બાલુશાહી -બિહારની ફેમસ મીઠાઈ છે, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો……

બાલુશાહી એક પ્રકારની મીઠાઈ છે, જે બિહાર બાજુ પ્રખ્યાત છે.તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પડવાળી, નરમ અને ભીનાશ પડતી હોય છે. હવે કોઈ મહેમાન આવે કે તહેવાર આવે ઘરે બનાવજો યમ્મી બાલુશાહી.

બાલુશાહી બનાવવા જોઈતી સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો,
૩૦૦ ગ્રામ ખાંડ,
૨૦ ગ્રામ બટર અથવા ઘી કે ડાલ્ડા ઘી,
૧ tsp બેકિંગ પાઉડર,
૧ tsp ઈલાયચી પાઉડર,
તળવા માટે તેલ અથવા ઘી,
પાણી જરૂર મુજબ,

બાલુશાહી માટે બનાવવાની રીત:

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ચાળીને લેવો.પછી તેમાં બેકિંગ પાઉડર અને બટર ઉમેરવું, તમે બટર ની બદલે ઘી કે ડાલડા ઘી પણ લઇ શકો છો.

પછી ધીમે ધીમે પાણી ઉમેરી મિક્સ કરવું, લોટ બાંધવાનો નથી ખાસ ધ્યાન રાખવું, ખાલી મિક્સ જ કરવાનો છે.
પછી તેને પ્લાસ્ટિક ની કોથળીમાં મૂકી અડધી કલાક રહેવા દેવો.

અડધી કલાક પછી લોટને હળવે મસળી સિલિન્ડર શેપ આપી સરખા લુવા કરી લેવા.

પછી તેને ગોળ ગોળ હથેળીમાં બોલ કરી દબાવી બાલુશાહીનો શેપ આપી વચ્ચે આંગળી વડે ખાડો કરવો.

પછી તેલ ગરમ થઇ જાય એટલે ધીમે ધીમે બધી બાલુશાહી ઉમેરી સ્લો ટુ મીડીયમ ફ્લેમ પર તળવી, અને પલટાવતા રહેવી, દયાન રાખવું બાલુશાહી બહુ ગરમ તેલમાં નથી તળવાની. તમે તેલની બદલે ઘી પણ લઇ શકો છો.

બને બાજુ સરસ પિન્કીશ ગોલ્ડન થઈ જાય એટલે બહાર કાઢી લેવી.

બાલુશાહીને ચડતા વાર લાગે ત્યાં સુધી માં ચાસણી બનાવીશું…

ચાસણી બનાવવા માટે એક કડાઇમાં ખાંડ લેવી, અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવુ. પાણીમાં ખાંડ ઓગળી જાય ત્યાંસુધી સતત હલાવતા રહેવું.

ચાસણીમાં ઉભરો આવે એટલે ધ્યાન રાખવું… એક તારની ચાસણી બનાવવાની છે.

ચાસણી બનવા આવે એટલે તેમાં એલચી પાઉડર ઉમેરી દેવો, તમે કેસરના તાંતણા પણ ઉમેરી શકો છો. પછી બાલુશાહી તળાઈ જાય એટલે કાઢી ચાસણીમાં ઉમેરી દેવી.

2 મિનિટ માટે રાખવી, અને બે ત્રણ વાર ફેરવવી. બાલુશાહીમાં જે તિરાડ હશે તેના લીધે ચાસણી સરસ બાલુશાહી શોક કરશે…

ગાર્નિશ કરવું હોય તો પ્લેટમાં લઇ વચ્ચેના ખાડામાં પિસ્તા કે બદામની કતરણ રાખી શકો છો.

ધ્યાનમાં રાખવાની બાબત:

-બાલુશાહી બનાવવા માટે લોટ બાંધવાનો નથી, જસ્ટ મિક્સ જ કરવાનો છે.

-તેલ બહુ ગરમ ન હોવું જોઈએ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,796 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 15