બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ ને ટેસ્ટમાં બેસ્ટ છે આ બટેટા પૌઆની ટીક્કી …

બાળકો ને ટીફીન માં રોજ નવું શું આપવું અને એ પણ તેમને ભાવે એવું એ પ્રશ્ન દરેક મમ્મી ને હોય છે.

નાસ્તા માં બટેટા પૌઆ બધા ના ઘરે બનતા જ હોય છે. હું એ જ સામગ્રી માંથી બનતી ખૂબ સરળ અને સ્વાદિષ્ટ એવી બટેટા પૌઆ ની ટીક્કી ની રીત લઈ ને આવી છું. જે બહાર થી ક્રીસ્પી અને અંદર થી નરમ હોય છે. જે કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય એવી આ ટીક્કી છે.

સામગ્રી:-

  • 4 -5 નંગ બાફેલા બટેટા
  • 1 કપ પૌઆ ( જે બટેટા પૌઆ માં વપરાય છે)
  • 1 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/4 ચમચી હળદર
  • 1/8 ચમચી આમચૂર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • ચપટી હિંગ અને
  • સ્વાદાનુસાર ગરમ મસાલો અને મીઠું

રીત:-

સૌ પ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારી ને હાથેથી માવો બનાવી લો.20180821_063125_wmપૌઆ ને પાણી થી ધોઈ ને 5-10 મિનિટ માટે ચારણી માં રહેવા દો .હવે એક બાઉલ માં બટેટા, પલાળેલા પૌઆ, ઝીણી સમારેલી કોથમીર અને ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો20180821_063605_wm. હવે જરાક તેલ વાળા હાથ કરી ને નાના નાના બોલ બનાવી મેં ગોળ ટીક્કી નો આકાર આપી દો. તમે બીજો કોઈ પણ શેપ આપી શકો.20180822_223145_wm

હવે કડાઈ માં તેલ ગરમ થાય એટલે મધ્યમ થઈ તેલ આંચ પર બધી ટીક્કી ને બન્ને બાજુ આછા બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લો.20180821_065843_wmબહાર નીકાળી ને પેપર નેપકિન પર રાખો જેથી વધારા નું તેલ બધું નીકળી જાય.20180822_223342_wm

હવે આ ટીક્કી ને સોસ અને કોથમીર, મરચાં ની લીલી ચટણી સાથે સર્વ કરો…20180821_070747_wm

નોંધ:-

બાફેલા બટેટા પાણી પોચા ના હોવા જોઈએ. પૌઆ ને ધોઈ ને તરત ચારણી માં નીકાળી લેવા. તમે આ ટીક્કી માં ડુંગળી અને પનીર પણ ઉમેરી શકો. ટીક્કી બહુ ધીમા કે બહુ તેજ આંચ પર ના તળો… ચાટ મસાલો ઉપર થી પણ સ્પ્રિંકલ કરો તો પણ ચાલે. ચાટ મસાલો ઉમેર્યો હોવાથી મીઠું ધ્યાન થી ઉમેરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,330 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>