જો તમને કુદરતી વાતાવરણ અને જંગલી પ્રાણીઓથી પ્રેમ છે તો આ જગ્યાઓ તમારી માટે સ્વર્ગ સમાન છે…

આજુબાજુ લીલાછમમેદાનો, પક્ષીઓનો કલરવ, અવનવા પ્રાણીઓ અને આવી જ બધી વસ્તુઓ તમને કુદરતની ખરેખર મજા અપાવી શકે છે. આજે અમે એવી જ કેટલીક જગ્યાઓનું લીસ્ટ લાવ્યા છીએ જ્યાં તમે આવી મજા માણી શકો છો.

૧. જીમ કોર્બેટ નેશનલ પાર્ક૧

આ જગ્યાએ તમે બંગાળનો વાઘ જોઈ શકો છો. આ ભારતનો સૌથી જુનો નેશનલ પાર્ક હોવાને કારણે અહીંની જંગલ સફારીમાં તમે ચિત્તો, હરણ, સાંભર જેવા પ્રાણીઓને પણ જોઈ શકો છો. આટલુંજ નહિ, અહીંના સાંકળા રસ્તા ઉપર ચાલતા ચાલતા કોસી નદી સુધી પહોંચી શકાય છે જે નજીકમાં જ છે અને તે નદીના કાંઠે ગર્જીયા દેવીનું મંદિર આવે છે.
આજ એક એવી જગ્યા છે જ્યાં તમે શીંગડાવાળા રાય્નોસોર્સ જોઈ શકો છો.

૨. ગીર નેશનલ પાર્ક૨

જો તમારે સિંહને ગર્જના કરતો સાંભળવો હોય તો ગીર નેશનલ પાર્ક તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. વાઘ સિંહથી માંડીને નીલગાય સુધીના બધા જ પ્રાણીઓ અહીં જોવા મળી જશે. જો કે ચોમાસા દરમિયાન અહીં જવું હિતાવહમાંથી કારણ કે વરસાદ દરમિયાન આ અભ્યારણ્ય બંધ રહે છે. પરંતુ ઓક્ટોબરથી જુલાઈની વચ્ચે ગમે ત્યારે અહીં જઇ શકાય છે.

૩. સુંદરવન રોયલ બેંગાલ૩

આ અભયારણ્ય તેના મેન્ગૃવ જંગલ માટે જાણીતું છે. આ સિવાય આ અભ્યારણ્ય વાઘ માટેનું સૌથી મોટું છે. અહીં, વાઘની સાથે સાથે અલગ અલગ પક્ષીઓ પણ જોવા મળે છે. જો તમે આ અભયારણ્યમાં જશો તો બોટમાં બેસીને અહીંનો વ્યુ જરૂરથી એન્જોય કરશો. આ ઉપરાંત સુંદરવન વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા પાર્ક છે જે ભારત અને બાંગ્લાદેશના કુલ ૧૦,૨૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

૪. બાંધવઘર પાર્ક૪

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં આવેલો આ પાર્ક જંગલી પ્રાણીઓ માટે કોઈ જન્નતથી ઓછો નથી. અહીં આજુબાજુ ફરતા પ્રાણીઓની સાથે સાથે ૨ હજાર વર્ષ જુનો બાંધવઘરનો કિલ્લો પણ તમને મોહી લેશે. જંગલ અધિકારીઓની જાણકારી પ્રમાણે અહીં ૨૨થી પણ વધારે પ્રાણીઓ તેમજ ૨૫૦થી પણ વધારે પક્ષીઓ છે.

૫. નગરહોલ નેશનલ પાર્ક૫

મૈસુરમાં આવેલો આ પાર્ક તેના રંગબેરંગી પક્ષીઓ તેમજ એશિયાઈ હાથી માટે જાણીતો છે. આને મૈસુરના રાજા પહેલાં અહીં શિકાર કરવા આવતા હતા પણ હવે આ જગ્યાને પ્રોટેક્ટેડ સાઈટ જાહેર કરી દેવામાં આવી છે.

લેખન સંકલન : યશ મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,633 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>