બોલીવુડ ના આ સ્ટાર એક્ટરે ૧૨ વર્ષ નાની છોકરી સાથે કર્યા મેરેજ, અને ૫૦ વર્ષે બન્યો પિતા…

આમ તો તમે વિલન એવા બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રકાશ રાજનું નામ જાણીતું છે. હમણાં અમુક કારણોસર એ વિવાદોમાં પણ ઘેરાયા હતાં. અને હા પ્રકાશ રાજની ઓળખ સિંઘમ જેવી ફિલ્મના વિલન તરીકે આપી શકાય. અલબત્ત, દરેક ભૂમિકામાં તેમની એક્ટિંગ યુનિક અને નીરાળી જ રહી છે. બોલિવૂડમાં અને સાઉથની ફિલ્મોમાં તેનો પ્રશંસનીય અભિનય વખણાય છે. બધાજ કિરદારોમાં તે એકદમ ફિટ બેસી જાય છે.

એક્ટર પ્રકાશ રાજે સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મમાં વિલનનો રોલ કરવા તથા ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ અદા કરી ચુક્યાં છે. પિતાનો પણ રોલ તેમણે ઘણી ફિલ્મોમાં કરેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઉલ્લેખનીય છે કે, પ્રકાશ રાજનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. હમણાં થોડા સમય પહેલાં 26 માર્ચના દિવસે તેમણે પોતાનો 53 મો જન્મદિવસ મનાવ્યો. પ્રકાશ રાજ વિશેની એ પણ એક રસપ્રદ વાત છે કે 2010 માં તેમણે કોરિયોગ્રાફર પોની શર્મા સાથે લગ્ન કરેલાં.

પોની શર્મા તેમની બીજી પત્ની છે. પણ બંને વચ્ચે ઉંમરનો ઘણો જ ફરક છે! પોની શર્મા પ્રકાશ રાજ કરતાં 12 વર્ષ નાની છ! આ લગ્ન બાદના 6 વર્ષ પછી પચાસ વર્ષની ઉંમરે પ્રકાશ રાજ એક પુત્રના પિતા બન્યાં છે. પુત્રનું નામ છે વેદાંત અણે ખરેખર વેદાંત એમનો ચોથો પણ પુત્ર છે. એ પહેલાં પણ એમને ત્રણ સંતાનો હતા.

જાણો તેમની પ્રથમ પત્ની અને ત્રણ સંતાનો વિષેની હકીકત:

પ્રકાશ રાજની પ્રથમ પત્ની લલિતાકુમારી સાથે તેમના લગ્ન 1994 માં થયાં હતાં. પણ કમનસીબે વધુ સમય સુધી વિવાહજીવન ના ટકતા 2004 માં તેમણે છૂટાછેડા પણ લઇ લીધેલા. અભિનેત્રી લલિતાકુમારીથી તેમને ત્રણ સંતાનો થયાં હતા. મેઘના, પૂજા અને સિંધુ. હતભાગી સિંધુ આજે આ દુનિયામાં હાજર નથી.

વધુમાં જણાવતા પ્રકાશ રાજ બોલિવૂડ ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સુપરસ્ટાર બની ચુકેલ છે. શરૂઆત તો તેમણે સાવુથ કન્નડ ફિલ્મોથી કરી હતી. પ્રથમ તેઓ થિયેટરમાં કામ કરતાં. બાદમાં તમિલ ઇન્ડસ્ટ્રીઝમાં પગ માંડીને 1994 માં પ્રથમ ફિલ્મ ‘Duet’ રજૂ થઇ.ફિલ્મ સુપરહિટ રહી અને પ્રકાશ રાજની કારકિર્દી આગળ વધવા લાગી.

ક્યાથી કરેલી શરૂઆત:

પ્રકાશ રાજે સ્ટ્રીટ પ્લે અને થિયેટરમાં કામ કરવાથી શરુવત કરેલી. તમને આંચકો લાગશે કે, થિયેટરમાં કામ કરતી વખતે પ્રકાશનો મમિનાનો પગાર 300 રૂપિયા હતો. બાદમાં સિરીયલોમાં અને પછી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ફિલ્મ મલયાલમ, મરાઠી, હિન્દી, કન્નડ, તમિલ માં પણ તેમણે કામ કરેલું છે.

ક્યારે કરેલી બોલિવૂડમાં એન્ટ્રી:

2009 માં પ્રકાશે પોતાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ કરી જેનું નામ ‘વોન્ટેડ’! એ પછી તેમણે ‘સિંઘમ’, ‘દબંગ-૨’, ‘મુંબઇ મિરર’, ‘પુલિસગિરી’, ‘હીરોપંતી’ અને ‘જંજીર’ જેવી અન્ય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ બધીજ ફિલ્મોમાં એમણે વિલનની જ ભૂમિકા નિભાવી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,289 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>