ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર જો આપણો શત્રુ આપણાથી વધુ બળશાળી હોય તો કેવી રીતે તેનો સામનો કરવો

મિત્રો , પ્રભુ શ્રી કૃષ્ણ ની લીલાઓ થી તો આપણા પ્રાચિન ગ્રંથો ભરપૂર છે. આ ગ્રંથો મા નો એક ગ્રંથ મહાભારત દ્વારા તો તેમણે લોકો ને અનેકવિધ પ્રકાર ના જ્ઞાન પીરસ્યા છે. આ ગ્રંથ દ્વારા તેમણે લોકો ને જીવન મા આવનારી મુશ્કેલીઓ નો કેવી રીતે સામનો કરવો તે પણ જણાવ્યુ છે.

શ્રીમદ્દભાગવત ગીતા મા તો શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી અનેકવિધ વસ્તુઓ નો ઉલ્લેખ છે. જેથી તમે જીવન મા અપાર સફળતા પ્રાપ્ત કરી શકો. આ જ ગ્રંથ મા શ્રી કૃષ્ણ દ્વારા એક કથા ના માધ્યમ થી એક એવુ જ્ઞાન પણ પ્રદાન કર્યુ છે કે જ્યારે આપણા થી શક્તિશાળી શત્રુ નો આપણ ને ભેટો થાય ત્યારે તમારે શુ કરવુ જોઈએ ?

આ કથા છે જરાસંઘ તથા શ્રી કૃષ્ણ વચ્ચેની :
મહાભારત અનુસાર જરાસંઘ નામ નો એક બળશાળી શાસક હતો. જરાસંઘે ઘણા રાજવીઓ સાથે યુધ્ધ કરી ને તેમને હરાવી ને અનેક રાજ્યો જીત્યા હતા. તેમણે મગધ રાજ્ય પર અનેક વર્ષો સુધી શાસન કર્યુ હતુ. એક વખત જરાસંઘ નો ભેંટો શ્રી કૃષ્ણ ના જ્યેષ્ઠ ભ્રાતા બલરામ સાથે થાય છે. શ્રી કૃષ્ણ અને બલરામ બંને એ વાત થી પરિચિત હતા કે જરાસંઘ અત્યંત શક્તિશાળી છે તથા તેને પરાસ્ત કરવો અત્યંત કઠીન છે.

જરાસંઘ તથા શ્રી કૃષ્ણ મધ્યે થયેલુ યુધ્ધ :
જ્યારે જરાસંઘ સાથે યુધ્ધ નો યલગાર બોલાયો ત્યારે શ્રી કૃષ્ણ તથા બલરામ ને જરાસંઘ ની અપાર શક્તિ નો અહેસાસ થયો અને તે બંને યુધ્ધ નુ મેદાન છોડી ને વિશાળ પર્વત પર ચઢી ગયા. આ દ્રશ્ય જોઈ ને જરાસંઘ તેમના પર હાસ્ય કરવા લાગ્યો અને પોતાની સમગ્ર સેના ને તેમની પાછળ મોકલી.

શ્રી કૃષ્ણ અને બલરામ પર્વત મા એવી જગ્યાએ સંતાઈ ગયા હતા કે જરાસંઘ ની સેના માટે તેમને શોધવા અઘરા બની રહ્યા હતા. ત્યારે જરાસંઘે વિચાર્યુ કે આ પર્વત ને અગ્નિ મા ભસ્મ કરી દઉ એટલે આ પર્વત ની સાથોસાથ તેમા છુપાયેલા શ્રી કૃષ્ણ અને બલરામ પણ ભસ્મ થઈ જાય.

જરાસંઘે પોતાની સેના ને પર્વત ની ચારે તરફ આગ લગાવવા નો આદેશ આપ્યો. પર્વત મા આગ ફેલાતા શ્રી કૃષ્ણ અને બલરામ ત્યા થી કૂદકો મારી ને પોતાના રાજ્ય પરત ફર્યા. પર્વત ને ભસ્મ થતો જોઈ ને જરાસંઘ ખૂશ થઈ ને વિચારે છે કે આ પર્વત ની સાથે શ્રી કૃષ્ણ તથા બલરામ નો પણ વિનાશ થઈ ગયો હશે.

આ યુધ્ધ દ્વારા શ્રી કૃષ્ણ આપી રહ્યા છે આ યોગ્ય જ્ઞાન :
યુધ્ધ નુ રણમેદાન છોડી ને શ્રી કૃષ્ણ દ્વારા લોકો ને એ જ્ઞાન અપાયુ કે જ્યારે પણ તમારો શત્રુ શક્તિશાળી હોય ત્યારે તેના થિ યુધ્ધ ના કરી ને તેના થી પણ વધુ મજબૂત થવા પર ધ્યાન કેન્દ્રીત કરો અને ત્યારબાદ તેમની સાથે યુધ્ધ કરવુ. મહાભારત અનુસાર અમુક સમય વીતતા ભીમ દ્વારા જરાસંઘ નો વધ કરાયો હતો. જેમા શ્રી કૃષ્ણ એ ભીમ ને જરાસંઘ ને મારવા માટે સહાયતા કરી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,364 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>