૂહ યોજનાને દેશનાં દરેક જિલ્લામાં શરુ કરવામાં આવશે

➡ભારત વિદેશી બજારમાંથી દેવું ઉભું કરશે : દેશની સ્થિતિ સુધારવા વિદેશી માર્કેટમાંથી સસ્તા દરે ઋણ એકત્ર કરવાની યોજના બનાવી

➡મહાત્મા ગાંધીનાં મૂલ્યોથી યુવાઓને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે

➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક વધાર્યો :સરકારે બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને 1 લાખ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી.

➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક 1 લાખ કરોડનો અંદાજ :અંતરિમ બજેટમાં આ લક્ષ્યાંક 80,000 કરોડ હતો

➡બેંકોનાં NPAમાં રૂ.1 લાખ કરોડનો ઘટાડો

➡પીએસયુ કંપનીઓમાં સરકારનું શેરહોલ્ડિંગ 51 ટકાની નીચે લઇ જવાશે. સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 8 કરાશે

➡મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં 5 વર્ષમાં રૂ.100 લાખ કરોડનું રોકાણ કરશે

➡NBFCને પણ બૂસ્ટર ડોઝ : બેંકો અને MFને સહકાર આપવા સરકારનો હાંકલ

➡NBFCને પણ બૂસ્ટર ડોઝ :PSU બેંકોને મજબૂત NBFCને સપોર્ટ આપવા છ માસની ક્રેડિટ ગેરન્ટી આપવાની છુટ મળી આપી.

➡NBFCની રેગ્યુલેટરી ઓથોરિટી બદલાશે :NBFC સેક્ટરની સ્થિતિ સુધારવા હવે તેનું સંચાલન નેશનલ હાઉસિંગ બોર્ડ નહિ પરંતુ, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરશે

➡ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત કરાશે

➡બેંકોમાં સરકાર ઠાલવશે 70,000 કરોડ : બજેટમાં મોદી સરકારે સરકારી બેંકોને મજબૂત બનાવવા 70,000 કરોડ આપવાની જાહેરાત કરી

➡2019-20માં ચાર નવા દૂતાવાસ શરુ કરાશે

➡બેન્કોએ IBC હેઠળ રૂ.4 લાખ કરોડની રિકવરી કરી. બેન્કોની એનપીએમાં 1 લાખ કરોડનો ઘટાડો

➡પારંપરિક ઉત્પાદનો અને કારીગરોને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવા માટે મિશન શરુ કરાશે

➡જનધન અકાઉન્ટ ધારક મહિલાઓને 5000 રૂપિયા સુધી ઓવરડ્રાફટની છૂટ આપશે સરકાર

➡NRIને મળશે આધાર કાર્ડ. NRIને ભારત આવશે ત્યારે તાત્કાલિક મળશે આધાર કાર્ડ

➡મુદ્રા યોજના હેઠળ મહિલાઓને ધિરાણ માટે રૂ.1 લાખ કરોડ ફાળવ્યા. મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપને વ્યાજમાં છૂટછાટ. મહિલાઓને મળશે રૂ.5000ની વ્યાજ સબસિડી

➡ઉજ્જવલા સ્કીમે ભારતને ઉજ્જવળ બનાવ્યું : આ સ્કીમ હેઠળ 35 કરોડ બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી જનતાના 18,341 કરોડની બચત થઈ છે.

➡મહિલા સશક્તિકરણ માટે કમિટી બનશે. નારી તુ નારાયણને પ્રોત્સાહનઃ સિતારમન્. મહિલાઓની ભાગીદારી અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ

➡સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ હવે મહિલાઓ, અનુસુચિત જાતિ, જનજાતિને પણ મળશે બહોળો લાભ

➡નવી શિક્ષણ નીતિ રજૂ થશે. ભારતીય ઊચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરાશે. રમત-ગમતના વિકાસ માટે નવા વિભાગની રચના કરાશે

➡બજેટ લાઈવ : સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમને 2025 સુધી લંબાવાની જાહેરાત કરી

➡બજેટ Live : ખેલો ભારત યોજનાને આગળ વધારવામાં આવશે

➡ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રૂ.400 કરોડની મદદ કરશે કેન્દ્ર સરકાર

➡સ્ટાર્ટઅપ્સ માટે નવા ટીવી પ્રોગ્રામ-ચેનલ શરૂ કરાશે. સ્ટાર્ટઅપ્સ માટેના ટેક્સ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

➡વિદેશી વિધાર્થીઓ માટે સ્ટડી ઈન ઇન્ડિયા પ્રોગ્રામ : સિતારામન

➡શ્રમ કાયદામાં ફેરફારની વાત ફરી બજેટમાં : ગત વર્ષે જ તૈયાર થયેલ શ્રમ કાયદાના એકત્રીકરણના મુદ્દાને ફરી નિર્મલા સીતારમણે આજે બજેટમાં રજૂ કર્યો

➡નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે લેબર લોમાં મોટા ફેરફાર કરીને તેને માત્ર 4 અલગ-અલગ કોડમાં એકત્ર કર્યા છે

➡રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું નિર્માણ કરાશે

➡ભારત બન્યું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટેનું મોટું કેન્દ્ર. વિશ્વની ટોપ-200 શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની 3 સંસ્થાઓનો સમાવેશ. વિતેલા 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે થયા નોંધપાત્ર સુધારા

➡ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાવવામાં આવશે

➡1,25,000 કિલોમીટરનાં રોડ નેટવર્કને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાશે

➡ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની થશે રચના, સંશોધનોને અપાશે પ્રોત્સાહન

➡સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા સરકાર પ્રતિબદ્ધ : સિતારામન

➡ઈસરોની મદદ અને અભિયાનોને આગળ વધારવા માટે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરાશે

➡ઝીરો બજેટ ખેતી પર ભાર મુકાશે

➡વ્યાપાર સમાચારની વાત સાચી પડી : કહ્યું હતુ કે બજેટથી વધુ આશા ન રાખવી, શેરબજારમાં જોવા મળી અસર

➡હર ઘર જલ- 2024 સુધીમાં સૌને મળશે પીવાનું પાણીઃ સિતારમન્
જળશક્તિ મંત્રાલય થકી દરેકને પીવાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરાશે

➡માર્કેટમાં એકાએક કડાકો : જુલાઈમાં રજૂ થયેલ બજેટના દિવસે માર્કેટે આજ સુધી ક્યારેય પોઝીટીવ ક્લોઝિંગ નથી આપી પરંતુ, મોદી સરકાર આ પરંપરા પણ બદલશે તેવી સંભાવના હતી પરંતુ, બજારમાં એકાએક વેચવાલી જોવા મળી છે.nirmala-sitharaman-budget

➡પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશનાં તમામ પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે
અત્યાર સધી 26 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ

➡એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશનમાં FDI અંગે વિચાર કરાશે

➡કૃષિ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ વધારવા પ્રયાસ કરાશેઃ
અન્નદાતાને ઉર્જાદાતા બનાવીશું
ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે
દાળના ઉત્પાદન મામલે ભારત આત્મ નિર્ભર બનશે

➡વાંસ અને મધ ઉછેર કેન્દ્ર માટે સ્પેશ્યિલ ક્લસ્ટર બનશે

➡વીમા ક્ષેત્રમાં 100% FDI

➡માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. મત્સ્ય પાલન ઉદ્યોગ માટે માળખાંગત સુવિધાઓમાં થશે સુધારો

➡વર્ષ 2022 સુધી ગામડાંનાં તમામ પરિવારને વીજળી, ગેસ કનેક્શન : સિતારામન

➡Light for All: 2022 સુધી દેશના દરેક ગામડાને વીજળી આપવાનો લક્ષ્યાંક

➡અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો, સેટેલાઇટ લોન્ચ ક્ષમતામાં વધારો કરાશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,299 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>