ભોજન આરોગ્યા બાદ છાશ પીવાની ટેવ હોય તો રાખજો આ વાત નુ ધ્યાન, નહીતર પછતાવાનો પર નહિ રહે

આપણા ગુજરાતીઓ તેમજ સમગ્ર ભારત મા મોટેભાગે માણસો ને જમવા ની સાથે અથવા તો જમ્યા બાદ છાસ પીવા ની ટેવ હોય છે. અત્યારે આ ઉનાળા ની કાળજાળ ગરમી મા માનવી ના આરોગ્ય માટે છાસ ને અમી સરખી ગણી છે. ભોજન ની સાથે છાસ પીવા ની આદત દરેક ને બાળપણ થી જ હોય છે અને આપણા પુર્વજો ને પણ આ જ આદત હતી. આ ટેવ નો સીધો સંબંધ માનવી ના આરોગ્ય સાથે જોડાયેલ છે. આ છાસ થી ઘણા પ્રકાર ના લાભ થાય છે.

આ છાસ મા કેલેરી તેમજ ચરબી ની માત્રા નહીવત હોય છે. તેમજ આ છાસ માનવ શરીર ના પેટ માટે, હાડકા માટે જરૂરી કેલ્સિયમ પુષ્કળ પ્રમાણ મા હોય છે. માનવ શરીર મા રહેલા ઝેરી તત્વો ને દુર કરવા માટે પણ છાસ ઘણી ઉપયોગી સાબિત થાય છે. આ સાથે જ તે રોગપ્રતિકારક શક્તિ વધારી માનવ શરીર ને રોગો સામે લડવા ની શક્તિ પણ આપે છે. તો ચાલો જાણીએ આ સિવાય ના બીજા અઢળક ફાયદાઓ વિષે.

હાલ ઉનાળા મા જીરા ને શેકી તેનો ભુક્કો બનાવી ને છાસ મા નાખી પીવા મા આવે તો પેટ ની ગરમી તેમજ બીજી ઘણી સમસ્યાઓ મા થી મુક્તિ મેળવી શકાય છે. આ સાથે શરીર ના જાડાપણા ને દુર કરવા માટે છાશ નો વઘાર કરી તેમા સિંધવ નમક ઉમેરી ને પીવા થી પણ લાભ મળે છે. હેડકી ની તકલીફ મા છાસ સાથે એક ચમચી સૂંઠ નો ભુક્કો નાખી ને પીવા મા આવે તો હેડકી બંધ થઇ જાય છે.

આ સાથે ઉબકા કે ઉલ્ટી સમયે છાસ સાથે જાયફળ ઘસી ને પીવા થી રાહત થાય છે. આ સિવાય મગજ ની ગરમી ને દુર કરવા માટે પણ છાસ નો ઉપયોગ કરવામા આવે છે જેથી માનવ શરીર તણાવ મુક્ત બને છે. ભોજન આરોગતા સમયે જો તાજી છાસ સાથે પીવા માં આવે તો ભોજન સેહલાઈ થી પચી જાય છે. આ તાજી છાસ નુ સેવન સવાર ના નાસ્તા તેમજ બપોર ના ભોજન મા કરવામા આવે તો આખો દિવસ શરીર માં ઉર્જા નો સંચાર થયા કરે છે.

આ છાસ ના નિયમિત સેવન થી પાચન શક્તિ મજબુત બને છે અને કબજિયાત જેવી મુશ્કેલીઓ પણ દુર રહે છે. આ છાસ મા સિંધવ નમક, જીરું, મરી નો ભુક્કો તેમજ ફુદીનો ઉમેરી ને પીવા મા આવે તો આંતરડા મા આવેલ સોજા ની તકલીફ પણ દુર થાય છે. આ સિવાય પેટ થી લગતા રોગો જેવા કે પેટ મા ચૂંક આવવી, અજીર્ણ, જ્વર, પેટ મા દુખાવો જેવી પરેશાનીઓ ને દુર કરવા માટે પણ છાસ એક અકસીર અને કારગર ઈલાજ સાબિત થાય છે.

આ છાશ ના નિયમિત સેવન થી રક્ત દબાણ ની સમસ્યા નિયંત્રિત રહે છે અને જો આ છાસ મા મધ ઉમેરી ને કમળા ના રોગી ને આપવામા આવે તો તેને કમળા માંથી પણ મુક્તિ મળે છે. શરીર ના વધતા જતા વજન ને ઘટાડવા માટે પણ છાસ નો ઉપયોગ કરવામા આવે છે. વાળ થી લગતા રોગ અથવા તો અકાળે વાળ સફેદ થવા જેવી સમસ્યા માં થી મુક્તિ મેળવવા માટે પણ છાસ નુ સેવન હિતાવહ છે.

તેમા પણ જો ગાય ના દૂધ માંથી બનતી છાસ નુ સેવન કરવામા આવે તો તેને અમૃતસમી માનવામા આવે છે. આ ગાય ના દૂધ માં થી બનાવેલી છાસ ઘણા રોગો સામે લડવાની શક્તિ શરીર ને આપે છે. આ ઠંડી તાસીર ધરાવતી છાસ એસીડીટી મા પણ રાહત અપાવે છે. છાશ મા મળી આવતા સારા બેક્ટેરિયા શરીર માટે ઘણા લાભદાયક સાબિત થાય છે પણ ક્યારેય બહાર મળતી છાસ કે લસ્સી નુ સેવન ના કરવું જોઈએ.

જયારે પણ છાસ પીવા ની ઈચ્છા હોય તો ઘરે જ જમાવેલા દહીં માંથી છાસ બનાવી ને પીવા નો આગ્રહ રાખવો જોઈએ. કેમ કે આ છાસ તાજી અને આરોગ્ય માટે ગુણકારી માનવામા આવે છે. આ છાસ નુ નિયમિત સેવન કરવાથી વૃદ્ધાવસ્થા પણ દુર રહે છે અને માનવ શરીર ને લગતી મોટાભાગ ની બીમારીઓ પણ દુર રહે છે. તો હવે થી નિયમિત છાસ ના સેવન ની ટેવ પાડી લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,292 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>