ભાગ્યશાળી માનવામા આવે છે આ સ્ત્રીઓ કે જેમના શરીરના આ પાંચ અંગ હોય છે લાંબા

ભારતીય હિન્દુ સંસ્કૃતિ ના ધર્મગ્રંથો મા સ્ત્રી વિશે ઘણું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેને દેવી સ્વરૂપ દર્શાવવા મા આવી છે. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ જો વિચારીએ તો સ્ત્રીને લક્ષ્મી નો અવતાર માનવામાં આવ્યી છે અને ઘર ની સ્ત્રી ને પણ લક્ષ્મી કેહવામાં આવે છે. આ વાત તો સત્ય સનાતન છે જ કે સ્ત્રી વગર શૃષ્ટિ નો સંચાલન શક્ય નથી. તેને જગત ની સાચી સુત્રધાર માનવામાં આવે છે.

આ સંસાર રૂપી ગાડા મા સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને જ આ ગાડુ હ્ન્કાવે છે. આ ગાડુ સ્ત્રી વગર ચાલવું વ્યર્થ માનવામાં આવે છે. કેમકે તેના મા એ શક્તિ છે જેનાથી આખું જગત પ્રકાશમય બની ઉઠે છે. આવી જ નારી શક્તિઓ ના ઉલ્લેખ ભારત ના જુના ઈતિહાસ મા જોવા મળે છે. પ્રાચીનકાલ મા સ્ત્રીઓ એક સિહણ સમાન મનાતી આ વાત મા કોઈ શંકા ને સ્થાન નથી.

પછી તે રાજા જનક ના રાજદરબાર મા યાજ્ઞવલ્કય સાથે અજાજૂડ સંવાદ આદરતી ગાર્ગી હોય,કે પછી સ્વય જનક ની પુત્રી કે જે અશોકવાટિકા મા સમગ્ર સંસાર પર વિજય મેળવનાર રાવણ ને છડેચોક તેના દુષ્કર્મો નો જવાબ અપાવતી સીતા હોય કે પછી આખા ભારત ભૂમિ ને એકરસ કરી ભારત ના એકેય બાજુ કાઈ પણ નુકશાની ના પોહ્ચે એવી વ્યવસ્થા ગોઠવવાના મહાન સપના જોતી મહારાણી કુમારદેવી હોય કે પછી અંગ્રેજો ને લોઢા ના ચણા ચબાવ્યા બરોબર કરી દેનાર રાણી લક્ષ્મીબાઈ હોય.

જો સ્ત્રીઓ વિશે લખવા બેસીએ તો લેખ ના લેખ ટુંકા પડી જાય. કેમકે તેનો કોઈ છેડો નથી તે ભગવાન ની બનાવેલી એવી કૃતિ છે કે જેને ભગવાને પોતાનું સર્વશ્વ આપી દીધું હોય તેમ લાગે છે. તો આજે આ આર્ટીકલ મારફતે વાત કરવી આવી જ કઈંક ભાગ્યવાન સ્ત્રીઓ કે જે પોતે તો ભાગ્યશાળી હોય જ છે પણ તેમના શરીર ના જો અમુક અંગો મોટા કે લાંબા હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી ઘર-પરિવાર માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આવી સ્ત્રીઓ વિશે.

તો ચાલો જાણીએ સ્ત્રીઓ ના ક્યાં-ક્યાં અંગો હોવા જોઈએ લાંબા:

લાંબી આંગળીઓ

આ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે ચતુર અને બુધ્ધિમાન,વાંચવા મા વધુ રસ ધરાવનાર, બિનજરૂરી ખર્ચો ન કરનાર તેમજ રૂપિયા-પૈસા નો સાચી અને સરસ રીતે સદઉપયોગ કરનારી હોય છે. આ સિવાય તેમના મા ઘર ચલાવવાની બહુ જ સારી આવડત હોવા ના લીધે તેઓ પોતાના પતિ તેમજ ઘર-પરિવાર ને દરેક સભ્યો ને હંમેશા ખુશ રાખે છે.

લાંબું નાક

આવા લાંબુ નાક ધરાવતી સ્ત્રીઓ દરેક વિપરીત પરીસ્થિતી ને પોતાના શાંત સ્વભાવે ઉકેલ મેળવી લે છે. તે તેના જીવન ના ગમે તેવા કોયડા નો હલ કાઢી શકે છે. તેઓ બહુ જ ખર્ચીલા હોય છે પરંતુ તેમને ખર્ચ કરેલ પૈસા ક્યારેય વ્યર્થ જતા નથી.

લાંબી ગરદન

આવી લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી હોય છે. આ સાથે જ તેમનું ભાગ્ય પણ સદા તેમનું સાથ આપતું હોવાથી તે પોતાના ઘર-પરીવાર ને ખુશીઓ થી ભરી દે છે અને દરેક આનંદ માંડતી હોય છે.

મોટી આંખો

આવી મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ કે જેમની આંખો ને મૃગનયની સાથે સરખાવવા મા આવે છે. તે જે ઘર મા ગૃહલક્ષ્મી બનીને જાય છે ત્યાં ક્યારે પૈસા ની અછત થતી નથી. આ સાથે તે પોતાના પતિ ને ઘણો પ્રેમ આપનારી,વિશ્વાસ રાખનારી તેમજ સદેવ પતિ ને વફાદાર રહેનારી હોય છે.

લાંબા વાળ

આવી સ્ત્રીઓ કે જેમના વાળ લાંબા હોય છે તે પોતાના પતિ માટે તેમજ ઘર-પરીવાર માટે ઘણી નસીબદાર માનવામાં આવે છે. ધન ની દેવી માતા લક્ષ્મી ના વાળ જેવા લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ જ્યાં પણ પરણી ને જાય છે ત્યાં ક્યારેય પૈસા ની અછત રહેતી નથી.

આમ પણ આપડા જુના પુરાણો મા કેહવાય છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા,એટલે તેનો અર્થ થાય છે કે જ્યાં પણ સ્ત્રીઓ ની પૂજા કરવામાં આવે છે ત્યાં સદેવ ભગવાન નો વાસ હોય જ છે.

Comments

comments


3,994 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 11