ઉપવાસ સ્પેશિયલ બટાટા પૂરી સાથે સ્વાદિષ્ટ ડીપ

હેલો ફ્રેન્ડઝ,  આજ હું લાવી છું એક મહારાષ્ટ્રની ફૈમસ ઉપવાસની સ્વાદિષ્ટ અને ચટપટી રેસીપી, જેનુ નામ છે બટાટાપુરી અને સાથે જ એક સ્વાદિષ્ટ બટાટાનુ ડીપ.

સામગ્રી —

  • * બટાટા પૂરી માટે *,
  • * 750 ગ્રામ બટેટા [500 + 250 ડીપ માટે ],
  • * 1cup આરાલોટ,
  • * 1/2 કપ પલાળેલા સાબુદાણા,
  • * 1/2 કપ શેકેલી સિંગદાણાનો અધકચરો ભૂકો,
  • * 1 ટીસ્પૂન લીલા મરચા અને આદુ પેસ્ટ,
  • * 1 ટીસ્પૂન જીરૂ,
  • *બારીક સમારેલી કોથમીર,
  • સ્વાદનુસાર સિંધવ મીઠું અથવા રેગ્યુલર મીઠું ,
  • * તળવા માટે તેલ

* બટાટા ડીપ માટેની સામગ્રી --

  • * 250 ગ્રામ બટેટા,
  • * 1/2 કપ તાજુ દહીં,
  • * 2-3 ટેબલસ્પૂન સિંગદાણાનો અધકચરો ભૂકો,
  • * 11/2 ટેબલસ્પૂન આદુ મરચા પેસ્ટ,
  • * 8-10 મીઠા લીમડાના પાન,
  • * 1 ટીપી જીરૂ,
  • * 1tbsp ખાંડ,
  • * સ્વાદ અનુસાર સિંધવ મીઠું અથવા રેગ્યુલર મીઠુ ,
  • * સમારેલી કોથમીર ,
  • * 2 ટેબલસ્પૂન તેલ

* રીત –

1–સૌ પ્રથમ બટાકાને ધોઈને પ્રેશરકુકરમા બાફ લો ,ઠંડા પડે એટલે છાલ ઉતારીને તેને ખમણીને તેનો માવો તૈયાર કરી લો. ત્યારબાદ તેમા ઉપર જણાવ્યા તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લો 2– હવે તેને હળવા હાથે મિક્સ કરીને બટાટા પુરીનુ મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણ ઢીલું લાગે તો તેમા થોડો આરારૂટ ભેળવવો. 3– ત્યાર બાદ બંને હાથમાં થોડુ તેલ લગાવીને તૈયાર કરેલા મિશ્રણ માથી અડધા ઈચ જેટલી જાડી પુરી હાથ થી દબાવી ને રેડી કરી લો. 4–એક થાળી મા થોડુ આરારૂટ લઇ ને તેમા તૈયાર કરેલી બધી બટાટા પુરીને રગદોળી લો. 5–ત્યાર બાદ એક કડાઈમાંમાં તેલ ગરમ કરવા મૂકો અને તે ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી બટાટા પુરીને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.તૈયાર છે તમારી ગરમા ગરમ બટાટા પુરી તેને બટાટામાથી જ બનતા એક સ્વાદિષ્ટ ડીપ સાથે પીરસી દો
નોંધ –જો તમે જૈન હો તો તમે બટાટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકો છો, બાકી સામગ્રી યથાવત રહેશે.
*તળેલુ ના ખાતા હોય તો તે લોકો શેલો ફ્રાય પણ કરી શકો છો.

*બટાટનુ ડીપ બનાવવાની રીત –

1–સૌ પ્રથમ એક કડાઈમાંમાં થોડું તેલ ગરમ કરીને તેમાં જીરૂ, લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ નાખો. 2–ત્યાર બાદ તેમાં બાફેલા બટાટાનો માવો અને સિંગદાણાનો ભૂકો નાંખીને મિક્સ કરી લો. 3– બટાટાને સિંગદાણાનો ભૂકો તેલમા સાંતળી તેમા મીઠું અને ખાંડ નાખીને તેમા 2કપ જેટલુ પાણી નાંખીને તેને બરાબર મિક્સ કરીને  ઉકાળવુ. 4– હવે તે એકરસ થઈ જાય એટલે તેમા 1/2કપ તાજુ દહીં નાખીને તેને બરાબર મિક્સ કરી લો 2મીનીટ પછી ગેસ બંધ કરી દો અને કોથમીર નાખીને મિકસ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ બટાટા ડીપ, આ ડીપ તમે બટાટા પુરી, સાબુદાણા વડા, ફરાળી પેટીસ જેવી ફરાળી વાનગી વગેરે સાથે તમે ખાઈ શકો છો.

*ધ્યાનમાં રાખવાની બાબત –

*ડીપને તમારી પસંદગી મુજબ ઘટૃ કે પાતળુ કરી શકો છો.
આ ડીપ બનાવવા માટે બટાટા ને બદલે તમે કાચા કેળા ને બાફી ને તેનો ઉપયોગ કરી શકો છો.
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ બટાટા પુરી અને બટાટાનુ ડીપ, અને એન્જોય કરો આ ઉપવાસની ડીશ
અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,469 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>