બાળક જન્મ પહેલા ગર્ભમા હજારો દુઃખ ભોગવે છે , જાણો કેવા વિચારો કરે છે?

ગરૂડ પુરાણમા બાળક જન્મ પહેલા ગર્ભમા હજારો દુઃખ ભોગવે છે તેવી કેટલીક રોચક વાતો જણાવવામા આવી છે.

જાણો,

૧. બાળકનો ગર્ભ મા પ્રવેશ કઈ રીતે થાય છે?

૨. ગર્ભ મા કેવા દુખો ભોગવે છે?

૩. ગર્ભ મા કેવા વિચારો કરે છે?

તો ચાલો જાણીએ આ રોચક વાતો વિષે:

ગરૂડ પુરાણમા બાળક માતાના ગર્ભમા પ્રવેશે ત્યારથી લઈને તેનો જન્મ થાય ત્યા સુધીની કેટલીક રોચક સફર વિષે જણાવવામા આવ્યુ છે. બાળકને માતાના ગર્ભમા કેવી કેવી મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને તે કેવી રીતે ભગવાનને યાદ કરે છે, ગર્ભસ્થ બાળકના મનમા કેવા કેવા વિચાર આવે છે આ બધી રોચક વાતો ગરૂડ પુરાણમા બતાવવામા આવેલ છે. ગરૂડ પુરાણ મુજબ સ્ત્રીઓમા ઋતુકાલ આવવાથી ગર્ભમાં બાળક નો પ્રવેશે થાય છે. જેના કારણે ત્રણ દિવસ સ્ત્રીઓ અપવિત્ર હોય છે. ગરૂડ પુરાણ મુજબ ત્રણ દિવસ દરમિયાન નરકથી આવેલા જીવ ઉત્પન્ન થાય છે. ઈશ્વરથી પ્રાપ્ત કરેલા કર્મોથી સ્ત્રીના ગર્ભમા પ્રવેશ મેળવે છે.

એક રાતનુ જીવ માટીના ઝીણા કણ બરાબર હોય છે. પાંચ રાતનુ જીવ પાણીના પરપોટા જેટલુ અને દસ દિવસનુ જીવ પાકા બોર જેટલુ હોય છે. ત્યારબાદ તે એક ઈંડા જેવા આકારનો થાય છે. એક મહિનામા માથુ, બીજા મહિનામા અન્ય અંગોનો વિકાસ થાય છે. ત્રીજા મહિનામા નાક, મોઢુ, નખ, હાડકા, લિંગ અને કાન જેવા અંગોનો વિકાસ થાય છે. ચોથા મહિનામા માંસ, લોહી, ત્વચા અને ચરબી બનવા લાગે છે. પાંચમા મહિને બાળકને ભૂખ અને તરસ પણ લાગવા માંડે છે. છઠ્ઠા મહિનામા બાળક ગર્ભના પાતળા પારદર્શક પડમા વિન્તાયેલુ હોય છે અને ગર્ભમા આમતેમ ફરવા પણ લાગે છે.

માતા જે કંઈ પણ ભોજન ખાય છે તે ખોરાકથી બાળકનુ વિકાસ થવા લાગે છે. બાળક મળ-મૂત્ર માટેની જગ્યોમા સૂવે છે. જ્યા કરોડો જીવો કરડવાથી તેના અંગોને ઘણા અસહ્ય પીડા થાય છે. જેને કારણે તે વારંવાર બેભાન પણ થઈ જતું હોય છે. માતા જે પણ તીખુ, કડવુ, ગળ્યુ ભોજનમા ખાય છે તે બાળકના કોમળ અંગોને સ્પર્શ થવાથી બાળકને ખુબ જ પીડા થતી હોય છે. ત્યારબાદ બાળકનુ માથું નીચે તરફ અને પગ ઉપરની તરફ થઈ જાય છે અને માટે તે આમતેમ ફરી નથી શકતો. જે રીતે પાંજરામા પંખી રહે છે તેવી જ રીતે બાળક પણ માતાના ગર્ભમા દુઃખ સહન કરી પાંજરામાં પુરાયેલ રહે છે. સાત ધાતુઓથી બંધાયેલો બાળક હાથ જોડીને ઈશ્વરની પ્રાર્થના કરવા લાગે છે.

સાતમા મહિને તેને જ્ઞાનની પ્રાપ્તિ પણ થવા લાગે છે અને વિચાર કરે છે કે, હું આ ગર્ભથી બહાર નીકળીશ તો ભગવાનને ભૂલી તો નઈ જાવ ને? આવુ વિચારીને તે દુઃખી થઈ જતુ હોય છે અને આમતેમ ફરતું રહે છે. સાતમા મહિનામા બાળક અત્યંત દુખી થઈ ભગવાનની સ્તુતિ પણ કરવા લાગે છે- સંસારના પાલનહાર, લક્ષ્મીના પતિ અને સંસાર ના તારણહાર ભગવાન વિષ્ણુ હું તમારા શરણે આવ્યો છુ. ગર્ભસ્થ બાળક ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા વિચારે છે કે, હે પાલનહારી હુ એકલો દુઃખ ભોગવી રહ્યો છુ, જેથી યોનિમાંથી અલગ થઈ તમારા ચરણોમા સ્તુતિ કરી છુટકારો મેળવવા માગુ છુ.

ત્યારબાદ બાળક એવુ વિચારે છે કે, હું મળમૂત્રના કુવામા છુ અને ભૂખથી પણ પરેશાન છુ અને હવે અહિંયાથી બહાર નીકળવા માગુ છુ. મને ક્યારે બહાર નીકાળશો. જે ઈશ્વર બધા પર દયા વરસાવે છે, જેમને મને જ્ઞાન આપ્યુ છે, હુ તેમના શરનોમા જવા માગુ છુ. ગરૂડ પુરાણ મુજબ ગર્ભસ્થ બાળક ભગવાનને એવી પણ પ્રાર્થના કરે છે કે, હુ આ ગર્ભથી બહાર જવા માગતો નથી કારણ કે બહારની દુનિયા બહુ ખરાબ છે. ગરૂડ પુરાણ મુજબ જે સમયે બાળક કર્મ યોગ દ્વારા ગર્ભમાંથી બહાર આવે છે તે સમયે ભગવાન વિષ્ણુની લીલાથી તે મોહિત થઈ જાય છે. જો કે તે બાળપણમાં પણ કંઈ બોલ્યા વિના દુઃખો ભોગવતો રહે છે.

 

 

Comments

comments


4,801 views

Leave a Reply

Your email address will not be published.


8 + 6 =