ભારતની આ વિચિત્ર નદીમા ઘણા વર્ષોથી વહે છે પાણીની સાથે સોનુ, જાણો આ અજબ નદી વિષે…

કુદરત ના ભંડોળ માં તો ઘણી બધી વસ્તુઓ સમાયેલી છે બસ જરૂર છે તો કેવલ માત્ર માનવ પરિશ્રમ ની. તેમાં જો પુરાણો ના અધ્ધ્યન ની વાત કરીએ તો આપળે જાણીએ છીએ કે સમુન્દ્ર મંથન જયારે કરવામાં આવ્યું ત્યારે પણ સમુંદ્ર ના પેટાળ માંથી જાત-જાત ની વસ્તુઓ નીકળી હતી.

આ જ વાત ને આગળ વધારીએ તો અત્યારે પણ એજ કુદરતી ભંડોળ આપળે ને મળે છે. તો અહિયાં વાત કરવામાં આવે છે ભારત ના અમુક ક્ષેત્રો માં નદી સાથે વહીને આવતા સોના વિશે. આપળી ધાર્મિક માન્યતા પ્રમાણે જેમ ગંગા ને પાવન અને પવિત્ર માનવામાં આવે છે તેમ સદિયોં થી અમુક એવી નદીઓ પણ છે કે જેમાં સોનું વહીને આવે છે. અત્યાર સુધી રેતી માં મળતા સોના ના કણ નુ પણ કોઈ કારણ જાણવામાં નથી આવ્યું.

આ જાણવા માં નવું છે પણ સત્ય છે કે રેતી માંથી સોનું કાઢવામાં આવતું અને જો મોહેન્જોદારો સમય ની વાત કરીએ તો તેમાં પણ નદી માંથી સોનું કાઢવામાં આવતું. ભૂસ્તરશાસ્ત્રીઓ ના મત મુજબ નદી ઘણા ખડકો ને પાર કરીને આવે છે અને તેમાં સોના ના કણો જોવા મળે છે. આવી નદીઓ ભારત ના ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસા ના ક્ષેત્રો માંથી પસાર થાય છે.

ભારત ના ઝારખંડ નજીક રત્નગર્ભા નામક જગ્યાએ સ્વર્ણ રેખા નદી પ્રવાહિત છે અને આદિકાળ થી આ નદી મા પાણી ની સાથે નાના સોના ના કણ વહે છે. આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ ઓરિસા ના ઘણા વિસ્તારો ને ચીરતી આગળ વધે છે.વિસ્તાર પ્રમાણે ઘણી જગ્યાએ તેને સુવર્ણ રેખા નદી પણ કેહવામાં આવે છે. આ નદી નું ઉદગમ સ્થાન રાંચી થી ૧૬ કિ.મી. દૂર છે અને તેની કુલ લંબાઈ ૪૭૪ કિ.મી. છે.

હજુ સુધી આ રહસ્ય નો ઉકેલ તો કોઈ પાસે નથી કે આમાં આ સોનું ક્યાંથી આવે છે. આ નદી ઝારખંડ ના તમાડ અને સારંડા જેવા વિસ્તાર માંથી પસાર થાય છે તેમજ ત્યાં ના આદિવાસીઓ તેમાં થી મળતી રેતી ને ચાળી સોના ના કણ ભેગા કરવાનું કામ કરે છે. આ કામ તેમની આજીવિકા પૂરી પાડે છે તેમને આ કામ માટે એક કણ દીઠ રૂપિયા ૮૦ થી ૧૦૦ જેવો કણ મળે છે. આ કામ તેમને વારસા માં આવેલ છે તેમજ આ કામ માં ઘણી પેઢીયું વીતી ગઈ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,409 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>