ભારતનું એક માત્ર સ્થિત એવું મંદિર કે જે ઉભું છે ૧૫૦૦ થાંભલાઓ પર, જેની તસ્વીર જોશો તો ચોકી જશો તમે

મિત્રો , આપણા દેશ ની ધરા એ અત્યંત પૌરાણિક તથા પ્રાચિનતમ સંસ્કૃતિ ધરાવે છે. અહી તમે અનેક પ્રકાર ની અજાયબીઓ નિહાળી શકો છો. આપણો દેશ મા હાલ પણ અદ્દભૂત દેવસ્થાનો , ગુફાઓ તથા સુંદર સુશોભિત કલાકૃતિઓ ધરાવતો હોવા ને લીધે આખા વિશ્વ મા તેની એક અલગ ઓળખ બનેલી છે. હાલ આમા ની જ એક કૃતિ વિશે આજ ના લેખ મા આપણે ચર્ચા કરીશુ.

સંગેમરમર નુ આ દેવસ્થળ કે જે પોતાનુ સ્થાપત્ય કલા તથા વિશેષ નકશી કાર્ય ને લીધે ૧૫૦૦ સ્તંભો પર સ્થિત છે જે સમગ્ર વિશ્વ માટે એક આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે એ દેવસ્થળ છે જૈન મંદીર. આ જૈન મંદીર રાજસ્થાન ના ઉદયપૂર જિલ્લા થી અંદાજિત ૧૦૦ કિલોમીટર ના અંતરાલે રણકપુર મા સ્થિત થયેલુ છે.

આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે આ મંદિર જૈન ધર્મ ના પાંચ પ્રમુખ તીર્થસ્થળો મા નુ એક છે. આ રણકપૂર મા સ્થિત જૈન મંદીર ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ૧૫૦૦ સ્તંભ પર સ્થિત થયેલુ છે અને આ સંપૂર્ણ દેવસ્થળ સંગેમરમર થી નિર્માણ પામેલુ છે.

આ દેવસ્થળ નુ નિર્માણ એકદમ કલાત્મક સ્વરૂપ મા કરવા મા આવ્યુ છે. આ દેવસ્થળ ના મુખ્ય ગૃહ મા તીર્થકર આદિનાથ ની સંગેમરમર થી નિર્માણ પામેલી ચાર વિશાળ પ્રતિમાઓ પણ સ્થિત છે. આ દેવસ્થળ નુ નિર્માણ ૧૫ મી સદી મા રાણા કુંભા ના શાસનકાળ દરમિયાન થયુ હતુ.

રાણા કુંભા ના નામ પર થી આ સ્થળ નુ નામ રણકપુર રાખવા મા આવ્યુ હતુ. આ દેવસ્થળ ની અંદર હજારો સ્તંભો છે જે તેમની વિશેષતા વધારે છે. આ ઉપરાંત સૌથી વિશેષ વાત એ પણ છે કે આ સ્તંભો થી જ્યા થી પણ તમારી નજર પડે ત્યા થી તમને મંદિર મા રહેલી પ્રતિમા ના દર્શન થશે. ખરેખર અહિયાં અદ્દભુત નકશીકાર્ય કરવા મા આવ્યુ છે.

આ અદ્દભુત નકશીકાર્ય ની કલાકૃતિ ને નિહાળવા માટે દેશ-વિદેશ ના લોકો દૂર-દૂર થી આ સ્થળે આવે છે. આ જૈન મંદિર મા ૭૬ નાના ગુંબદનુમા પવિત્ર સ્થળો , ચાર વિશાળ પ્રાથના ખંડો તથા ચાર વિશ્રામ કક્ષો આવેલા છે. આ સ્થળ તમને મનુષ્ય ની જીવન-મૃત્યુ ની ૮૪ યોનિઓ ની યાત્રા બાદ ની મુક્તિ મેળવવા માટે પ્રેરણા આપે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,135 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>