આજે અમે જે ગામ વિષે જણાવવાના છીએ તે સાચે જ એકદમ મસ્ત શહેર છે. હાલમાં આ બ્યુટીફૂલ શહેર સપનાઓ નું શહેર બની ગયું છે. આ એક પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. આ સુંદર શહેર હોલેન્ડ (નેધરલેંડ) માં આવેલ છે. આને હોલેન્ડનું ‘વેનિસ’ કહેવામાં આવે છે.
આ ગામને જોવામાં ખુબ જ સુંદર લાગે છે અને અંદર પણ સુંદરતાથી જ ભરેલ છે. આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સંપૂર્ણપણે નહેરો વચ્ચે ઘેરાયેલ છે. આ ગામમાં એક પણ ગાડીઓ, બાઈક્સ કે રોડ નથી.
આ ગામનું નામ ગુએથુર્ન (Giethoorn) છે. અહી ફક્ત બોટ જ ચાલે છે. જે લોકોને કઈ કામ માટે અવરજવર કરવી હોય તેઓ બોટના માધ્યમે કરે છે. અહી ઇલેક્ટ્રોનિક મોટરથી હોડીઓ ચાલે છે. દુનિયામાં એકથી એક ચઢીયાતી અજાયબીઓ છે. આ શહેર કોઈ અજાયબી તો નથી પણ તેનાથી ઓછુ પણ નથી.
આ નવીનતમ ગામમાં નહેર કેવી રીતે બની તે અંગે પણ દિલચસ્પ કહાની છે. કહેવાય છે કે સન ૧૧૭૦માં અહી ભયંકર પુર આવ્યું જેના કારણે અહી વનસ્પતિ મિશ્રણ અને દલદલી માટીઓનું નિર્માણ થયું. બાદમાં આ બંને વસ્તુઓને કાઢવામાં ઘણા વર્ષોનો સમય લાગ્યો અને ખોદકામ કરતા નીચે નહેર નીકળી આવી. છે ને અમેઝિંગ!
આ એવું સરસ ગામ છે જેની દિલકશ પ્રાકૃતિકતા તમે જોતા જ રહી જશો. આ સરસ ગામમાં દરેક નહેર ૭.૫ કિલોમીટર લાંબી છે. આમ તો પહેલા આ ગામ ફેમસ નોતું પણ ૧૯૫૮ માં આવેલ ડચ કોમેડી ફિલ્મ ‘ફેનફેર’ નું શુટિંગ અહી થયું બાદમાં ગુએથુર્ન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ ગયું. ચોમાસામાં આ નહેરમાં બરફ જામી જાય છે.