બસ હથેળી માં કપૂર મૂકીને કરો આ મંત્ર નો જાપ, કોઈ પણ ગંભીર બીમારીથી મળશે છુટકારો……

આપળી ધાર્મિક માન્યતાઓ માં કપૂરનો ઉપયોગ માત્ર પૂજામાં જ નહિ પણ આરોગ્ય માટે પણ થાય છે. કપૂર પૂજા-પાઠ માટે વપરાય છે અને આ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણું ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ ઘણા રોગો ને દુર કરવા માટે કરવામાં આવે છે. કપૂર ચામડી, માંસપેશીઓ અને ઉત્તકોમાં સોજો ઓછો કરે છે. જુના સાંધાના દુ:ખાવા માંથી છુટકારો અપાવવા માટે કપૂર ઘણું ઉપયોગી ઔષધી છે.

કપૂરનું તેલ પણ દવાઓ બનવવામાં ફાયદાકારક છે અને ઘણા પ્રકારના મલમ પણ બનાવાય છે. આવો અમે તમને કપૂરથી થતા ફાયદા વિષે જણાવીએ. ક્યારેક-ક્યારેક એવું બને છે કે આપણે નિદાન કરાવીને થાકી જઈએ છીએ છતા પણ બીમારી દુર થતી નથી. પરંતુ કાંઈક ટોટકો કરી દેવામાં આવે છે અને બીમારી દુર થઇ જાય છે.

આવી રીતે ઘરના વાસ્તુદોષને દુર કરવામાં પણ થોડા ટોટકા છે. જેના ઉપયોગ માત્રથી દુઃખનું નિવારણ થાય છે અને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર પંડિત તૃપ્તિ નારાયણઝા દ્વારા રચિત ‘ટોટકા વિજ્ઞાન’ના આધારે થોડા મહત્વના ઉપયોગી ઉપાય જણાવી રહ્યા છીએ.

કપૂરના ઉપયોગી ટોટકા :

ઘરના મુખ્ય દરવાજા માં તુલસી કે કેળાનું ઝાડ વાવવાથી તરત પ્રગતી થાય છે અને ઘર કંકાશ અટકે છે તેમજ તેને દરવાજા ની ડાબી તરફ વાવવું જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા ઉપર લાલ રંગની દોરી બાંધી દેવાથી ઘરમા સુખ શાંતિ અને ધનમા ઉન્નતી થાય છે.

ડાબા હાથ ની હથેળીમાં કપૂર રાખીને ઓમ નમઃ શિવાયના ૧૦૮ વખત જાપ કરીને કપૂરને પાણીમાં નાખીને પી લેવાથી ગંભીર માં ગંભીર રોગ દુર થઇ જાય છે. મંત્ર જપ કરતી વખતે ધ્યાન કપૂર ઉપર જ ટકી રહેવું જોઈએ.

સવારે બોલ્યા વગર અને પાછળ જોયા વગર ગોળ લઈને ચાર રસ્તા હોય ત્યાં જઈને તે ગોળને મોઢાથી તોડીને આગળ-પાછળ ફેંકીને પાછા ઘરે આવીને એક ગ્લાસ તાજુ પાણી પી લેવાથી માથાનો દુ:ખાવો દુર થાય છે.

શ્યામ-પટ ઉપર લખવામાં આવતા સફેદ ચોકનો ટુકડો તમારા પલંગ કે પથારીની નીચે માથા તરફ રાખીને સુવાથી છાતી માં થતા દુ:ખાવામાંથી છુટકારો મળી જાય છે.

અશોકના પાન અથવા આંબો,પીપર અને કરેણના પાન ને એક દોર સાથે બાંધીને તેનું તોરણ બનાવીને ઘરનાં મુખ્ય દરવાજા ઉપર લટકાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધી સાથે-સાથે ઘન વુદ્ધી અને મનને શાંતિ મળે છે.

જો કોઈ બાળક રાત્રે સુતી વખતે ગભરામણ નો અનુભવ કરે છે તો તેને સફેદ ચાદર ઉપર સુવરાવી દેવો જોઈએ તેમજ જો બાળક રાત્રે ચોંકીને ઉઠી જાય છે,તો તેને તુલસી માળા પહેરાવી દેવી જોઈએ.

કપૂર,અજમો અને પીપરમેંટને સરખા ભાગે લો,તેને એક બોટલમાં નાખીને ભેળવી લો અને તે બોટલને તડકામાં રાખી દો. વચ્ચે-વચ્ચે આ ઘોળને હલાવતા રહો. તેના ચાર થી આઠ ટીપા પતાશામાં કે ખાંડ કે સરબતમાં ભેળવીને દસ્તના રોગીને આપો. તેનાથી દસ્તમાં આરામ મળે છે.

ત્વચા માટે કપૂર ઘણુ લાભકારક છે. કપૂર કોશિકાઓને મજબુત બનાવે છે. તેનાથી ત્વચામા નિખાર આવે છે.

શરીરની માંસપેશીઓનો દુ:ખાવો કપૂરથી મટાડી શકાય છે. માંસપેશીઓ અને સાંધાનો દુ:ખાવો દુર કરવા કપૂરના તેલનુ માલીશ કરો. આરામ મળશે અને દુ:ખાવો દુર થઇ જશે.

ખંજવાળ આવવા ઉપર કપૂરનો ઉપયોગ કરો. ખંજવાળ વાળી ચામડી ઉપર લગાવો ખંજવાળ આવવી બંધ થઇ જાય છે.

દાઝવા ઉપર કપૂર નુ તેલ લગાવવાથી બળતરા દુર થાય છે અને રાહત મળે છે.

કપૂર ઘણું સુગંધિત હોય છે. તેની સુગંધ અને રાસાયણિક ભિન્નતા જે તે દેશમાં ઉત્પન થતા કપૂર ઉપર આધાર રાખે છે. કપૂરના ધુમાડાથી આજુ-બાજુનું વાતાવરણ સારું રહે છે. આ કારણ છે કે હિંદુ ધર્મમાં પૂજા સમયે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ વેજ્ઞાનિક તર્કના આધારે સૌનું કલ્યાણ થઇ શકે અને સવ નીરોગી રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,305 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>