ભારતની આ બજારમા ખુબ જ સસ્તા ભાવે વેચાય છે કાર, ૪૦ હજારમા વેગેનાર તો માત્ર ૪ લાખમા ચાર બંગડી

આજકાલ લોકોમાં નાવી નાવી મોંઘી ગાડીઓ અને મોંઘા ફોનનો ક્રેજ ખુબ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ કાર ખરીદવા વાળા લોકો હરેક વખતે વિચારે છે કે તેને ઓછી કિંમતમાં સારી કાર મળી જાય તો તેને તરત ખરીદી લેવામાં આવે, અને ઘણી વાર સસ્તી કાર લેવાના ચક્કરમાં લોકો પોતાની સારી એવી રકમ પણ ગુમાવી દે છે.

પરનું ભારતના એક શહેરમાં એવી બજાર છે, જ્યા સાવ કોડીઓના ભાવે કાર મળી જાય છે અને આ બજાર ભારતની રાજધાની દિલ્હીમાં છે. કરોલ બાગ અને સરોજની નગર બે એવા સ્થળ છે જ્યાં સેકન્ડ હેંડ કારોનું સૌથી મોટી બજાર છે. ઘણી વખત તમને અહિયાં એક થી એક ચડીયાતી ડીલ મળી જશે.

આ બજારમાં ફક્ત તમારે સાથ જોઈએ તમારા નસીબનો. આમ તો આ બજારમાએવી જ ગાડીઓ આવે છે, જેને લોકો ઉપયોગ કરીને પછી ડીલરને વેચી દે છે.અહિયાં એવી ગાડીઓ પણ આવે છે, જેની કન્ડીશન એકદમ નવા જેવીજ જેવી હોય છે અને ગાડીઓ ૨૦-૩૦ હજાર કી.મી. થી વધુ નથી ચાલેલી હોતી.

સામાન્ય રીતે આવી ગાડીઓ ખરીદવા માટે તમારે પૈસા વધુ ખર્ચ કરવો પડી શકે છે. દિલ્હીની આ બજારમાં કારોની કિંમત ૪૦ હજાર રૂપિયાથી શરુ થઇ જાય છે. અહિયાં તમને ચાર થી પાંચ લાખ વાળી કારો ફક્ત ૪૦ હજારમાં અને ૧૦ લાખ સુધીની કિંમતની કારો ૨-૩ લાખ રૂપિયા માં સામાન્ય રીતેજશે.

 

પરંતુ આ માર્કેટમાંથી આ કાર ખરીદતા પહેલા થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે, અન્યથા ડીલર તમને ચૂનો પણ લગાવી શકે છે. સૌથી પહેલા ધ્યાન આપવાની બાબત એ છે કે કાર કેટલી જૂની છે. તેના આધાર ઉપર કારની કિંમત નક્કી થાય છે. જો કાર ૧૦ વર્ષ કે તેનાથી વધુ જૂની છે તો તેની કિંમત ઘણી ઓછી રહેશે. જો ગાડી નવી છે અને તેની કંડીશન પણ સારી છે તો તમારે એ કાર માટે વધુ પૈસા ચુકવવા પડશે.

આ માર્કેટમાંથી કાર ખરીદતા પહેલા શક્ય હોય તો તમારા કોઈ જાણીતા મિકેનિક ને સાથે જરૂર લઈને જાવ. આમ તો ઘણી વખત ડીલર ગાડીના મીટરમાં છેડછાડ કરેલ હોય શકે છે. ગાડી ભલે ૧ લાખ કી.મી.જ ચાલી ચુકી હોય, મીટર તમને ૫૦ હજાર કી.મી. થી વધુ નહી બતાવે. તે ઉપરાંત ગાડી માં કોઈ ખરાબી તો નથી તેને ચકાસવા માટે તમે મિકેનિક સાથે લઇ જાવ તો સારું રહેશે.

દિલ્હીની આ બજારમાં તમે ૧-૨ વર્ષ જૂની કારો વિના સંકોચ ખરીદી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે ગાડીઓ ૧.૫ લાખ કી.મી. થી વધુ ન ચાલેલ હોય. જો ગાડી વધુ ચાલી ગયેલ છે તો ખરાબ એવરેજ આપશે અને પછી તમે અમને દોષ આપવા લાગશો.

હવે જો આ માર્કેટ માં મળતી અમુક કાર ની કિંમત ની વાત કરીએ તો તમને ૧૦-૧૨ વર્ષ જૂની વેગનઆર ૪૦-૫૦ હજાર રૂપિયામાં આરામથી મળી જશે. તે એવરેજમાં તમને i10 પણ ૧ લાખ સુધી મળી જશે. આ ગાડીઓ ૬૦-૭૦ હજાર કી.મી સુધી જ ચાલેલી હશે. ઓછી ચાલેલી કારોની વાત કરીએ તો હ્યુન્ડાઈ વર્ના જેવી કાર જેની કિંમત ૮ લાખ ની આસપાસ છે તે અહિયાં તમને ૪-૫ લાખમાં આરામથી મળી જશે.

જો આપને વધુ મોંઘી ગાડીઓનો શોખ છે તો તમને અહિયાં ચાર બંગડી વાળી થી લઈને મર્સીડીસ સુધી ગાડીઓ પણ મળી રહેશે. અહિયાં મોંઘી કારો પણ ૫ થી ૧૦ લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો. આ માર્કેટ માં જતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે તમારી સાથે કોઈ મહિલાને જરૂર લઈને જાવ….!

તમને પ્રશ્ન થશે એવું કેમ? તો અમે આપને જણાવી દઈએકે આ બજારમાં જબરદસ્ત રીતે ભાવતાલ થાય છે. મહિલાઓ થી ઉત્તમ ભાવતાલ બીજું કોઈ ન કરી શકે. આથી આ કામ મહિલાઓ જ કરે તો સારું છે. તમને ડીલર ગાડીની જે પણ કિંમત કહે તેના અડધી થી ઓછી કિંમત જણાવો.

ગાડીના ભાવતાલમાં જ્યારે તમને એમ લાગે કે ગાડી ની કંડીશનની ગણતરીમા ગાડીની આટલી કિંમત બરોબર છે, ત્યારે સોદો નક્કી કરો અને હા ગાડીનો સોદો નક્કી કરતા પેહેલા પણ કારની ટેસ્ટ રાઈડ જરૂર લો.આમ તો આ બજારની ખાસિયત એ છે કે અહિયાં દુકાનદાર તમને એવી જગાડીબતાવશે જેની કંડીશન સારી હોય.

આ ગાડીની સારી કન્ડીસન જોઇને ગ્રાહક તેને તરત લેવા માટે તૈયાર થઇ જાય. આમ છતા તમે આજુ બાજુની ૪ થી ૫ દુકાનોમાં જઈને એક વખત ગાડીની સાચી કિંમત જરૂર ચેક કરી લો અન્યથા એવું પણ થાઈ શકે કે સારી ગાડી લેવાના ચક્કરમાં તમારે વધુ પૈસા આપવા પડે.

આ ઉપરાંત જો આપ દિલ્હીથી દુર રહેતા હોવ તો તમે ઓનલાઈન સેકન્ડ હેંડ કર બજારમાં પણ તમારી નજર દોડાવી શકો છો. અહિયાં પણ તમને લગભગ એ ભાવમાં કાર મળી જશે. તમે cars24.com, droom.in, quikr.com, carwale.com, cardekho.com અને મહીન્દ્રા ફર્સ્ટ ચોઈસ ઉપર જઈને સારી કાર શોધી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,239 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>