ભારતમા વાયુવેગે ફેલાય રહયો છે આ રોગ!! શુ તમે તો નથી ને આ રોગ ની જાળમા, જાણો ઉપાય…

આપળા શરીર ની ચામડી થી લગતી તમામ રોગોમાં ધાધર, ખરજવું, ખંજવાળ સૌથી હઠીલા રોગો હોય છે. ચર્મ રોગની યાદીમાં આવનારી આ બીમારીઓને લઈને જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ત્વચામાં પોતાની અસર જમાવીને કાયમી થઇ જાય છે. તેના પછી કેટલા પણ ઈલાજ કરાવો તે ફરી પાછી થાય છે. ધાધરથી થયેલા કાળા નિશાનોને એક્જીમાં કહેવામાં આવે છે. તે મોટાભાગે ગુપ્તાંગોની આજુબાજુની જગ્યા ઉપર થાય છે.

આના લક્ષણો :

ચામડી ઉપર લાલ દાણા, ખંજવાળ, બળતરા, કે ડાઘ ના સ્વરૂપમાં ફેલાય અને આખા શરીર ઉપર એક્જીમાંને લીધે તાવ તેના મુખ્ય લક્ષણ છે.

આના કારણો :

આ રોગ સામાન્ય રીતે કેમિકલયુક્ત વસ્તુ જેવી કે સાબુ, ચૂનો, સોડા, ડીટર્જન્ટ ના વધુ ઉપયોગ, માસિક ધર્મમાં તકલીફ, કબજીયાત, લોહીનો વિકાર અને કોઈ બીજા ધાધર, ખરજવું, ખંજવાળવાળા વ્યક્તિના કપડા પહેરવાને કારણે જ થાય છે.

આનાથી બચવા શું કરી શકાય ?

૧) સાબુ, શેમ્પુ અને ડીટર્જન્ટનો ઉપયોગ બંધ કરી દો, સ્નાન માટે બની શકે તો ગ્લીસરીન સાબુનો ઉપયોગ કરો. સ્નાન કર્યા બાદ નારીયેલનું તેલ લગાવો.

૨) કોઈ એન્ટી ફંગલ ક્રીમનો ઉપયોગ સતત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કરો. વચ્ચે ગેપ પડી જવાથી આ ધાધર જીદ્દી થઇ જાય છે.

૩) કપડા ઉપર સાબુ અને ડીટર્જન્ટ લગાવ્યા બાદ તેને સરસ રીતે ધોઈ, તેની ઉપર તેના કોઈ પણ કણ ન રહે તેની તકેદારી રાખી કપડા સાવ સુકાયા બાદ જ પહેરો.

૪) નમક નો ઉપયોગ બંધ કે ઓછો કરી દો.

૫) જો ધાધરમાંથી પાણી નીકળે તો તેને સામાન્ય પાણી થી ના ધોવું.

ધાધર સંબંધિત થોડાક ઘરેલું ઉપાયો :

૧) સમુદ્ર ના પાણીમાં નાહવાથી એક્જીમાંના રોગીને લાભ થાય છે.

૨) લીમડાના પાન પાણીમાં ઉકાળીને તે પાણી થી સ્નાન કરો.

૩) ધાધર ઉપર દાડમના પાન ની બનેલ પેસ્ટ લગાવો.

૪) છુન્દેલા કેળામાં લીંબુના રસના થોડાક ટીપા મેળવી ધાધરવાળા ભાગ ઉપર લગાવો.

૫) સીલ નું શાક ખાવ અને તેને ઉકાળીને તેનો રસ પીવો.

૬) વાટેલા ગાજરમાં સિંધા લુણ ભેળવો અને તેને હુંફાળું ગરમ કરીને ધાધર ઉપર લગાવો.

૭) કાચા બટેટાનો રસ આરોગો.

૮) લીંબુના રસમાં સુકા સિંઘોડા ઘસીને ઉપયોગમાં લ્યો.

૯) હળદરનો લેપ પણ ઉપયોગ માં લઇ શકાય.

૧૦) ધાધરવાળી જગ્યાને અજમા વાટીલા ગરમ પાણી થી ધુવો.

૧૧) રોજ લીમડાના પાનનો ૧૨ ગ્રામ જેટલો રસ પીવો.

૧૨) ગુલકંદ વાળું દુધ મિક્ષ કરીને પીવો.

૧૩) લીમડાના પાનને દહીં સાથે વાટી લેપ બનાવો અને તેને ધાધર ઉપર લગાવો.

૧૪) ગલગોટાના પાનને ઉકાળીને તેની પેસ્ટ ધાધર વાળા ભાગ ઉપર લગાવો.

ધાધર માં જો પાક થયો હોય તો તેના ઉપાયો :-

ત્રિફળાને કડાઈ કે તાવડી માં ઢાંકીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે રાખ થઇ જાય. હવે તેમાં ઘી, ફટકરી, સરસીયાનું તેલ અને પાણી મિક્ષ કરી મલમ તૈયાર કરી લો અને તેને ધાધર વાળા ભાગ ઉપર લગાવવાથી પાકતા કે પરુંવાળા ધાધર દુર થઇ જાય છે.

સુકા તેમજ હઠીલા ધાધરને મટાડવાના ઘરગથ્થું ઉપાયો :

કેસુડાના બી, મુર્દાશંખ, સફેદો, કબીલા, મેનશીલ અને માજુ ફળને સરખા ભાગે લઈને તેમાં કરંજના પાન નો રસ તેમજ લીંબુનો રસ મિક્ષ કરી લો. હવે તેને એક દિવસ એમજ રહેવા દો અને બીજા દિવસે તેની નાની-નાની ગોળી બનાવીને ગુલાબજળ સાથે ઘસીને ધાધરવાળા ભાગ ઉપર લગાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,383 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>