સામાન્ય રીતે જો કોઈએ જ્વાળામુખીને ફાટતો જોયો હોય તો તે લાલ રંગનો હોય છે. શું તમે ક્યારેય ભૂરા રંગના લાવાવાળો જ્વાળામુખી ફાટતો જોયો છે? નહિ જોયો તો વાંચો નીચે.
ખરેખર, ભૂરા રંગનો જ્વાળામુખી ઇન્ડોનેશિયા ના પહાડમાંથી ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ રીચર્સ કર્યા બાદ જણાવ્યું કે આ જ્વાળામુખી માથી લગાતાર નીકળતો સલ્ફ્યુરિક ગેસ આવો નજારો બતાવે છે. આ ગેસ હવા સાથે રીએક્ટ કરે છે અને જોનાર લોકોને ભૂરા રંગનો દેખાય છે.
આ જ્વાળામુખી નું નામ ‘કવહ આઈજેન જ્વાળામુખી’ છે. આ પોતાનામાં એક ખાસ વિશેષતા છે. આ પૃથ્વીમાં થતી અસામાન્ય વસ્તુઓમાંથી એક છે. આ વોલ્કાનોને દિવસમાં જોવું મુશ્કેલ છે પણ રાત્રે આ બરાબર દેખાય છે, જેને જોવાથી સ્વર્ગ જેવો નજારો દેખાય છે.
આ વોલ્કાનો પહાડ પર ફૂટે છે. 2600 મીટર ઊંચા જ્વાળામુખીના શીર્ષ પર આનું મોઢું છે. આમાં સલ્ફ્યુરિક એસીડ 200 મીટર ઊંડો છે. આ એક સક્રિય જ્વાળામુખી છે.