બાળકોનો પેટનો દુખાવો ક્યારેય નજરઅંદાજ કરવો નહિ, આ ૧૪ વર્ષના બાળકના પેટમાથી નીકળા હજારો કીડાઓ…

આજે અમે તમને બાળકોને પેટમાં દુ:ખાવો થતી બીમારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ આ કિસ્સો ઉત્તરાખંડના હલ્દવાણીના રહેવાસી ૧૪ વર્ષના છોકરા નો છે. જો કે એ બાળક છેલ્લા બે વર્ષથી એક વિચિત્ર બીમારી સામે ઝ્ઝુમી રહ્યો હતો. તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સતત ઘટી રહ્યું હતું અને લોહી ચડાવ્યા પછી પણ કાબુમાં આવી રહ્યું ન હતું. ઘણા બધા ટેસ્ટ કરાવરાવ્યા પણ બધું નોર્મલ આવ્યું. ૨ વર્ષમાં બાળકનું લગભગ ૨૨ લીટર લોહી ક્યાં ગયું કાંઈ સમજાતું ન હતું.

તેને મળત્યાગ અને પેશાબ કરવા સમયે લોહી પણ આવતું હતું. તેના લીધે તેનામાં આયરનની અછત થઇ ગઈ હતી અને તે એનીમિયા થી પિડાતો હતો. તેના શરીરમાં લોહીની અછત દુર કરવા માટે તેના ઘણા ઈલાજ કરાવ્યા અને તેને ઘણી વખત લોહી પણ ચડાવવામાં આવ્યું. તપાસ સમયે છોકરાના શરીરમાં કોઈ ખાસ બીમારી પકડાતી ન હતી. છોકરો બે વર્ષથી એનીમિયાનો રોગી હતો. તેને વારંવાર લોહી ચડાવવા પડતું અને બે વર્ષમાં આશરે ૨૨ લીટર જેટલું લોહીનું નુકશાન થતું હતું.

એંડીસ્કોપી પણ હતી સામાન્ય માણસ જેવી :

ઘણા સારવાર કરાવ્યા પછી છેવટે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં છોકરાને લાવવામાં આવ્યું અને ત્યાં પણ ડોકટરો એ ઘણા ઈલાજ કર્યા પછી ડોકટરો એ કૈપ્સુલ એંડોસ્કોપીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. તેના ઉપયોગથી જે વસ્તુ સામે આવી, તે બધાને ચોકાવનારી હતી. કૈપ્સુલ એંડોસ્કોપી એક રીતે ડોક્ટરનો વાયરલેસ કેમેરો હોય છે. તેમાં એક કૈપ્સુલમાં એક વાયરલેસ કેમેરો લગાવીને પેટમાં મુકવામાં આવે છે અને આ કેમેરો પેટની અંદરના ફોટા લેતા રહે છે.

આ પેટમાં મુકેલ કેપ્સુલ કેમેરા દર સેકન્ડે બાર ફોટા બહાર મોકલે છે. કૈપ્સુલ એંડોસ્કોપીમાં પહેલા અડધા સમયમાં આંતરડું સામાન્ય જોવા મળતું હતું, જયારે બીજા અડધા સમયમાં તે લોહી દેખાવા લાગ્યું અને ત્યાર પછી ગંભીર તપાસ કરવાથી જાણવા મળ્યું કે હુકવોર્મ છે અને તે લોહી પી રહ્યું છે. આમ તો શરૂઆતમાં ડોક્ટર બાળકને એનીમિયાનો રોગી માનતા હતા પણ બાબત તો કાંઈક જુદીજ હતી.

તેના દેહ માં હિમોગ્લોબીનની માત્રા ૫.૮૬ % ડેસીલીટર રહી ગયું હતું. લોહી ચડાવ્યા પછી પણ તેના શરીરમાં કોઈ અસર જોવા ન મળતી હતી.છોકરાના શરીરમાં કૃમિ એટલે કે જીવાત પડી ગઈ જેને કરમિયા પણ કેહવાય. ડોકટરે કૃમિને દબાવીને તેને પેટમાંથી દુર કર્યા. આ બીમારી ના સંબંધમાં ડોક્ટરના જણાવ્યા મુજબ નાના આંતરડામાં કોઈપણ પ્રકારના ફેરફાર જાણવા માટે આ સૌથી ઉત્તમ ઉપાય છે.

એંડીસ્કોપીની જેવી જટિલ સુવિધા અને તેની જાણકારી ઘણા ઓછા દવાખાનામાં છે અને લોકોને તેની સમજણ પણ નથી. આમાં જે કૈપ્સુલ કેમેરો હોય તે નાના આંતરડામાં જઈને દર સેકન્ડે ૧૨ ફોટા બહાર મોકલે છે. આવી રીતે ૧૨ કલાકમાં લગભગ ૭૦,૦૦૦ જેટલા ફોટા ખેચી શકાય છે.

આ કેમેરાને વાય-ફાઈ ના મદદ થી સ્ક્રીન ઉપર લાઈવ પણ જોઈ શકાય છે. આ બીમારીના સંબંધ માં ડોકટરો નું કહેવું છે કે આ બીમારી બાળકોમાં જોવા મળે છે. આમ તો ખાસ કરીને પેટમાં કરમિયા ખરાબ પાણી પીવા, હાથ સાફ કર્યા વગર ભોજન કરવું અને ઉઘાડા પગે ચાલવાથી થઇ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,524 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>