ભૂલથી પણ ફ્રીઝમા ક્યારેય આ વસ્તુઓ રાખવી જોઈએ નહિ, નહિ તો ફ્રીઝમા રહેલી અન્ય વસ્તુઓ પણ બગડશે! જાણો કઈ વસ્તુઓ…

આપણને એવિ ટેવો હોય છે કે જે પણ વસ્તુ વધે તેને ફ્રીઝમાં મુકી દઈએ છીએ. શું તમને ખબર છે આ રીતે ફિઝમાં વસ્તુ રાખવાથી નુકસાન થાય છે.

અમુક વસ્તુઓ ફિઝમાં રાખવાથી બીજી વસ્તુને પણ બગાડે છે.

ઘણી વાર આપણે ઘણા શાકાભાજી અને ફળો બગડી જવાના ડરથી ફ્રીઝમાં સ્ટોર કરીએ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ ફ્રીઝમાં સ્ટોર કરવાથી તે બગડી જાય છે જ્યારે કેટલી વસ્તુઓ તેની સાથે પડેલી વસ્તુને પણ બગાડી નાખે છે.એવી કઈ વસ્તુઓ છે જેને ફ્રીઝમાં સ્ટોર કરવી જોઈએ નહીં.

અથાણું

અથાણા ને ક્યારેય ફિઝમાં રાખવું નહીં. કારણ કે અથાણાં માં માં વિનેગર હોય છે.જેથી તેને ફ્રીઝમાં રાખવાથી તેની સાથે રહેલી બીજી વસ્તુઓ પણ બગડી જાઈ છે.

કેળા

કેળાને ફ્રીઝમાં રાખવાથી કાળા થઈ જાઈ છે. તે શ્યામ થઇ તેમાથી ઇથાઇલીન નામનો ગેસ નીકળે છે. જેથી તેની આજુબાજુ માં રહેલા ફળો પણ બગડી જાઈ છે.

ટામેટા

ટામેટાને ફ્રીઝમાં થી બહાર કાઢવામાં આવે ત્યારે તે જલદી ગળી જાય છે અને તેનો ટેસ્ટ ખરાબ થઇ જાય છે.

બટેટા

બટેટાને ક્યારેય ફ્રીઝ માં ના રાખવા જોઈએ. ફ્રીઝમાં રાખવાથી તેનું સ્ટાર્ચ શુગરમાં બદલાઇ જાય છે.

ટેટી અને તરબૂચ

તેમા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેથી તે ફ્રીઝમાં રાખવાથી બગડી જાઈ છે.

ડુંગળી

ડુંગળીને ફ્રીઝમાં ન રાખવી જોઇએ. કારણકે તેની વાસ ફ્રીઝમાં આવે છે.અને બીજી વસ્તુમાં પણ તેની વાસ બેસી જાઈ છે.

લસણ

લસણને ફ્રીઝમાં રાખવાથી તે જલદી અંકુરિત થઈ જાઈ છે.અને જ્યારે ફ્રીઝ બહાર કાઢવામાં આવે ત્યારે બગડી જાઈ છે.

Comments

comments


3,498 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 2