ભારતનુ એક એવુ મંદિર કે જ્યા સાંજે જવા પર છે પ્રતિબંધ, ત્યા તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિકોના પણ ઉડી ગયા હોસ

વાત કરવામાં આવે છે રાજસ્થાન ના બાડમેર થી લગભગ ૩૦ કી.મી. ના અંતરે આવેલ નાનું ગામ કિરાડું અને ત્યાં આવેલ મંદિર વિશે ની. એવું માનવામાં આવે છે કે ૧૧મી સદી મા આ ગામ કીરાડું પરમાર વંશ ની રાજધાની હતી. ત્યાર ની રાજધાની ની ચમક આજે બધી બાજુ અંધારા મા કયાંક ખોવાઈ ગઈ છે. આજે આ જગ્યા સુમસામ અને વિરાન થઈ ગઈ છે. આ ગામ નુ નામ સાંભળતા જ વ્યક્તિ ના મોઢાં પર ડર જોવા મળે છે. પૌરાણિક કથાઓ મુજબ આ મંદિર ને એક શ્રાપિત મંદિર ગણવામાં આવે છે.

અહિયાં ની ચર્ચિત લોકવાયકા

આ ગામ મા આવેલ કિરાડુ મંદિર વિશે ઘણી વાતો તેમજ વાર્તાઓ જગવિખ્યાત છે જે દરેક મનુષ્ય ને અચમ્ભા મા નાખી દે છે. ત્યાંના સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ મંદિર અપશુંકન તેમજ શ્રાપિત ગણવામાં આવે છે. ગ્રામજનો ના કહ્યા મુજબ આ મંદિર ની આગળ ના ભાગ મા એક મોટો પથ્થર રાખવામાં આવ્યો છે જેને તે લોકો એક કુવારીકા દીકરી માને છે. તેમના જણાવ્યા મુજબ જે તે સમયે એક ઋષિ ના શ્રાપ થી આ યુવતી પથ્થર ની બની ને ત્યાં પડી છે.

સૂર્યાસ્ત બાદ તરત મારવામાં આવે છે તાળા

આ મંદિર સુર્યાસ્ત બાદ એક વિરાન જગ્યા મા પરિવર્તિત થવા લાગે છે અને તેની ચારે બાજુ સુમસામ સન્નાટો છવાય જાય છે. ત્યાં રાખવામાં આવેલ વાસ્તુકલાઓ પર સાંજે તાળા લગાવી દેવા મા આવે છે. તેમજ સૂર્યાસ્ત થવાની સાથે જ કોઇપણ માનવ દેહધારી ત્યાં રોકાઈ શકતું નથી. ગ્રામજનો ના કહ્યા મુજબ કે જે કોઈ વ્યક્તિ સુર્યાસ્ત બાદ ત્યાં રાતવાસો કરે છે તે પથ્થર નો બની જાય છે. ત્યાં જેટલા પણ પથ્થર અત્યારે દેખાય છે તે એક સમય મા માણસ હતા. આ બીક ને કારણે આજ સુધી આ માન્યતા નુ ખંડન કોઈએ કર્યું નથી.

૧૯મી સદી મા આવ્યો હતો ભૂકંપ

એવી પણ વાત જાણવામાં આવે છે કે આજ થી વર્ષો પેહલા ૧૯મી સદી મા અહીંયા ભૂકંપ આવ્યો હતો. જેના લીધે આ મંદિર ને ઘણું નુકસાન થયું હતું. ઘણા વર્ષો થી જર્જરિત હાલત મા હોવાથી આ મંદિર સાવ વિરાન છે તેમજ મંદિર નું રંગ રોગાન પણ સરખી રીતે નહતું થયું, અત્યારે કીરાડુ ગામ મા કુલ આવા ૫ મંદિર છે. જેમાં ભગવાન વિષ્ણુ અને સોમેશ્વર મંદિર જ જર્જરિત ત્યાં નથી અને તેની સ્થિતિ પેહલા જેવી જ છે.

ફરવા માટે નુ ઉત્તમ સ્થળ

આ મંદિર ના આગળ ના પટાંગણ મા એક ઘોસ્ટ મશીન એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ને માપવાનું સાધન મુકવામાં આવ્યું છે. આ મશીન મુજબ જાણવા મળ્યું હતું કે આ જગ્યા પર માનવ સિવાય પણ કોઈ બીજી તાકાત છે. સવ થી મોટી વાત તો એ છે કે અત્યાર સુધી આવી નકારાત્મક ઊર્જા વિશે કોઇપણ વૈજ્ઞાનિક કશું પુરાવા નથી આપી શક્યા. ઘણા વિશેષજ્ઞોએ કિરાડું ની આ અદ્ભુત વસ્તુ કળા ને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. તેમજ ફરવા માટે આ એક સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,235 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>